7 વર્ષ પછી પોતાના લગ્નને લઈને બોલી કરીના કપૂર ખાન, કહ્યું : “તે મારાથી 10 વર્ષ મોટો, 2 બાળકોનો પિતા હતો પણ…”

0
2058

બોલીવુડમાં હંમેશાથી ચાલતુ આવે છે કે હિરોઈન કે કલાકાર પોતાની ઉંમરથી અડધી ઉંમર વાળા સાથે પ્રેમ કરી બેસે છે. એમાં ધર્મેન્દ્ર-હેમા માલિની, દિલીપ કુમાર-સાયરા બાનો જેવા ઘણા મોટા કલાકાર પણ રહેલા છે. ગયા વર્ષે પ્રિયંકા ચોપડા પોતાની ઉંમરથી ૧૦ વર્ષ નાના અમેરિકી ગાયક સાથે પ્રેમ કરી બેઠી હતી, અને એમણે લગ્ન પણ કરી લીધા. પરંતુ અમે અહિયાં વાત કરીના કપૂર ખાનની કરવા જઈ રહ્યા છીએ, જેમને હજુ સુધી પોતાના અને સૈફના સંબંધને લઈને કાંઈ નથી કહ્યું. પરંતુ ૭ વર્ષ પછી લગ્ન વિષે બોલી કરીના કપૂર ખાન, આવો જાણીએ આ સમાચારમાં શું વિશેષ છે?

૭ વર્ષ પછી બોલી કરીના કપૂર ખાન :

કરીના કપૂર ખાન પોતાના જીવન વિષે ખુલીને વાત કરવા માટે પ્રસિદ્ધ છે, પછી તે વાતો બોલીવુડની હોય, તેના નજીકના દોસ્તોની હોય કે પછી સૈફ અલી ખાન વિષે હોય. હાલમાં જ કરીના કપૂરે એક ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું કે, કેવી રીતે સૈફ અલી ખાને તેની કારકિર્દીના ખરાબ સમયમાં સાથ અને પ્રેમ આપ્યો.

કરીનાએ જણાવ્યું કે, જયારે હું મારા કામને લઈને ઝઝૂમી રહી હતી ત્યારે તે સમયે સૈફે મને સાથ આપ્યો. મારી અને સૈફની ઉંમરના અંતર ઉપર કરીનાએ કહ્યું, તે મારાથી ૧૦ વર્ષ મોટા હતા અને બે સંતાનોના પિતા હતા પરંતુ મારા માટે માત્ર સૈફ હતા.

તે સાચું છે કે અમારી ઉંમરમાં ઘણું અંતર છે તે ઘણા વધુ સારા માણસ છે, અને તે વાત મને પસંદ આવી. કરીનાએ તે વાતને આગળ વધારતા કહ્યું, અમને લોકોને ડેટ કરતા થોડો સમય જ થયો હતો કે તેણે કહ્યું હું ૨૫ વર્ષનો નથી અને હું તને રોજ રાત્રે છોડવા નથી આવી શકતો. પછી તેણે મારી માં ને કહ્યું કે, હું કરીના સાથે આખું જીવન પસાર કરવા માગું છું. તે વાતને લઈને માં ઘણી રાજી થઇ અને પછી અમે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.

તે દરમિયાન કરીનાએ તૈમુર માટે પણ થોડું કહ્યું. એક માં હોવાની દ્રષ્ટિએ કરીનાએ કહ્યું, ‘મધરહુડના રૂપમાં મને મારો દીકરો તૈમુર મળ્યો’ મધરહુડ મારા માટે સૌથી મોટી વાત છે, અને તૈમુર મારો એક ભાગ છે. હું તેના વગર એક કલાક પણ નથી રહી શકતી. તે હંમેશા મારી સાથે રહે છે અને મને દરરોજ સખત મહેનત કરાવે છે. કરીનાએ પોતાના અને સૈફ વિષે જણાવ્યું, હું તેને પહેલા મળી ચુકી હતી પરંતુ જયારે અમે સાથે ફિલ્મ ટશન કરી રહ્યા હતા તે સમયે ઘણો બધો ફેરફાર આવી ગયો હતો.

કરીના ટશનના શુટિંગના સમયે સૈફ સાથે થોડો સમય પસાર કરતી હતી. મને યાદ છે કે લદ્દાખ અને જેસલમેરમાં શુટિંગ દરમિયાન અમે એકલા બાઈક ઉપર લાંબી મુસાફરી ઉપર જતા હતા, અને અમે બંને ત્યાંની સુંદરતાને એન્જોય કરતા હતા, અને તેમાં અમારે ઘણી વાતો થઇ અને અમારી બોન્ડીંગ બની ગઈ.

આ દિવસોમાં કર્યું સાથે કામ :

કરીના કપૂર ખાને પોતાની કારકિર્દીની શરુઆત અભિષેક બચ્ચન સાથે ફિલ્મ રેફ્યુજી (૨૦૦૧) માં કરી હતી. ફિલ્મ સુપરફ્લોપ હતી ત્યાર પછી કરીનાને કભી ખુશી કભી ગમ, મુઝે કુછ કહના હે, મેં પ્રેમ દીવાની હું, ફીદા, જબ વી મેટ, ચમેલી અને વિરે દી વિડીંગ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઉપરાંત સૈફ સાથે કરીનાએ ટશન, કુરબાન અને એજન્ટ વિનોદ જેવી ફિલ્મોમાં કામ કર્યું. તેમના લગ્ન વર્ષ ૨૦૧૨માં થયા હતા. તેમણે મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા ત્યાર પછી એક પાર્ટી આપી દીધી હતી. તેનો દીકરો તૈમુર વર્ષ ૨૦૧૬ ડીસેમ્બરમાં થયો હતો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.