ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના હાથમાં જ કેમ કર્યો હતો દાનેશ્વરી કર્ણનો અંતિમ સંસ્કાર, ક્લિક કરી જાણો.

0
1298

તમે બધાએ મહાભારત વાંચ્યું કે નાટક કે ટીવીમાં જોયું હશે. એમાં ઘણા બધા પાત્રો આવે છે. એમાંથી એક પાત્ર છે કર્ણ. અને કર્ણ મહાભારતનું એક એવું પાત્ર હતું, જેણે દેવ પુત્ર હોવા છતાં પણ સામાજિક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. અને તેને સમાજમાંથી અસ્વીકાર કરવામાં આવ્યા હતા. કર્ણ એક મહાન યોદ્ધા અને દાનેશ્વરી પુરુષ હતા.

તમે જાણો છો કે, કર્ણ કુંતી પુત્ર હતો પણ યુદ્ધ સમયે એણે કુરુક્ષેત્રમાં પોતાના ભાઈઓ (પાંડવો) ને છોડીને કૌરવોનો સાથ આપ્યો હતો. કારણ કે એણે દુર્યોઘનની મિત્રતા નિભાવવાની હતી. પણ કૌરવોનો સાથ આપવા છતાં પણ એવું શું બન્યું હશે? જેને લીધે ભગવાન કૃષ્ણએ કર્ણનો અંતિમ સંસ્કાર કરવો પડ્યો હતો.

તો આવો જાણીએ કે, શા માટે ભગવાન કૃષ્ણએ કર્ણનો અંતિમ સંસ્કાર કર્યો?

મહાભારત અનુસાર કર્ણ કુંતી અને સૂર્યદેવનો પુત્ર હતો. અને કુંતીએ કુવારી હોવા છતાં પણ કર્ણને જન્મ આપ્યો હતો. અને સમાજના ડરથી એમણે એનો ત્યાગ કર્યો હતો. પછી એક સારથીએ કર્ણનો ઉછેર કર્યો હતો, જેને કારણે કર્ણ સારથીપુત્ર કહેવામાં આવતો હતો. કુંવારી માતાએ જન્મ આપ્યો અને રથના સારથીના ઉછેર કર્યો એને લીધે કર્ણને સમાજમાં ન તો સન્માન મળ્યું અને ન પોતાનો અધિકાર મળ્યો.

એટલું જ કર્ણ એક સારથીપુત્ર હોવાને લીધે દ્રૌપદી, જેને કર્ણ પોતાની જીવનસંગીની બનાવવા માંગતો હતો, તેણે કર્ણ સાથે લગ્ન કરવાની ના કહી દીધી હતી. અને આ બધા કારણોથી જ કર્ણ પાંડવો સાથે નફરત કરતો હતો, અને તેણે કુરુક્ષેત્ર યુદ્ધમાં કૌરવોનો સાથ આપ્યો હતો. અને યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ કર્ણના મૃત્યુનું કારણ બન્યા. ભગવાન શ્રી કૃષ્ણએ જ અર્જુનને કર્ણના વધની રીત જણાવી હતી. અને અર્જુને કર્ણનો વધ કર્યો હતો.

એક દાનેશ્વરી પુરુષ હોવાને કારણે ભગવાન શ્રી કૃષ્ણએ કર્ણના અંતિમ સમયમાં તેની પરીક્ષા લીધી, અને કર્ણ પાસે દાન માંગ્યું. ત્યારે કર્ણએ દાનમાં પોતાના સોનાના દાંત તોડીને ભગવાન કૃષ્ણને અર્પણ કરી દીધા.

કર્ણની આ દાનેશ્વરીથી ખુશ થઈને ભગવાન કૃષ્ણએ એને એક વરદાન માંગવાનું કહ્યું હતું.

અને કર્ણએ વરદાનના સ્વરૂપમાં પોતાની સાથે થયેલા અન્યાયને યાદ કરાવતા, ભગવાન કૃષ્ણને પોતાના આગળના જન્મમાં તેની જાતિના લોકોનું કલ્યાણ કરવાનું કહ્યું. બીજા વરદાન સ્વરૂપે કર્ણએ ભગવાન કૃષ્ણનો જન્મ પોતાના રાજ્યમાં થાય એવું માંગ્યું. ત્રીજા વરદાન તરીકે એણે માગ્યું કે, પોતાનો અંતિમ સંસ્કાર એવી જગ્યાએ અને એવી વ્યક્તિ કરે જે પાપ મુક્ત હોય.

અને ભગવાન કૃષ્ણએ એના બધા વરદાન સ્વીકાર કરી લીધા. પણ ત્રીજા વરદાનથી ભગવાન કૃષ્ણ મુશ્કેલીમાં આવી ગયા. તે કર્ણના અંતિમ સંસ્કાર માટે એવી જગ્યા વિચારવા લાગ્યા જ્યાં પાપ ન થયું હોય. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણને એવું કોઈ વ્યક્તિ ધ્યાનમાં ન આવ્યું જે પાપ મુક્ત હોય.

શ્રી કૃષ્ણએ કર્ણને વરદાન આપયું હતું આથી તે બંધાયેલા હતા. આ કારણે એમણે કર્ણનો અંતિમ સંસ્કાર પોતાના હાથમાં જ કર્યો, અને કર્ણને આપેલ વરદાન પુરા કર્યા.

આવી રીતે દાનેશ્વરી કર્ણએ અધર્મનો સાથ આપવા છતાંપણ, ભગવાન કૃષ્ણએ એમનો અંતિમ સંસ્કાર કરીને વીરગતી સાથે એમને વૈકૂઠ ધામ મોકલવા પડ્યા હતા.

આ માહિતી યંગીસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.