કારગીલનો આ વીરપુરુષ, જે મર્યા પછી જીવતો થઇ ગયો હતો, જાણો પુનર્જન્મથી લઈને વર્ડ રેકોર્ડ સુધીની ગાથા.

0
1269

કારગીલ યુદ્ધના ૨૦ વર્ષ પસાર થઇ ગયા છે. તે અંગે તમને એક એવા વીર પુરુષની વાત જણાવવા જઈ રહ્યા છીએ, જે મર્યા પછી જીવતા થઇ ગયા હતા અને આજે એક ઉદાહરણ બની ગયા છે. જાણો ખરેખર કેવી રીતે થયો વીર પુરુષનો પુનર્જન્મ.

આ વીર પુરુષનું નામ છે મેજર ડી.પી.સિંહ. તેને પહેલા ઇન્ડિયન બ્લેન્ડ મેરાથન રનરના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે પહેલા મૃત્યુને પાછું ઠેલ્યું અને આજે તે લાખો લોકો માટે પ્રેરણા રૂપ છે. પરંતુ તેમના પુનર્જન્મની આ વાત જાણવા જેવી છે. ડી.પી.સિંહ દર વર્ષે ૧૫ જુલાઈના રોજ પોતાનો પુનર્જન્મ દિવસ મનાવે છે. હાલમાં તે ૪૫ વર્ષના થઇ ગયા છે, પરંતુ જીવનના ૧૯ વર્ષ થોડા દિવસો પહેલા જ પુરા કર્યા છે.

કારગીના યુદ્ધમાં ડી.પી.સિંહ ખરાબ રીતે ઘાયલ થઇ ગયા હતા. તેમનો એક પગ કપાઈ ગયો હતો. ઈલાજ દરમિયાન તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ એ જીવતા થઇ ગયા. પોતે ડી.પી.સિંહ જણાવે છે કે ૧૯૯૯ની વાત છે આ કારગીલ યુદ્ધ ચાલી રહ્યું હતું. એક બોમ ધડાકો થયો. આઠ કી.મી. સુધી મારા સાથીઓ મરી ગયા એમના શબ મારી આંખો સામે હતા. હું દોઢ કી.મી. દુર હતો. લોહીમાં લથપથ હતો હું. એક પગ તો ત્યાં ગુમાવી ચુક્યો હતો હું. શરીર ઉપર ૪૦ ઊંડા ઘા હતા.

તેમણે જણાવ્યું કે મારા સાથી પોતાનો જીવ જોખમમાં મુકીને મને ત્યાંથી લઇ ગયા. વચ્ચે પાકિસ્તાન ઓક્યુપાઈદ નદી આવી. એક સાથીને સારી રીતે તરતા પણ આવડતું ન હતું. છતાંપણ તેમણે મને હોસ્પિટલ પહોચાડ્યો. કોઈપણ ક્ષણે તેને ગોળી લાગી શકતી હતી, તેમણે મને એમ જ ન છોડ્યો.

ડોક્ટરે તો મને મૃત જાહેર કરી દીધો હતો. ડી.પી.સિંહ જણાવે છે કે મારા નસીબમાં જીવવાનું લખાયું હતું. તે દિવસે એક સીનીયર ડોક્ટર હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા અને તેમના પ્રયાસોથી મારા શરીરમાં જીવ પાછો આવ્યો. ત્યારથી નવું જીવન શરુ થયું. ત્યારથી દરેક ૧૫ જુલાઈના રોજ હું મારું મૃત્યુ અને જન્મ દિવસ મનાવું છું.

મેજર કહે છે કે મેં આ નવા જીવનની શરુઆત એક બાળકની જેમ જ કરી હતી, પરંતુ સફર મુશ્કેલ હતો. કેમ કે કોઈ હાથ પકડીને ચલાવનારું ન હતું. પણ હું જાતે જ મારી ઇજામાંથી બહાર આવ્યો, પરંતુ ૨૦૦૯માં કૃત્રિમ પગના સહારે ચાલતા શીખ્યો. જણાવી આપીએ કે ત્યાર પછી મેજર કૃત્રિમ પગને સહારે મેરેથોન દોડવાનું શરુ કર્યું. ૨૧ કી.મી. હાફ મેરાથન દોડીને રેકોર્ડ બનાવ્યો અને દેશમાં તેના પહેલા કોઈએ આવું કર્યું ન હતું. તે ત્રણ મેરાથોનમાં ભાગ પણ લઇ ચુક્યા છે.

મેજર સિંહ બે વખત લિમ્કા બુક ઓફ વર્ડ રેકોર્ડસમાં નામ નોંધાવી ચુક્યા છે. સેનાએ કૃત્રિમ પગ અપાવ્યો. જેને આપણે ‘બ્લેન્ડ પ્રોસ્થેસીસ’ કહીએ છીએ. આ કૃત્રિમ પગ ભારતમાં બનતો ન હતો અને પશ્ચિમી દેશોમાંથી મંગાવવો પડે છે. મેજર સિંહ એક સંસ્થા ચલાવી રહ્યા છે. ‘દી ચેલેન્જીગ વંસ’. વર્ષ ૨૦૧૧માં પોતાની જેવા અમુક લોકો સાથે મળીને મેજર ડી.પી.સિંહે ‘દ ચેલેન્જીંગ વંસ’ નામનું ગ્રુપ બનાવ્યું. હાલમાં આ ગ્રુપમાં લગભગ ૮૦૦ લોકો જોડાયેલા છે. જેમાં ૯૦ સભ્યો દોડ, સ્વીમીંગ, રાઇડ્સ અને પેરા ઓલમ્પિક વગેરેમાં ભાગ લઇ રહ્યા છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.