કંગના રનૌતે કરણ જોહરને જણાવ્યો : ‘મુવી માફિયા કિંગ’, પીએમ મોદી પાસે લગાવી મદદની પુકાર

0
880

કંગના રનૌતે કરણ જોહરને લઈને એક ટ્વીટ કરી, જેમાં તેમણે પોતાને કરણથી ખતરો છે તેવી વાત જણાવી

‘પંગા’ એક્ટ્રેસ કંગના રનૌત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પોતાની વાતને કોઈ પણ જાતના ડર વગર બીજા સામે કઈ રીતે રાખવી તે વાત તેમને ઘણી સારી રીતે ખબર છે. કંગના સુશાંત સિંહ રાજપૂતના નિધન પછીથી જ સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરતી દેખાઈ રહી છે. સુશાંતના નિધન પછી નેપોટિઝ્મને લઈને તે બોલીવુડના ઘણા લોકો પર નિશાનો સાધી રહી છે.

અત્યાર સુધી ઘણા લોકો તેમના નિશાન પર આવી ચુક્યા છે. તેમજ કંગના અને ફિલ્મ મેકર કરણ જોહર વચ્ચેનું વાક યુદ્ધ જગ જાહેર છે. બંને વચ્ચેની જંગ છેલ્લા ઘણા વર્ષોથી હેડલાઈનમાં છે. બંને એક-બીજા પર વ્યંગ કરવાનો કોઈ અવસર હાથમાંથી જવા નથી દેતા. આ દરમિયાન કંગનાએ કરણ જોહરને લઈને ટ્વીટ કરી છે, જે ઘણી ચકિત કરવાવાળી છે.

કંગના રનૌતે હાલમાં જ એક ટ્વીટ કરીને કરણ જોહર પર નિશાનો સાધ્યો. કંગના છેલ્લા ઘણા વર્ષોથી કરણ જોહરને નેપોટિઝમના બાદશાહ અને બોલીવુડમાં ‘મૂવી માફિયા કિંગ’ ના નામથી ટારગેટ કરી રહી છે. આ દરમિયાન કંગનાએ એકવાર ફરી ન ફક્ત તેમના પર નિશાનો સાધ્યો, પણ તેમણે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને ટેગ કરીને મદદની માંગણી કરી છે. સાથે જ ટ્વીટ કરીને તેમના વિરુદ્ધ એક્શન લેવાની વાત પણ કહી છે.

કંગના રનૌતે લખ્યું, ‘મૂવી માફિયાના મુખ્ય અપરાધી કરણ જોહર છે. જે મૂવી માફિયા માટે જવાબદાર છે. પીએમ મોદીજી, તે ઘણા લોકોના જીવન અને કરિયરને બરબાદ કરી ચુક્યા છે, છતાં પણ તે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. અત્યાર સુધી તેમના વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી. શું અમારા માટે કોઈ આશા છે? જયારે બધું ઠીક થઇ જશે ત્યારે તે પોતાની જરખની ફોજ સાથે મારી પાછળ આવશે. #ReportForSSR…’

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.