કાઠીયાવાડનાં પ્રખ્યાત વણેલા ગાંઠીયા, કઢી ચટણી અને પપૈયાનો સંભારો બનાવવાની રેસીપી શીખી લો.

0
3930

આજે આપણે વણેલા ગાંઠીયા, પપૈયાનો સંભારો અને એની સાથે ખાવામાં આવતી ટેસ્ટી કઢી કેવી રીતે બનાવવી એ શીખીશું. આના માટે કેનેડા અને અમેરિકામાં રહેતા આપણા ગુજરાતી મિત્રોની ઘણી રીક્વેસ્ટ આવી હતી, તો આજે એમની રીક્વેસ્ટ પૂરી કરવા માટે અમે આ રેસીપી લઈને આવ્યા છીએ. તો આવો જાણીએ કેવી રીતે બનાવવી આ વાનગીઓ.

જરૂરી સામગ્રી :

(1) વણેલા ગાંઠીયા માટે સામગ્રી :

1.5 કપ ચણાનો લોટ,

1.5 નાની ચમચી અર્ધકચરા વાટેલા મરી,

1/4 નાની ચમચી હિંગ,

4 નાની ચમચી સીંગ તેલ,

1 ચપટી ખાવાનો સોડા,

મીઠું સ્વાદ અનુસાર.

(2) ચટણી બનાવવાની સામગ્રી :

300 ml પાણી,

2 મોટી ચમચી સાકર,

1 મોટી ચમચી બેસન,

1 લીલું મરચું (નાના ટુકડા કરી લેવાના),

ચપટી હળદળ,

1/2 નાની ચમચી રાઈ,

1/2 મોટી ચમચી તેલ,

મીઠું સ્વાદ અનુસાર.

(3) પપૈયાનો સંભારો બનાવવાની સામગ્રી :

1 કાચું પપૈયું,

1/4 નાની ચમચી હળદર,

સમારેલા લીલા મરચા,

1/4 નાની ચમચી સાકર,

1 નાની ચમચી તેલ,

થોડી રાઈ,

થોડી હીંગ.

બનાવવાની રીત :

સૌથી પહેલા એક વાસણમાં ચણાનો લોટ નાખવાનો છે. પછી એમાં મીઠું, હિંગ, મરી, ખાવાનો સોડા અને સીંગતેલ ઉમેરવાનું છે. પછી આમાં થોડું થોડું પાણી એડ કરીને એનો આપણે કડક લોટ બાંધી લેવાનો છે. જણાવી દઈએ કે, શરૂઆતમાં આ લોટ હાથમાં ચોંટશે પણ તેને સારી રીતે એને થોડી વાર મસળીશું તો એ માપ અનુસાર લોટ બધાય જશે.

એના પર થોડું તેલ લાગણીને થોડી વાર એને મસળીશું, અને લગભગ 10 થી 15 મિનિટ મસળતા રહેવાથી આપણો લોટ તૈયાર થઇ જશે. ત્યારબાદ એ લોટ કડક થશે અને તે હવે આપણા હાથમાં ચોંટશે પણ નહિ. હવે એમાંથી વણેલા ગાંઠીયા તૈયાર કરી લેવાના છે.

એને તળવા માટે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દો. આ સમયે ગેસને મીડીયમ રાખીને તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. હવે જે લોટ બનાવ્યો છે એના માંથી એક લુઓ લઇ તેને તેલ લાગણીને એને પાતળું અને લાબું ગોળ વાળી લેવાનું છે. હવે આપણે એમાં સળ પાડવાનું છે, હાથને બહાર તરફ વજન દઈ અને પાછું અંદર તરફ ખેંચીશું, એટલે આ વણેલાંમાં સળ પડશે. આજ રીત બધા બધા ગાંઠીયા વણી લેવાના છે.

બીજી તરફ આપણું તેલ ગરમ થઇ ગયું હશે, તો એમાં વણેલા ગાંઠીયા લઇ તેને ફ્રાઈ કરી લેવાના છે. જયારે આ ગાંઠીયા થોડા ફૂલે ત્યારે ગેસ ધીમે કરી લેવાનું છે. અને આ ગાંઠીયાનો થોડો કલર બદલાય ત્યાં સુધી એને ફ્રાઈ કરવાના છે. તેને બ્રાઉન કરવાની જરૂર નથી, જયારે ગાંઠીયા સરસ ફ્રાઈ થઇ ગયા બાદ એને કાઢી લેવાના છે. અને થોડી વાર માટે ગેસ ધીમે કરી ફરી મીડીયમ કરી બધા ગાંઠીયા આવી રીતે ફ્રાઈ કરી લેવાના છે.

આપણા બધા ગાંઠીયા ફ્રાઈ થઇ ગયા બાદ એમાં થોડી હિંગ અને સંચળ છાંટીશું. થોડા તળેલા મરચા અને તેના ઉપર થોડું મીઠું નાખી વણેલા ગાંઠીયા સાથે સર્વ કરો. તેમજ ગાજરને છીણી અને તેનામાં થોડું મીઠું અને લાલ મરચું એડ કરી એને પણ સર્વ કરવાનું છે. અને તેને ચટણી સાથે પણ સર્વ કરી શકો છો.

આ રેસિપીને વીડિઓ મારફતે શીખવા માટે સોથી નીચે વીડિઓ આપેલો એ જોઈ શકો છો.

ચટણી બનાવવાની રીત :

ગાંઠીયા સાથેની ચટણી જેને કઢી પણ કહેવામાં આવે છે, એ બનાવવા માટે સૌથી પહેલા પાણીમાં બેસન એડ કરી એને મિક્ષ કરી લેવાનું છે, અને એને હેન્ડ ગ્રાઇન્ડરથી મિક્ષ કરી લેવાનું છે. ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરીશું, રાઈ થઇ જાય તો આપણે જે બેસનનું મિશ્રણ બનાવ્યું છે એને એડ કરી દેવાનું છે. હવે આમાં બાકીની સામગ્રી એડ કરી દેવાની છે. સામગ્રી એડ કર્યા પછી એને હલાવી અને 5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે.

ધ્યાન રહે કે આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે, કારણકે આપણે બેસનનો ઉપયોગ કર્યો છે. તો એ ઘણી વાર તે નીચે ચોંટવા લાગે છે. 5 મિનિટ બાદ આપણે ચટણીને ચેક કરી લેવાનો છે, અને જો તે પાતળી હોય તો એને હજુ 2-3 મિનિટ અને ગરમ થવા દેવાની છે. 7 થી 8 મિનિટ બાદ આપણી ચટણી તૈયાર થઇ જશે અને આપણે બેસનનો ઉપયોગ કર્યો છે, એટલે જયારે આપણે ચટણી ઠંડી થાય એટલે એ વધુ ઘટ્ટ થઇ જશે. હવે ગેસને બંધ કરીને તેને એક બાઉલમાં નીકળી લેવાની છે અને એને વણેલા ગાંઠીયા સાથે સર્વ કરવાનું છે.

આ રેસિપીને વીડિઓ મારફતે શીખવા માટે સોથી નીચે વીડિઓ આપેલ એને જોઈ શકો છો.

પપૈયાનો સંભારો બનાવવાની રીત :

વણેલા ગાંઠીયા સાથે ખાવામાં આવતો પપૈયાનો સંભારો બનાવવા માટે, સૌથી પહેલા પપૈયાને છોલી લેવાનું છે. પછી તેને છીણી લેવાનું છે. આમાં એના બીજ ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરી દેવાની છે. રાઈ થઇ જાય પછી એમાં હળદર, હીંગ, અને સમારેલા મરચા એડ કરવાના છે.

હવે મરચા તળાઈ જાય પછી આપણે જે પપૈયું છીણીને રાખ્યું છે તે એડ કરવાનું છે. અને એને મિક્ષ કરી લેવાનું છે. એમાં સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરવાનું છે. આ સંભારામાં લાલ મરચાનો ઉપયોગ નથી કરવાનો. પછી એમાં થોડી સાકર એડ કરવાની છે. હવે અને સારી રીતે મિક્ષ કરી લેવાનું છે. થોડી વાર હલાવ્યા બાદ તે તૈયાર છે અને તેને એક બાઉલમાં લઇ લેવાનું છે. (વઘાર વાળા સંભારામાં લાલ મરચાનો ઉપયોગ કરવો નહિ.)

પપૈયાના સંભારાની બીજી રીત : એમાં તમે જે પપૈયાનું બીજું છીણ રાખ્યું છે, એમાં થોડું મીઠું, લાલ મરચું અને ઘણા જીરું એક કરીને એને સારી રીતે મિક્ષ કરી લેવાનું છે. મિક્ષ થઇ જાય એટલે એને એક બાઉલમાં લઇ લેવાનું છે. હવે આપણા બંને પપૈયાના સંભારા સર્વિંગ માટે તૈયાર છે. ઘણી જગ્યાએ કાચું હોય છે અને ઘણી જગ્યાએ વઘારેલી સર્વ કરતા હોય છે.

જુઓ વિડીયો : વણેલા ગાંઠીયા બનાવવાની રીત.

જુઓ વિડીયો : ચટણી બનાવવાની રીત.

જુઓ વિડીયો : પપૈયાનો સંભારો બનાવવાની રીત.