કપૂરને હાથમાં રાખીને કરો આ મંત્રનો જાપ, ગંભીરમાં ગંભીર રોગ કરશે દુર, જાણો શું છે ખાસ?

0
4106

સામાન્ય રીતે કપૂરનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે. શું તમે જાણો છો? કે કપૂરનો ઉપયોગ સારા આરોગ્ય માટે પણ થાય છે. તો જણાવી દઈએ કે, આરોગ્યની દ્રષ્ટિ એ પણ કપૂર ઘણું ફાયદાકારક હોય છે. કપૂરનો ઉપયોગ ઘણા પ્રકારની બીમારીઓ દુર કરવા માટે કરવામાં આવે છે. તેમજ કપૂર ત્વચા અને માંસપેશીઓ અને ઉત્તકોમાં સોજો ઓછો કરે છે. જુના સાંધાના દુ:ખાવા માંથી છુટકારો અપાવવા માટે કપૂર ઘણું ઉપયોગી ઔષધી છે.

અને કપૂરનું તેલ પણ ઘણું ફાયદાકારક હોય છે. તેમજ કપૂરનો ઉપયોગ ઘણી દવાઓમાં પણ કરવામાં આવે છે. ક્પુર માંથી ઘણા પ્રકારના મલમ પણ બનાવવામાં આવે છે. તો આવો આજે અમે તમને કપૂરથી થતા બીજા ફાયદા વિષે પણ જણાવીએ.

મિત્રો ક્યારેક ક્યારેક એવું બને છે કે, આપણે ઉપચાર કરાવીને થાકી જઈએ પણ બીમારી દુર થતી નથી. એવા સમયે કાંઈક તુટકો કરી દેવામાં આવે તો એ બીમારી દુર થઇ જાય છે. આવી રીતે ઘરના વાસુદોષને દુર કરવામાં પણ થોડા તુટકા છે. જેના ઉપયોગથી દુઃખનું નિવારણ થાય છે એન સુખ સમૃદ્ધી અને શાંતિ પ્રાપ્ત થાય છે. પંડિત તૃપ્તિ નારાયણ ઝા શાસ્ત્રી દ્વારા રચિત ‘તુટકા વિજ્ઞાન’ના આધારે થોડા મહત્વના ઉપયોગી ઉપાય વર્ણવીએ છીએ.

કપૂરના અસરકારક તુટકા :

તુટકા વિજ્ઞાનમાં જણાવ્યા અનુસાર, ઘરના મુખ્ય દરવાજા પાસે તુલસી કે કેળાનું ઝાડ વાવવાથી તરત પ્રગતી થાય છે, અને ઘરમાં કંકાશ નથી થતા. આને ઘરના મુખ્ય દરવાજાની ડાબી તરફ વાવવું જોઈએ.

તેમજ મકાનના મુખ્ય દરવાજા ઉપર લાલ રંગની રીબીન બાંધી દેવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે, અને ધનમાં વૃદ્ધી થાય છે.

તુટકા વિજ્ઞાન અનુસાર, ડાબા હાથની હથેળીમાં કપૂર મુકીને ‘ઓમ નમઃ શિવાય’ નો ૧૦૮ વખત જાપ કરીને કપૂરને પાણીમાં નાખીને પી લેવાથી ગંભીરમાં ગંભીર રોગ દુર થઇ જાય છે. મંત્ર જાપ કરતી વખતે ધ્યાન કપૂર ઉપર જ ટકી રહેવું જોઈએ.

એમાં માથાના દુઃખાવા માટે પણ એક ટોટકો છે. એના માટે તમે સવારે બોલ્યા વગર અને પાછળ જોયા વગર ગોળ લઈને રસ્તા ઉપર જાવ, અને કોઈ ચાર રસ્તા ઉપર જઈને તે ગોળને મોઢાથી તોડીને બન્ને તરફ (આગળ-પાછળ) ફેંકીને પાછા ઘરે આવીને એક ગ્લાસ તાજુ પાણી પી લો. આમ કરવાથી માથાનો દુ:ખાવો દુર થાય છે.

તેમજ કમર કે કરોડરજ્જુના હાડકામાં દુ:ખાવો થવા ઉપર, બ્લેક બોર્ડ ઉપર લખવામાં આવતા સફેદ ચોકનો ટુકડો તમારા પલંગ કે પથારીની નીચે માથા તરફ રાખીને સુવાથી દુ:ખાવા માંથી છુટકારો મળી જાય છે.

અશોકના પાંદડા અથવા આંબો, પીપર(કાળા મરી ઉગે એ ઝાડ) અને કણેરના પાંદડાને એક દોરા સાથે બાંધીને તેનું તોરણ બનાવીને મકાનના મુખ્ય દરવાજા ઉપર લટકાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધી સાથે સાથે ઘન વુદ્ધી અને મનને શાંતિ મળે છે.

જો તમારું બાળક રાત્રે સુતી વખતે ગભરામણનો અનુભવ કરે છે, તો તેને સફેદ ચાદર ઉપર સુવરાવી દેવો જોઈએ.

અને જો તમારું બાળક રાત્રે ચોંકીને ઉઠી જાય છે, તો તેને તુલસીના મૂળની માળા (તુલસી માળા) પહેરાવી દેવી જોઈએ.

તેમજ જો તમારું બાળક ઘણું જ તોફાની છે. તો તેને ભીના કપડા ન પહેરાવવા.

ભયાનક સપના આવે છે તો પથારીની નીચે (પલંગની નીચે માથા તરફ) તાંબાના લોટમાં ગંગા જળ ભરીને રાખો.

તુટકા વિજ્ઞાનમાં જણાવ્યા અનુસાર, સફેદ આંકડાના મુળની માળા બનાવીને બાળકને ગળામાં પહેરાવી દેવાથી કોઈ પ્રકારની નજર નથી લગતી.

આર્થિક તંગીને કારણે જો ગરીબીમાં નવું કાર્ય નથી થઇ રહ્યું તો શુક્લ પક્ષના હસ્ત નક્ષત્રને દિવસે દાડમના છોડને બ્રહ્મસ્થળના ભાગ સિવાયના કોઈપણ ભાગ ઉપર લગાવી દેવાથી આર્થિક તંગી દુર થઈને નવા કાર્યની શરૂઆત તરત થઇ જાય છે.

લોબાન લાલાજુના છોડના મૂળને કાળા દોરથી શરીર પર બાંધી દેવાથી ખાંસી માંથી છુટકારો મળે છે અને સહ્દેવીના મૂળના સાત ટુકડા કરીને લાલ દોરામાં માલા જેમ પરોવીને કમરમાં બાંધવાથી અતિસાર શાંત થાય છે.

કપૂરના ૮ સ્વાસ્થ્યને લગતા ફાયદા :

૧. જણાવી દઈએ કે, ગઠીયાના દર્દીઓ માટે પણ કપૂર ઘણું ફાયદાકારક છે. અને ગઠીયા રોગ થવા ઉપર કપૂરના તેલથી માલીશ કરવાથી એમાં આરામ મળે છે.

૨. જો તમને ઘણી વધારે ખંજવાળ આવતી હોય તો એના ઉપર કપૂરનો ઉપયોગ કરો. ખંજવાળ વાળી ચામડી ઉપર કપૂર લગાવવાથી ખંજવાળ આવવી બંધ થઇ જાય છે.

૩. તેમજ પેટનો દુ:ખાવો અને બેચેની માટે પણ કપૂર ઘણું ફાયદાકારક છે. પેટનો દુ:ખાવો થાય તો કપૂર અને અજમો અને પીપરમેંટને સરબતમાં ભેળવીને પીવાથી પેટનો દુ:ખાવો દુર થાય છે.

૪. કપૂર, અજમો અને પીપરમેંટને સરખા ભાગે લો, તેને એક બોટલમાં નાખીને ભેળવી લો અને તે બોટલને તડકામાં રાખી દો. વચ્ચે વચ્ચે આ ઘોળને હલાવતા રહો. તેના ચારથી આઠ ટીપા પતાશામાં કે ખાંડ કે પછી સરબતમાં ભેળવીને દસ્તના રોગીને આપો. તેનાથી દસ્તમાં આરામ મળે છે.

૫. જો તમે દાઝી ગયા હોવ તો એના પર કપૂર કે કપૂરનું તેલ લગાવો. દાઝવા ઉપર કપૂર લગાવવાથી બળતરા દુર થાય છે અને રાહત મળે છે.

૬. જાણકારી માટે જણાવી દઈએ કે, ત્વચા માટે કપૂર ઘણું ફાયદાકારક છે. કપૂર કોશિકાઓને મજબુત બનાવે છે. તેનાથી ત્વચામાં નિખાર આવે છે.

૭. જો માંસપેશીઓમાં દુ:ખાવો થતો હોય તો એને કપૂરથી દુર કરી શકાય છે. માંસપેશીઓ અને સાંધાનો દુ:ખાવો થવા પર કપૂરના તેલથી માલીશ કરો. એનાથી આરામ મળશે અને દુ:ખાવો દુર થઇ જશે.

૮. કપૂર ઘણું સુગંધિત હોય છે. તેની સુગંધ અને રાસાયણિક ભિન્નતા જે-તે દેશમાં ઉત્પન થતા કપૂર ઉપર આધાર રાખે છે. કપૂરના ધુમાડાથી આજુબાજુનું વાતાવરણ સારું રહે છે. અને એ કારણ છે કે હિંદુ ધર્મમાં પૂજા સમયે કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. જે આ વેજ્ઞાનિક તર્કના આધારે સૌનું કલ્યાણ થઇ શકે અને નીરોગી રહે.