30 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમા પર થશે ગંગા સ્નાન, આ દિવસે રાશિ અનુસાર કરો આ વસ્તુઓનું દાન

0
285

દેવ દિવાળીનો ઉત્તમ લાભ મેળવવા માટે રાશિ અનુસાર કરો આ વસ્તુઓનું દાન, મળશે વિશેષ આશીર્વાદ. હિંદુ શાસ્ત્રોમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાનનું મહત્વ જણાવવામાં આવ્યું છે. કાર્તિક પૂર્ણિમાને આપણે કારતક પુનમ અને દેવ દિવાળી તરીકે ઉજવીએ છીએ. આ વર્ષે કાર્તિક પૂર્ણિમા 30 નવેમ્બરે છે. શાસ્ત્રો અનુસાર, કાર્તિક પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન-પુણ્ય કરવાનું મહત્વ છે, આ દિવસે કોઈ પવિત્ર નદી અથવા જળકુંડમાં સ્નાન અને દાન-પુણ્ય જરૂર કરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કાર્તિક પૂર્ણિમા પર રાશિ અનુસાર દાન કરવાથી ગ્રહ મજબુત થાય છે, અને ઘણા પ્રકારના અન્ય લાભ પણ પ્રાપ્ત થાય છે.

મેષ રાશિ : મેષ રાશિના લોકોએ કારતક મહિનાની પુનમના રોજ ગોળનું દાન જરૂર કરવું જોઈએ. આવું કરવાથી તમને આર્થિક સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.

વૃષભ રાશિ : આ રાશિના લોકોએ કારતક પુનમના દિવસે સાકરનું દાન કરવું જોઈએ. એવું કરવાથી તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ બની રહેશે.

મિથુન રાશિ : આ રાશિના લોકો કારતક મહિનાની પુનમના દિવસે લીલા રંગની મગની દાળ જરૂર દાન કરે. એવું કરવાથી તેમના વૈવાહિક જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ સમાપ્ત થશે.

કર્ક રાશિ : આ રાશિના લોકોએ કારતક મહિનાની પુનમના દિવસે ચોખાનું દાન જરૂર કરવું જોઈએ. એવું કરવાથી તેમને માનસિક શાંતિ પ્રાપ્ત થશે.

સિંહ રાશિ : સિંહ રાશિના લોકોએ કારતક મહિનાની પુનમ પર ઘઉંનું દાન જરૂર કરવું જોઈએ. એવું કરવાથી તમારા માન-સમ્માનમાં વૃદ્ધિ થશે.

કન્યા રાશિ : આ રાશિના લોકોએ કારતક મહિનાની પુનમના દિવસે પ્રાણીઓને લીલા રંગનો ચારો ખવડાવવો જોઈએ. એવું કરવાથી તમારા જીવનની દરેક સમસ્યાઓ દૂર થઈ જશે.

તુલા રાશિ : આ રાશિના લોકોએ કારતક માસની પુનમના દિવસે કન્યાઓને ખીરનું દાન જરૂર કરવું જોઈએ. એવું કરવાથી તમને એશ્વર્યની પ્રાપ્તિ થશે.

વૃશ્ચિક રાશિ : આ રાશિના લોકોએ કારતક મહિનાની પુનમના દિવસે વાંદરાને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ. એવું કરવાથી તમારા શત્રુઓનો નાશ થશે.

ધનુ રાશિ : ધનુ રાશિવાળાએ કારતક મહિનાના દિવસે કોઈ મંદિરમાં ચણાની દાળ જરૂર દાન કરવી જોઈએ. એવું કરવાથી તમને જીવનમાં દરેક સુખોની પ્રાપ્તિ થશે.

મકર રાશિ : આ રાશિના લોકોએ કારતક મહિનાની પુનમના દિવસે ધાબળાનું દાન જરૂર કરવું જોઈએ. એવું કરવાથી તમારી નોકરીમાં આવી રહેલી દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થશે.

કુંભ રાશિ : કુંભ રાશિના લોકોએ કારતક મહિનાની પુનમના દિવસે કાળી અડદની દાળ જરૂર દાન કરવી જોઈએ. એવું કરવાથી તમારા બિઝનેસમાં આવી રહેલી દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થશે.

મીન રાશિ : મીન રાશિના લોકોએ કારતક મહિનાની પુનમના દિવસે હળદર અને બેસનની મીઠાઈનું દાન જરૂર કરવું જોઈએ. એવું કરવાથી તમારા જીવનમાં ક્યારેય ધનની અછત નહિ થાય.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.