કરિશ્મા કપૂરની દીકરી સમાયરા છે ઘણું સુંદર, એના આ ફોટા થયા સોશિયલ મીડિયા પર વાયરલ, જોઈને રહી જશો દંગ.

0
2950

મિત્રો તમે હિન્દી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી કરિશ્મા કપૂરને ઓળખતા જ હશો. તે કરીના કપૂરની મોટી બહેન છે, અને પોતાના જમાનાની પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકી છે. કરિશ્મા ઇન્ડસ્ટ્રીમાં એમના ઉપનામ ‘લોલો’ થી પણ ઓળખાય છે. તેમનો જન્મ 25 જૂન 1974 ના રોજ મુંબઈમાં થયો છે.

કરિશ્માએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 1992 માં આવેલ ફિલ્મ ‘પ્રેમ કૈદી’ થી કરી હતી. અને એમણે બોલીવુડને ઘણી બધી સુપર હીટ ફિલ્મો આપી છે. લગ્ન કર્યા પછી તે ફિલ્મોથી દૂર થઈ ગઈ હતી. જણાવી દઈએ કે એમના છૂટાછેડા પણ ગયા છે.

કરિશ્મા હતી પોતાના જમાનામાં ખુબ પ્રખ્યાત :

જણાવી દઈએ કે કરિશ્માને 90 ના દશકની સૌથી સુંદર અને કુશળ અભિનેત્રી માનવમાં આવે છે. એમણે પોતાના શ્રેષ્ઠ અભિનયના આધારે ઘણા બધા એવોર્ડ પણ જીત્યા છે. જેવું કે આપણે ત્યાં કહેવામાં આવે છે કે, દીકરીમાં ‘માં’ ના ગુણ હોય છે. એવી જ રીતે કરિશ્માએ પોતાની માં ને ફોલો કરતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો હતો અને એક સફળ અભિનેત્રી બની. અને હવે કરિશ્માની દીકરી પણ એવું જ કરવા જઈ રહી છે.

કરિશ્માની દીકરી સમાયરાના ફોટા વાયરલ થઇ રહ્યા છે :

જાણકારી માટે જણાવી દઈએ કે, હવે કરિશ્માની જેમ જ તેમની દીકરી સમાયરા પણ બોલીવુડમાં પગ મુકવાની તૈયારી કરી રહી છે. અને માં ના નક્શેકદમ પર ચાલતા હવે જલ્દી જ કરિશ્માની દીકરી પણ ફિલ્મોમાં દેખાશે. કરિશ્મા કપૂરની દીકરીએ એ વાત સાબિત કરી છે કે, એને કોઈની ઓળખાણની જરૂરત નથી. પોતાના પરિવારના સભ્યોની જેમ તે પણ જન્મથી જ સુપરસ્ટાર છે.

માતા-પિતાની છબી દેખાય :

જાણકારી માટે જણાવી દઈએ કે, સમાયરાના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યા છે. બાળપણથી જ સમાયરા બિલકુલ પોતાની માં કરિશ્મા અને પિતા સંજય જેવી દેખાય છે. તમને જણાવી દઈએ કે, કરિશ્મા અને સંજયના છુંટાછેડાં થઇ ગયા છે.

સમાયરા પણ માં કરિશ્માની જેમ જ સ્ટાઈલિશ છે. અને તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અને તે હંમેશા એમની ફેમીલી પાર્ટીમાં જોવા મળે છે. અને પોતાની માં ની જેમ જ સમાયરાને પણ ફિલ્મોમાં રસ છે. સમાયરાએ એક શોર્ટ ફિલ્મ ‘બી હૈપ્પી’ બનાવી છે, જેનું સ્ક્રીનિંગ 19 માં ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું.

આ ફિલ્મનું નિર્માણ સમાયરાએ બે વર્ષ પહેલા કર્યુ હતું. સમાયરાને ફિલ્મોમાં એક્ટિંગની સાથે-સાથે સિનેમેટોગ્રાફી કરવું પણ પસંદ છે. જયારે કરિશ્માને સમાયરાના ભવિષ્ય વિષે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, ‘સમાયરાએ પોતાનો રસ્તો નક્કી કરી લીધો છે. અને સમાયરા પોતાના હિસાબથી જીવન જીવશે.’

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.