કયા શહેરમાં 5 સૂર્ય દેખાય છે? IAS ઇન્ટરવ્યૂમાં પુછાય છે એવા સવાલ કે તમને ચક્કર આવી જાય.

0
1053

એવું કયું બેગ છે જે ભીનું થયા પછી કામ આવે છે? IAS ઇન્ટરવ્યૂ આપવા ગયેલા ઉમેદવારને પુછાય છે આવા ટ્રિકી સવાલ. સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ ની ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે.

IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો.
આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – જો તમારી ગર્લફ્રેન્ડ કહે નોકરી છોડી દે તો તારી સાથે લગ્ન કરીશ તો તમે શું કરશો?

જવાબ – એક યુપીએસસી ઉમેદવારને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપ્યો કે હું પહેલા મારી ગર્લફ્રેન્ડ સાથે વાત કરીને તેને સમજાવવાનો પ્રયત્ન કરીશ, જો તે નહિ માને તો હું ગર્લફ્રેંડને જ છોડી દઈશ. છોકરાનો જવાબ સાચો ન હતો કેમ કે આ પ્રશ્ન મહિલાઓ પ્રત્યે માનસિકતા પરખવા માટે પૂછવામાં આવ્યો હતો જેમ કે આપણા સમાજમાં વર્કિંગ મહિલાઓની નોકરી છોડાવી દે છે અથવા તો દબાણ કરે છે.

પ્રશ્ન – માણસ પાણી પીધા વગર કેટલા દિવસ જીવી શકે છે?

જવાબ – પાણી વગર માણસ જીવતો રહેશે કે નહિ તે કહેવું એક તર્ક પૂર્ણ તથ્ય છે. કેમ કે પાણી માણસના જીવનનો મુળભુત આધાર છે. પાણી વગર જીવન શક્ય નથી, માણસ પાણી વગર ત્રણથી ચાર દિવસ અને વધુમાં વધુ એક અઠવાડિયા સુધી જ જીવતો રહી શકશે. શરીરમાં પાણી જ નહિ હોય તો કીડની પણ ખરાબ થઇ શકે છે, તેથી મને લાગે છે કે પાણી પીધા વગર માણસ 3 થી 4 દિવસ માંડ માંડ જીવતો રહી શકશે. હા પરંતુ ઊંઘ વગર માણસ કદાચ એટલા દિવસ પણ જીવતો ન રહી શકે. માણસ માટે ઊંઘ પાણી થી વધુ જરૂરી છે.

પ્રશ્ન – ક્યા શહેરમાં પાંચ સૂર્ય દેખાય છે?

જવાબ – આકાશમાં એક સાથે ત્રણ કે પાંચ સૂર્ય દેખાવા, એવું દુર્લભ દ્રશ્ય ઉત્તરી ચીનના શહેર (sing nieng chu)માં જોવા મળે છે.

પ્રશ્ન – જો તમારા મામાની બહેન તમારી માસી નથી તો શું છે?

જવાબ – માં

પ્રશ્ન – પોતાના હાથથી બનાવેલી કઈ વસ્તુ માણસ હવામાં ઉડાડી દે છે?

જવાબ – પતંગ

પ્રશ્ન – એ શું છે જેનો ઉપયોગ કરતા પહેલા તેને તોડવું પડે છે?

જવાબ – ઈંડું

પ્રશ્ન – લોહી ડોનેટ કર્યાના કેટલા દિવસ પછી લોહીની પૂર્તિ થઇ જાય છે?

જવાબ – એક મહિનાની અંદર.

પ્રશ્ન – એવી કઈ બેગ છે જે પલળવા છતાં પણ કામ આવે છે?

જવાબ – ટી બેગ

પ્રશ્ન – કયુ ફળ બજારમાં નથી મળતું?

જવાબ – મહેનતનું ફળ

પ્રશ્ન – શું વિમાનમાં પણ હોર્ન હોય છે?

જવાબ – હા વિમાનમાં હોર્ન હોય છે, તેનો ઉપયોગ પક્ષીઓને ડરાવવા કે વિમાનને રસ્તો આપવા માટે નથી કરવામાં આવતો. વિમાનમાં હોર્નનો ઉપયોગ ગ્રાઉન્ડ એન્જીનીયર અને સ્ટાફ સાથે સંપર્ક સાધવા અને તેને કોઈ જોખમથી સાવચેત કરવા માટે કરવામાં આવે છે.

પ્રશ્ન – સોનું દર અડધા કલાક પછી એક સફરજન ખાય છે તો દોઢ કલાકમાં કેટલા સફરજન ખાઈ શકશે?

જવાબ – ત્રણ સફરજન

પ્રશ્ન – શું થશે જો એક સવારે તમે જાગશો અને તમને ખબર પડશે કે તમે ગર્ભવતી છો? (મહિલા ઉમેદવારને પૂછવામાં આવ્યું)

જવાબ – હું ઘણી ખુશ થઇ જઈશ અને મારા પતિ સાથે શુભ સમાચારનો આનંદ ઉઠાવીશ.

પ્રશ્ન – એક બાળક પાકિસ્તાનના લાહોરમાં જન્મ્યો, છતાં પણ તે પાકિસ્તાની નથી?

જવાબ – તે બાળક 1947 પહેલા જન્મ્યો હતો, તે સમયે લાહોર ન વસ્યું હતું. એટલા માટે તે ભારતીય જ હશે.

પ્રશ્ન – તમારા એક હાથમાં 1 કિલો લોખંડ અને બીજા હાથમાં 1 કિલો રૂ છે કોનું વજન વધુ હશે?

જવાબ – બંનેનું વજન સરખું જ હશે કેમ કે બંનેની કવાંટીટી એક જ છે.

આ માહિતી એશિયાનેટન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.