આ અભિનેત્રી ‘કરન અર્જુન’ ફિલ્મમાં હતી શાહરુખ અને સલમાનની માં, પણ આજે એમની હાલત જોઈને તમે રહી જશો દંગ

0
6820

બોલીવુડ સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. બોલીવુડમાં દર વર્ષે શું દર મહિને ફિલ્મો બનતી રહે છે. અને અઠવાડિયે અઠવાડિયે રીલીઝ થતી રહે છે. પરંતુ એવી અમુક જ ફિલ્મો હોય છે જેની વાર્તા અને ગીત હંમેશ માટે યાદગાર બની જાય છે. કેટલીક ફિલ્મો તો એવી હોય છે જેમના પાત્રોનાં ડાયલોગ્સના કારણે એમની ઓળખાણ બની જાય છે, અને લોકો તેમને ક્યારેય ભૂલી નથી શકતા.

આજે અમે એવી જ એક ફિલ્મના વિષે વાત કરવાના છીએ. જે ફિલ્મનો પ્રસિદ્ધ ડાયલોગ હતો ‘મેરે કરન અર્જુન આયેંગે’, હવે ડાયલોગ વાંચીને તમે સમજી ગયા હશો અમે કઈ ફિલ્મની વાત કરી રહ્યા છીએ. હા, આજે અમે ફિલ્મ કરન અર્જુન જે વર્ષ 1995 માં રિલીઝ થઇ હતી એની જ વાત કરી રહ્યા છીએ. આ ફિલ્મનું નિર્દેશન રાકેશ રોશને કર્યુ હતું.

આ ફિલ્મ એ જમાનામાં 6 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી, અને આ ફિલ્મની કમાણી 50 કરોડ કરતા પણ વધારે થઇ હતી. તમને જણાવી દઈએ કે તે સમયે કરન અર્જુન વર્ષની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ હતી. આ ફિલ્મમાં એવી અભિનેત્રી હતી જેને ક્યારેય ભૂલી ના શકાય.

અને ક્યારેય ભૂલી ન શકાય એવી અભિનેત્રીનું નામ છે રાખી. અને રાખીએ આ ફિલ્મમાં સલમાન અને શાહરુખની માં નું પાત્ર ભજવ્યું હતું. રાખી એ કલાકાર હતી જેના કારણે જ આપણને આ ડાયલોગ યાદ રહી ગયો છે “મેરે કરન અર્જુન આયેંગે.” આજે પણ લોકોના મોં પર આ ડાયલોગ રહેલો છે. તમને જણાવી દઈએ ત્યારની રાખી અને હાલની રાખીમાં ખુબ પરિવર્તન આવી ગયું છે. હવે તો રાખીને ઓળખવી મુશ્કેલ થઇ ગઈ છે.

એમના જમાનામાં તો એમની સુંદરતા અને એક્ટિંગના લોકો દીવાના હતા. ત્યાં આજે તેમની એવી હાલત થઇ ગઈ છે કે ચહેરા પર ઉદાસી સ્પષ્ટ જોઈ શકો છો. અને એમના નાના નાના વાળ પણ જાણે કોઈ બીમારીનો સંકેત આપે છે. તેમની આવી હાલત છે તે વાતની પુષ્ટિ અમે નહિ કરીએ, અમે તો ફક્ત એમનો ફોટો દેખાડીને તમારી સાથે શેર કરી શકીએ છીએ.

કદાચ જ તમને ખબર હશે કે રાખીજીનું આખું નામ રાખી મજુમદાર છે. તેમણે પોતાની 20 વર્ષની ઉમરમાં જ બંગાળી ફિલ્મ ‘વધુ બરન’ થી પોતાનાં ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી, અને તેના પછી તેમણે આશરે 200 ફિલ્મોમાં કામ કર્યુ છે. રાખીની પહેલી બોલીવુડ ફિલ્મ જીવન મૃત્યુ હતી અને આ ફિલ્મમાં તેમને ધર્મેન્દ્રની સાથે કામ કર્યુ હતું.

ઉત્તમ અભિનય કરનારી રાખીને ઘણા ફિલ્મી પુરુસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવી ચુકી છે. તેમણે છેલ્લી વાર વર્ષ 2009 માં બોલીવુડ ફિલ્મ ક્લાસમેટ્સમાં કામ કર્યું હતું. તેના પછી તેમણે કોઈપણ બોલીવુડ ફિલ્મમાં કામ નથી કર્યુ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ.

ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.