CAA : બીકણ અને ડરપોક લોકોથી ભરાયેલું છે બોલીવુડ, કંગનાએ સેલિબ્રિટીના મૌન પર કર્યો હમલો અને કીધું…

0
2268

બોલીવુડમાં પોતાના નિવેદનો માટે ઓળખાતી એક્ટ્રેસ કંગના રનૌત એકવાર ફરી પોતાના બોલવાને કારણે ચર્ચામાં છે. પહેલા થલાઇવી એક્ટ્રેસે નાગરિકતા સંશોધન બિલને લઈને પોતાની સલાહ આપી, અને હવે તેમણે એક કાનૂન પર બોલીવુડ સેલેબ્સના મૌન રહેવા પર નિશાનો સાધ્યો છે.

બોલીવુડની કવીને કહ્યું, ‘એક્ટર્સને પોતાના પર શરમ આવવી જોઈએ…મને એ વાત પર કોઈ શંકા નથી કે બોલીવુડ ડરપોક અને બીકણ લોકોથી ભરાયેલું છે, જે ફક્ત એક જ કામ કરે છે. દિવસમાં 20 વાર અરીસો જુએ છે અને જયારે તેમને કાંઈ પૂછવામાં આવે છે, તો કહે છે અમારી પાસે વીજળી છે અને અમારી પાસે જરૂરિયાતની બધી વસ્તુઓ રહેલી છે. અમે વિશેષ અધિકાર વાળા છીએ, તો પછી ભલું અમારે દેશ વિષે ચિંતા કરવાની શું જરૂર છે?’

કંગના દરેક બાબતે બોલવામાં અચકાતી નથી ભલે તે રાજનૈતિક મુદ્દો હોય કે પછી બોલીવુડમાં નેપોટિઝ્મની વાત હોય. તે પોતાની વાત જરૂર કહે છે. પણ આ દિવસોમાં તે ગુસ્સામાં છે, કે છેવટે બોલીવુડ સેલેબ્સ CAA ને લઈને કેમ મૌન રહ્યા છે. કંગના જ નહિ એમની બહેન રંગોલી પણ પોતાના નિવેદનો માટે ચર્ચામાં રહે છે. હાલમાં નાગરિકતા સંશોધન એક્ટનું સમર્થન કરતા રંગોલી ચંદેલે પણ ટ્વીટ કર્યું હતું.

કૈબના વિરોધમાં મુસલમાનોના પ્રદર્શન પર રંગોલીએ ટ્વીટ કરતા લખ્યું કે, ભારતમાં રહેતા પણ આપણે એ કયારેય નહીં જાણી શક્યા કે મોટા શહેરોની વચ્ચે ઘણા નાના વિસ્તારોમાં મીની પાકિસ્તાન વસે છે, તે પોતાને ઉજાગર કરી રહ્યાં છે અને આજ સફાઈ અભિયાનની જરૂર છે. ભારતમાં ફક્ત ભારતીય રહેશે હિંદુ, મુસલમાન અથવા પાકિસ્તાની નહતી. પસંદગી તમે કરો.

રંગોલીએ પોતાની પોસ્ટ દ્વારા મહેશ ભટ્ટને લઈને પણ કમેંટ કરી છે. રંગોલીએ મહેશ ભટ્ટનો પોતાની દીકરી પૂજા ભટ્ટને કિસ કરવાવાળો ફોટો શેયર કરતા લખ્યું હતું કે, ભટ્ટ સાહેબ પુસ્તકો વાંચવાથી આપણે ફક્ત મોટી વાતો શીખી શકીએ છીએ, મોટા બની નથી શકતા, સાહેબ યુવાન છોકરીને જાંઘ પર બેસાડી આવી રીતે કિસ કરતો ફોટો પડાવો છો, માણસ પોતાના કર્મોથી મોટો બને છે, શું કર્યું છે તમે દેશ માટે? આ બધું નકલી ઉદારપણું હવે નહિ ચાલે.

વાત જો કંગનાના વર્ક ફ્રન્ટને લઈને કરીએ તો તે આ દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ થલાઈવીના પ્રમોશનમાં વ્યસ્ત છે. જયલલિતા પર આધારિત આ ફિલ્મ 20 ફેબ્રુઆરી 2020 ના રોજ તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે. ફિલ્મનું નિર્દેશન એ એલ વિજયે કર્યું છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.