જાણો કયા પ્રદેશ વાળાએ કયું તેલ ખાવું? અને એ પણ કે કયું તેલ તમારા માટે ઝેર સમાન છે?

0
4070

નીચે મુજબના તેલ જે તે પ્રદેશના લોકો માટે શ્રેષ્ઠ છે તેમ માનવુ.

સીંગતેલ (ગુજરાતી/રાજસ્થાની/મહારાષ્ટ્ર/તમીલ/કર્નાટકના લોકો માટે).

તલનું તેલ (ગુજરાતી/રાજસ્થાની/મહારાષ્ટ્ર/તમીલ/કર્નાટકના લોકો માટે).

કસુંબી/સેફલાવર (કોલ્ડ પ્રેસ્સ્ડ) (ગુજરાતી/રાજસ્થાની/તમીલનાડુ/આંધ્રપ્રદેશના લોકો માટે).

રાઇ/સરસવ તેલ (નોર્થ ઈન્ડીયન/નોર્થ ઇસ્ટ માટે).

કોપરેલ તેલ (સાઉથ ઈન્ડીયન માટે).

સુરજમુખીનું તેલ (કોલ્ડ પ્રેસ્સ્ડ) (ગુજરાતી/રાજસ્થાની/મધ્યપ્રદેશ/છતીસગઢના લોકો માટે).

કપાસીયા તેલ, રાઇસબ્રાન તેલ, કોર્નઓઇલ તેલ, સોયા તેલ, પામોલીન તેલ રીફાઇન્ડ ઓઇલ છે એટલે તે ઝેર જ છે તેવું માનવું.

ઉપરના રાજ્યો પ્રમાણે લીસ્ટમાં બતાવેલ છે તેમાંથી પણ જે તેલ રીફાઇન્ડ છે, તે રાસાયણીક પ્રક્રીયાઓ વડે બને છે માટે તેનાથી પણ દુર રહેવું.

પણ આપણાં દેશની તેલની જરુરીયાત વસ્તી પ્રમાણે એટલી બધી છે કે, મોટાભાગના લોકોને રીફાઇન્ડ પામોલીન/કપાસીયા તેલ ખાવુ પડે છે. અને આવનારા દસ વર્ષ સુધી આ તેલનો વિકલ્પ બને તેવું લાગતું નથી.

રાઇસબ્રાન, કોર્ન, સોયા…… આ બધા બેઝિકલી તૈલીય પદાર્થ ધરાવતા જ નથી… તેમાંથી નીકળતા “તેલ” ના extraction માટે solvent wash પ્રોસેસ વપરાય છે. કપાસિયામાં તેલ ખરું પણ બહુ બહુ ઓછું.

પામઓઇલ – એક પ્રકારના પામ (તાડ પ્રકારના વૃક્ષો) ની ખારેક જેવી દેખાતી ફાળીઓમાંથી આ તેલ નીકળે છે, જેને સોલ્વન્ટ વોશ પ્રોસેસ કરી ફિલ્ટર કરવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે પામઓઇલ ખૂબ હાનિકારક માનવામાં આવે છે.

પરંપરાગત રીતે આપણા તેલ જેવા કે મગફળી, તલ, સૂર્યમુખી, નારિયેળ વગેરે તેલને પણ પ્રજાને મૂર્ખ બનાવી સોલ્વન્ટ વોશ દ્વારા “ચોખ્ખું” બતાવાય છે, ઉપરથી ટોકોફેરોલ અને ઓમેગા-3 એડ કરવાની વાતો કરાય છે. પણ કોઈ એ નથી કહેતું કે, તે તેલીબિયામાં રહેલા ટોકોફેરોલ્સ, ઓમેગા3 અને પ્રોટીન્સ વગેરે આ સોલ્વન્ટ વોશની “શુદ્ધિકરણ” પ્રક્રિયામાં દૂર કરાય છે.

સોલ્વન્ટ વોશ શા માટે?

તેલ “શુદ્ધ” (ટ્રાન્સપરન્ટ) “દેખાય” તે માટે.

તેલની શેલ્ફ લાઈફ વધે તે માટે (નહિતર તેલ 2 મહિનામાં ખોરું થઈ જાય.)

નિવારણ :

ફ્રેશ ખાઓ, ફિટ રહો.

તમારી નજીકમાં ઘાણો શોધી કાઢો, દાણા/ટોપરું ખરીદી ઘાણામાં તેલ કઢાવો.

ઔદ્યોગિક વિકાસને આભાર કે નાના ડેસ્કટોપ પોર્ટેબલ ઓઈલમિલ બન્યા છે, અને ઘણી વાજબી કિંમતે બજારમાં ઉપલબ્ધ છે. જાતે જરૂરિયાત પ્રમાણે ખાદ્યતેલ ઘરે જ બનાવો.

જે તેલ ઠંડીની સીઝનમાં જામી જાય, લાંબા સમય (10-15 દિવસ) પડી રહેતા તળિયે “ગાર” જેવું બેસે તે ઘાણાનું સાચું તેલ.

કપાસિયાનું તેલ !! આ સાલ અમારે સુરેન્દ્રનગર કપાસમાં અતિ પ્રમાણ ગુલાબી ઈયળ (વાત કપાસનું ઉત્પાદન ઘટવાની નથી કહેતો બાકી 80 ટકા નુકસાન એ જાત અનુભવ) ઓઇલ મિલમાં કપાસિયાના ઢગલામાં ઉપર ઈયળનો થળ થઇ જાય છે, જો કાપડના ચલાખામાં કપાસની ગાંસડી ભરી હોય તો ઈયળ કાણા પાડી દેશે. તો આ સાલ આવું તેલ ખવાય??

શિયાળામાં સરસવનું તેલ, ઉનાળામાં તલનું તેલ, અને ચોમાસામાં એરંડીયુ તેલ વાપરવું.

– જયેશ ભાઈ રાદડિયા (રૂટસબેરી વાળા) ની વોલ પરથી.