બોલીવુડના કપૂર પરિવારની આ 5 સુંદર છોકરીઓ હજુ સુધી કુંવારી છે, સોનમ પછી હવે આમનો નંબર આવશે.

0
1415

મિત્રો એ વાત તો તમે બધા જાણો જ છો કે, કપૂર પરિવાર બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત એક મોટો પરિવાર છે. અને આ કપૂર પરિવાર માંથી જ આપણને ઘણા બધા સુપરસ્ટાર મળ્યા છે. પછી તે અનિલ કપૂર હોય, સંજય કપૂર હોય કે બોની કપૂર હોય. આ બધા પોત-પોતામાં મોટા નામ છે.

અને આ કપૂર પરિવારના એક સભ્ય એવા બોની કપૂરની પત્ની શ્રીદેવીનું નિધન ૨૦૧૮ માં થયું હતું. એમને બોલીવુડની પહેલી લેડી સુપરસ્ટારનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આમ તો કપૂર પરિવારની બધી છોકરીઓ ખુબ સુંદર છે. અને અમુક લગ્ન કરવાંને લાયક થઈ ગઈ છે.

વર્ષ ૨૦૧૮ માં સોનમ કપૂરના લગ્ન આનંદ આહુજા જોડે થયા છે. પરંતુ સોનમ પછી પણ કપૂર પરિવારમાં હજુ ઘણી છોકરીઓ રહેલી છે, જેમના લગ્ન બાકી છે. એટલા માટે આજે અમે તમને કપૂર પરિવારની 5 એવી છોકરીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના હજુ સુધી લગ્ન થયા નથી.

રિયા કપૂર :

મિત્રો આ યાદીમાં સૌથી પહેલું નામ જો કોઈનું આવે, તો એ સોનમ કપૂરની નાની બહેન રિયા કપૂરનું જ આવે. જણાવી દઈએ કે રિયા કપૂર સોનામથી ઉંમરમાં માત્ર 2 વર્ષ નાની છે. તે ફિલ્મ પ્રોડ્યુસર છે. અને એમની પોતાની એક ફેશન લાઈન છે જેનું નામ રીસન છે.

અંશુલા કપૂર :

આ યાદીમાં આગળ આવે છે બોની કપૂરની પહેલી પત્નીની દીકરી અંશુલા કપૂર. બોની કપૂરના પહેલા લગ્ન મોના કપૂર જોડે થયા હતા. અને એમના બે સંતાન અર્જુન કપૂર અને અંશુલા કપૂર છે. અંશુલા અર્જુનની નાની બહેન છે. જયારે બોનીએ શ્રીદેવી જોડે લગ્ન કર્યા હતા ત્યારે અંશુલા ફક્ત 5 વર્ષની હતી. અંશુલાના જીવનમાં હમણાં કોઈ નથી, અને તે હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના ભાઈની સાથે ફોટોઝ શેયર કરતી રહે છે.

જાન્હવી કપૂર :

આગળ આવે છે બોની કપૂર અને શ્રી દેવીની દીકરી જાન્હવી કપૂર. તે કપૂર પરિવારની છોકરીઓ જેમના લગ્ન બાકી છે એમાં ત્રીજા નંબર પર આવે છે. જાન્હવીએ બોલીવુડમાં એન્ટ્રી લઈ લીધી છે, અને એની પહેલી ફિલ્મ ધડક ઘણી સારી ફિલ્મ રહી છે.

શાન્યા કપૂર :

મિત્રો, આ નામ લગભગ તમારા માટે નવું હોય શકે. તો જણાવી દઈએ કે, શાન્યા અનિલ કપૂર અને બોની કપૂરના નાના ભાઈ એટલે કે સંજય કપૂરની દીકરી છે. જોકે એના ફોટો હમણાં ખુબ વાયરલ થઇ રહ્યા છે. શાન્યાનો જન્મ 1999 માં થયો છે, અને તે પણ થોડા સમય પછી બોલીવુડમાં એન્ટ્રી મારવાની છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અને તે શાહરુખ ખાનની છોકરી સાથે વધારે જોવા મળે છે.

ખુશી કપૂર :

ખુશી કપૂર બોની કપૂર અને શ્રીદેવીની નાની છોકરી છે. તે જાન્હવી કપૂર કરતા નાની છે. ખુશી હંમેશા પોતાના ગ્લેમરસ ફોટોશૂટના કારણે હેડલાઈનમાં રહે છે. હમણાં તેનો ફિલ્મોમાં આવવાનો કોઈ પ્લાન નથી. જણાવી દઈએ કે, ખુશી કપૂર પરિવારમાં સૌથી નાની છે. ખુશીનો જન્મ વર્ષ 2000 માં થયો હતો. એટલા માટે આનો નંબર સૌથી છેલ્લે આવે છે.