કાળા પાણીની સજા વિષે તો તમે સાભળ્યું જ હશે? તો આજે જાણી લો કે શું છે? કાળા પાણીની સજા. સાચા ભારતીય જરૂર જુઓ.

0
1448

મિત્રો આપણા દેશનો ઈતિહાસ ઘણો રસપ્રદ છે. અને જયારે પણ આપણે આપણા દેશના સ્વંત્રતા સેનાનીઓને યાદ કરીએ છીએ, તો આપણને તે “કાળા પાણીની સજા” આ શબ્દો પણ યાદ આવી જાય છે. અને તે અંગ્રેજોનું જંગલીપણું દેખાડવા માટે પુરતું છે. જણાવી દઈએ કે, એ સમયે કાળા પાણી એક એવી સજા હતી, કે જેનો વિચાર કરતા જ તે સમયના લોકોની આત્મા ધ્રુજી ઉઠતી હતી.

પણ હમણાંના સમયમાં આપણા દેશમાં કાળા પાણીનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. તો પણ લોકોમાં આના વિષે જાણવાનો ઉત્સાહ બની રહે છે. તો ચાલો જાણી લઈએ કાળા પાણીની સજા વિષે, અને યાદ કરીએ આપણા વીર શહીદોને.

જો તમે ઈતિહાસ ધ્યાનથી વાંચ્યો હોય તો તમને જાણવા મળશે કે, અંગ્રેજોના દબાણચરક વિરુદ્ધ જયારે ભારતીય સ્વંત્રતા સેનાનીઓએ પોતાનો વિદ્રોહ દેખાડ્યો હતો, ત્યારે બ્રિટિશ સરકાર પણ સજા આપવાની નવી નવી રીતો અપનાવવા લાગ્યા હતા. અને તેમાંથી જ એક છે કાળા પાણીની સજા. આ સજા માટે તેમણે સેલ્યુલર નામની એક જેલ બનાવી હતી. જેમાં સ્વંત્રતા સેનાનીઓને કૈદી બનાવીને રાખવામાં આવતા હતા.

અને આ જેલમાં કોઈ જગ્યાએથી પ્રકાશને આવવાનો કોઈ સ્ત્રોત જ નથી. મળેલી જાણકારી અનુસાર આવી જેલમાં ભારતીય કૈદીઓ સાથે ખુબ ખરાબ વ્યવહાર થતો હતો. ત્યાં ભારતીય કૈદીઓને ખરાબ વાસણમાં જમવાનું આપવામાં આવતું હતું. પીવાનું પાણી પણ માર્યાદિત માત્રામાં અને એ પણ ગંદુ આપવામાં આવતું હતું. અહીંયા સુધી કે જબરજસ્તી ઉઘાડા શરીર પર ચાબુક પણ મારવામાં આવતા હતા.

અને જે કેદી એનો વધારે વિરોધ કરતો હતો, તેને તોપ સામે ઉભો રાખીને ઉડાવી નાખવામાં આવતો હતો. આમ તો ભારતીય કેદી સામાન્ય જેલો માંથી ભાગી જતા હતા. એટલા માટે માટે બ્રિટિશ સરકારે કાળા પાણીની જેલની આજુબાજુની દીવાલો ખુબ જાડી બનાવી હતી. કારણ કે આ જેલનું નિર્માણ જે જગ્યાએ થયું હતું તે જગ્યા ચારો તરફથી સમુદ્રના પાણીથી ઘેરાયેલ હોય છે. આમાંથી કોઈ પણ કેદીનું ભાગી શકવું અસંભવ હોય છે. તો પણ ભારતીય તો ભારતીય હતા.

એકવાર 238 કેદીઓએ એક સાથે અંગ્રેજોને મૂર્ખ બનાવીને જેલ માંથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો. પણ પોતાના આ પ્રયત્નમાં તેઓ નિષ્ફળ થયા અને પકડાઈ ગયા. પછી થવાનું શું હતું? તેમને અંગ્રેજોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. એમના વિષે એવું કહેવામાં આવે છે કે, પકડાઈ ગયા પછી અંગ્રેજોની સજાથી ગભરાઈને એમાંથી એક કેદીએ આત્મહત્યા કરી લીધી હતી. એનાથી ગુસ્સે થઈને જેલ અધ્યક્ષ વોકરે 87 લોકોને ફાંસી પર લટકાવવાનો આદેશ આપી દીધો હતો.  તે છતાં આપણા સ્વંત્રતા સેનાની ભારતમાતાની જય બોલવામાં ક્યારેય પાછળ હટ્યા નહિ.

મળેલી જાણકારી અનુસાર કાળા પાણીની આ જેલનો અંગ્રેજો ફક્ત ભારતીયો માટે જ ઉપયોગ કરતા ન હોતા. અહીંયા દુનિયાના બીજા દેશો માંથી પણ સૈનાનીઓને કૈદ કરીને લાવવામાં આવતા હતા.

તેમજ બ્રિટિશ અધિકારીઓને આ જગ્યા ઘણી પસંદ આવતી હતી. કારણ કે આ દ્વીપ એકાંતમાં હતો અને દૂર હતો. એ કારણે અહીંયા સરળતાથી કોઈ આવી કે જઈ શકતું નહોતું. અને અંગ્રેજો બધા કૈદીઓને અહિયાં લાવીને અલગ અલગ પ્રકારના કામ પણ કરાવતા હતા. જાણકારી માટે જણાવી દઈએ કે, 200 વિદ્રોહીઓને સૌથી પહેલા અંગ્રેજ અધિકારી ડેવિડ બ્રેરીયની દેખરેખ માટે લાવવામાં આવ્યા હતા.

તેમજ જયારે દેશમાં સ્વતંત્ર આંદોલન ચરણસીમા પર હતું. તે સમયે અંગ્રેજો દ્વારા ઘણા બધા લોકોને કાળા પાણીની સજા આપવામાં આવી હતી. અને તેમાંથી કેટલાક કેદી સ્વંત્રતા સેનાની હતા. અને એમાં સૌથી મોટું નામ હતું વિનાયક દામોદર સાવરકરનું, જેમના ઉપર લંડનમાં ભણતર દરમિયાન ક્રાંતિકારી પુસ્તકો મોકલવા અને એક અંગ્રેજ અધિકારીની હત્યાનું કાવતરું કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. અને એ કામ માટે એમને કાળા પાણીની સજા પણ આપવામાં આવી હતી.

જણાવી દઈએ કે, તેમને 4 જુલાઈ 1911 ના રોજ કાળા પાણીની જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. અને એમની સાથે સાથે તેમના મોટા ભાઈ બાબુરામ સાવરકર તેમજ અન્ય સ્વત્રંતા સેનાનીઓ જેવા કે, બટુકેશ્વર દત્ત, ડોક્ટર દીવંત સિંહ, યોગ્રેન્દ્ર શુકલા, મોલાના અહેમદ ઉલ્લા, મોલવી અબ્દુલ રહીમ સાદક પુરી, ભાઈ પરમાનંદ મોલાના, ફજલે હક ખેરાબાદી, સદનચંદ્ર શેત્રંજી, સોહન સિંહ, વામંદરાવ જોશી, નંદગોપાલ અને મહાવીર સિંહ જેવા વીરોએ પણ કાળા પાણીની સજા ભોગવવી પડી હતી.

જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ અંગ્રેજ અધિકારીઓનો અત્યાચાર વધવા લાગ્યો. તેમણે સ્વંત્રતા સેનાનીઓની સજામાં વધારો કર્યો, અને તેમની ક્રૂરતા એટલી વધારે વધી ચુકી હતી કે કેદીઓ દ્વારા સહન થતી ન હતી. પહેલો સવાલ એ હતો કે હવે શું કરવાનું છે? એવામાં આપણા વીર ભગતસિંહના મિત્ર કહેવાતા મહાવીર સિંહ જેલમાં ભૂખ હડતાલ પર ઉતરી ગયા. જયારે અંગ્રેજ અધિકારીઓને આની સૂચના મળી તો તેમણે મહાવીર સિંહની સજા વધુ કડક કરી દીધી.

એમની ભૂખ હડતાલને રોકવા માટે ઘણા બધા પ્રયત્ન કરવામાં આવ્યા. પરંતુ મહાવીર સિંહે ક્યારેય હાર માની નહિ. તો છેલ્લે તેમના દૂધમાં ઝેર મિક્ષ કરીને તેમને જબરજસ્તી પીવડાવવામાં આવ્યું, જેનાથી તેમનું તરત જ મૃત્યુ થઇ ગયું. મૃત્યુ પછી મહાવીરના મૃત શરીરને પથ્થર પર બાંધીને સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યું હતું, જેથી કોઈને પણ આ વિષે જાણ થાય નહિ. પરંતુ આ સમાચાર થોડા સમયમાં આખી જેલમાં ફેલાઈ ગયા. જેના પરિણામ સ્વરૂપ જેલના બધા કૈદી ભૂખ હડતાલ પર ઉતરી ગયા. ત્યારબાદ મહાત્મા ગાંધીને કારણે 1937-1938 માં આ કૈદીઓને પાછા ભારતની જેલોમાં મોકલી દેવામાં આવ્યા હતા.

જાણકારી માટે જણાવી દઈએ કે, ભારતના સ્વંત્રતા આંદોલનને સંપૂર્ણ રીતે નિષ્ફ્ળ કરવા માટે અંગ્રેજોએ કાળા પાણી માટે ખાસ પ્રકારની જેલ તૈયાર કરી હતી. આ જેલના મુખ્ય ભવનમાં લાલ ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે બર્માથી મંગાવવામાં આવી હતી. આ જેલની એકદમ વચ્ચે એક ટાવર પણ બનાવવામાં આવ્યો છે. જ્યાંથી કૈદીઓ પર હંમેશા 24 કલાક દેખરેખ રાખવામાં આવતી હતી. આ જેલમાં કુલ 698 કોઠીઓ હતી. જેલમાં બેડીઓનું પ્રબંધ પણ હતો. જેથી કૈદીઓને અહીંયા ચોવીસ કલાક તેનાથી બાંધીને રાખી શકાય.

વર્ષ 1942 માં અંડમાન પર જાપાનીઓનો અધિકાર થઇ ગયો હતો. એટલે જાપાનીઓએ ત્યાંથી ગોરાઓને મારી મારીને ભગાવ્યા હતા. અને એમણે આ જેલમાં અલગ અલગ બનેલ સાત ભાગો માંથી 2 ભાગોને નષ્ટ કરી નાખ્યા. ત્યારબાદ ભારતે આઝાદી પછી આ જેલના બે ભાગને પાડી દીધા, અને પછી એક ભાગમાં હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું.

અને બાકી ભાગને મુખ્ય ટાવરના રૂપમાં ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપી દીધો. ધન્ય છે ભારત માતાના તે વીર સપૂતોને જેમણે કાળા પાણીના રૂપમાં અંગ્રેજોની પજવણીને સહન કરી. તેમના ઉપર ખુબ વધારે અત્યાચાર થયા, તો પણ તેમને ક્યારેય હિંમત નહિ હારી અને આઝાદી પછી અલગ જગ્યાના દેશને ગુલામીથી આઝાદ કરાવ્યા. પરંતુ શું આપણે પુરી રીતે આઝાદ છે? શું આપણા વીર સપૂતોની કુરબાની કંઈક કામ આવી છે? દેશની હાલતને જોઈને એવું બિલકુલ નહિ કહી શકાય કે, આજે પણ આ દેશ આઝાદ થઈ શક્યું છે.