કરણ પટેલની બર્થ ડે પર દીકરી મેહરે પપ્પાને આપી ખાસ ભેટ, માં અંકિતાએ સોશિયલ મીડિયા પર દેખાડી ઝલક.

0
329

દીકરી મેહરે પપ્પા કરણ પટેલની બર્થ ડે પર આપ્યું તેમને ખાસ ગિફ્ટ, માં એ સોશિયલ મીડિયા પર કર્યું શેયર. ટીવી એક્ટર્સ કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ ઇન્ડસ્ટ્રીના ફેવરેટ કપલ્સમાંથી એક ગણાય છે. તે બંને 3 મે 2015 ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા, અને તેના 4 વર્ષ પછી ડિસેમ્બર મહિનામાં આ કપલના ઘરે એક ક્યૂટ લિટલ ગર્લ ‘મેહર’ એ જન્મ લીધો હતો.

હાલમાં જ કરણે પોતાનો 37 મો જન્મદિવસ ઘણી જ ધૂમધામથી ઉજવ્યો છે. એક્ટરના આ ખાસ દિવસને તેમની પ્રેમાળ પત્ની અંકિતા એ વધારે ખાસ બનાવવામાં કોઈ કસર નથી છોડી. પણ આ બધા વચ્ચે જે વસ્તુ સૌથી વધારે લાઈમલાઈટમાં રહી તે બીજી કોઈ નહિ પણ કરણની લાડકી દીકરી મેહરે પોતાના પપ્પાને આપેલું એક ખાસ ગિફ્ટ હતું, જેની એક ઝલક અંકિતાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેયર કરી છે.

મેહરનું આ સ્પેશિયલ ગિફ્ટ દેખાડ્તા પહેલા તમને જણાવી દઈએ કે, કરણે 23 નવેમ્બર 2020 ના રોજ પોતાની નાની અને પ્રેમાળ ફેમેલી સાથે પોતાનો 37 મો જન્મ દિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર અંકિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પતિ સાથે એક રોમાન્ટિક ફોટો શેયર કર્યો હતો. શેયર કરેલા ફોટામાં કરણે પોતાની પત્ની અંકિતાને પડકી રાખી છે, અને આ દરમિયાન બંનેના ચહેરા પર એક પ્રેમાળ સ્મિત સ્પષ્ટ દેખાઈ શકે છે, સાથે જ ફોટામાં પાછળની તરફ ડેકોરેશન પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અંકિતા બ્લેક આઉટફિટમાં ઘણી ક્યૂટ દેખાઈ રહી છે, અને કરણે બનિયાન પહેરેલી છે.

તેની સાથે જ ફોટાના કેપ્શનમાં અંકિતાએ લખ્યું હતું, ‘જન્મ દિવસની શુભકામના મેહરના પપ્પા. # alwayswantedtosaythis # socliché # happybday’ આ બર્થડે વિશ પર કરણે પણ ઘણા ખાસ અંદાજમાં રીપ્લાય કરતા કમેન્ટ કરી હતી, ‘અલી લો સાંભળે છે, મેહરની મમ્મી, મેં કહ્યું થેંક યુ.’

આવો હવે તમને દેખાડીએ આ કપલની નાનકડી પરીએ પોતાના પિતાને શું ગિફ્ટ આપી છે? હકીકતમાં મેહરે કરણને એક ક્યૂટ બર્થડે કાર્ડ આપ્યું છે. તેની એક ઝલક અંકિતાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેયર કરી છે. આ સ્ટોરીમાં એક કાર્ડ જોઈ શકાય છે, જેના પર લખેલું છે ‘હેપ્પી બર્થડે પપ્પા તમારો પહેલો જન્મદિવસ મારી સાથે’. આ ફોટામાં મેહરનો હાથ પણ દેખાઈ રહ્યો છે. અંકિતાની આ સ્ટોરીને કરણે પણ પોતાના એકાઉન્ટ પર શેયર કરી છે, અને ફોટા પર ‘રબ દી મેહર’ લખ્યું છે.

દીકરી સાથે ઉજવે છે દરેક તહેવાર : કરણ અને અંકિતા પોતાની દીકરીને ઘણો પ્રેમ કરે છે અને ક્રિસમસથી લઈને રક્ષાબંધન સુધી દરેક તહેવાર મેહર સાથે જ ઉજવે છે. આ દરમિયાન 12 ઓગસ્ટ 2020 ના રોજ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે અંકિતાએ મેહરને ‘બાલ ગોપાલ’ નો ડ્રેસ પહેરાવી તૈયાર કરી હતી, જેમાં કરણે પણ તેમની સંપૂણ મદદ કરી હતી. એક્ટ્રેસે તેની સાથે જોડાયેલા બે ખાસ ફોટા પણ શેયર કર્યા હતા, જેમાં તમે આ માતા-પિતાને પોતાની પરીને તૈયાર કરતા જોઈ શકો છો. ફોટાની સાથે કેપ્શનમાં અંકિતાએ લખ્યું હતું, ‘કારણ કે હવે દરેક તહેવાર એક્સ્ટ્રા સ્પેશિયલ છે.’

એકવાર સ્પોટબોય સાથે વાતચીત દરમિયાન અંકિતાએ જણાવ્યું હતું કે, કરણ પોતાની નાનકડી દીકરી માટે પહેલી વસ્તુ કઈ લાવ્યા હતા. અંકિતાએ કહ્યું હતું, ‘જોકે અમને ખબર ન હતી કે દીકરો થશે કે દીકરી, એટલા માટે અમે પહેલાથી કોઈ પણ શોપિંગ કરી ન હતી. જે દિવસે મેહરનો જન્મ થયો હતો, ત્યારે અમે તેને અમારા ભત્રીજાના કપડાં પહેરાવ્યા હતા. પણ તે બધા છોકરાના કપડાં હતા અને જેવી જ અમને ખબર પડી કે છોકરી થઈ છે, ત્યારબાદ કરણ એક દુકાન પર ગયા અને તેના માટે બેબી પિંક કલરનો બોડી સૂટ, અંડરવિયર અને પટ્ટીઓ લઈને આવ્યા હતા.’

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન પણ કરણે પોતાની નાનકડી બાળકી વિષે વાત કરી હતી અને પોતાની પત્નીની મદદ કરવાનો અને મેહરના ડાયપર બદલવાનો અનુભવ શેયર કર્યો હતો. કરણે જણાવ્યું હતું કે, હું તેને સ્વેડલ કરતા શીખ્યો છું. સ્વેડલનો અર્થ થાય છે બાળકને એક મલમલના કપડાંથી લપેટવું. હાં, જયારે અંકિતા કોઈ કામમાં વ્યસ્ત હોય છે ત્યારે હું મેહરનું ડાયપર પણ બદલું છું. તેની સાથે જ હું દુનિયાની દરેક માતાઓને દિલથી સલામી આપું છું.

હાલમાં અંકિતા અને કરણ પોતાની દિકરી મેહર સાથે એક ખુશહાલ જીવન જીવી રહ્યા છે. તો તમને મેહરનું આ ક્યૂટ ગિફ્ટ કેવું લાગ્યું? અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, સાથે જ કોઈ સલાહ હોય તો જરૂર જણાવજો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.