કર્ણાટકમાં BJP ની સુનામી મા ઉડી ગઈ કોંગ્રેસ, 15 માંથી 12 સીટો પર જીતી ગઈ BJP

0
313

કર્ણાટકની 15 વિધાનસભા સીટો પર થયેલ પેટાચૂંટણીનું રિઝલ્ટ આવી ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ 12 સીટો પર જીત મેળવી છે, જયારે કોંગ્રેસ ફક્ત 2 સીટો પર જીત મેળવી શકી.

કોંગ્રેસે આ પ્રદર્શન પર પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડૂ રાવ અને વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ રાજીનામુ આપી દીધું છે. બંને નેતાઓએ કેસી વેણુગોપાલ સાથે વાત કરી. એ પછી હારની જવાબદારી લેતા પોતાનું રાજીનામુ આપી દીધું. થોડી વારમાં સિદ્ધારમૈયા પ્રેસ કોન્ફરન્સ કરશે.

કર્ણાટકની 15 વિધાનસભા સીટો પર થયેલ પેટાચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું. ભારતીય જાણતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા 12 સીટો પર જીત મેળવી છે. કોંગ્રેસ ફક્ત 2 સીટો પ્રાપ્ત કરવામાં સફળ રહી છે.

તેમજ અન્ય એક સીટ પર અપક્ષ ઉમેદવારને જીત મળી છે. પેટાચૂંટણીની ખાસ વાત એ છે કે, જનતા દળ સેક્યુલરનું ખાતું નથી ખુલ્યું. આ પરિણામ સાથે જ યેદિયુરપ્પા સરકારને વિધાનસભામાં પૂર્વ બહુમતી મળી ગઈ છે.

બીજેપીના અથાની, કાગવાડ, ગોકક, યેલ્લાપુર, હીરેકેરુર, રાનેબેન્નુર, વિજયનગર, ચિક્કાવલ્લાપુર, કેઆરપુરા, યશવંતપુરા, મહાલક્ષ્મી લેઆઉટ અને કૃષ્ણારાજાપેટે સીટ પર જીત મેળવી છે. કોંગ્રેસના ખાતામાં શિવાજીનગર અને હુનાસુરુની સીટ ગઈ. જયારે હોસાકોટેથી અપક્ષ ઉમેદવાર શરથ કુમાર બચચેગૌડાને જીત મળી છે. વધારે સીટો પર અયોગ્ય કરાર કરવામાં આવેલ ધારાસભ્યોને મોટા અંતર સાથે જીત મળી છે.

આ માહિતી લાઈવ ઈન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.