કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે હનુમાન મંદિરમાં કરો આ સરસ ઉપાય, બજરંગબલીની બની રહેશે કૃપા

0
505

વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ પ્રકારની મુશ્કેલીઓ ઉભી થતી રહે છે, જેનાથી છુટકારો મેળવવા માટે વ્યક્તિ શક્ય એટલા તમામ પ્રયાસ કરતા રહે છે. ઘણી વખત જોવામાં આવે છે કે, જો કુંડળીમાં કોઈ પ્રકારના દોષ હોય તો વ્યક્તિના જીવનમાં તકલીફો ઉત્પન થવા લાગે છે, અને તેના કામકાજ સારી રીતે પુરા નથી થઇ શકતા.

અને જો આપણે કાલસર્પ દોષની વાત કરીએ, તો જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષની સમસ્યા છે, તો તેને કારણે જ તેના જીવનની પ્રગતી મેળવવામાં અડચણો ઉભી થવા લાગે છે. તે ઉપરાંત વ્યક્તિના જીવનમાં ઘણી બધી નકારાત્મકતા જોવા મળે છે. વ્યક્તિએ ઘણી તકલીફો વેઠવી પડી શકે છે.

તમે થોડા જ્યોતિષના ઉપાય કરીને કાલસર્પ દોષથી છુટકારો પ્રાપ્ત કરી શકો છો. આ ઉપાય ઘણો જ સરળ છે, જે કાલસર્પ દોષમાંથી મુક્તિ અપાવી શકે છે. જો તમારી કુંડળીમાં પણ કાલસર્પ દોષ છે તો તેવામાં તમે હનુમાન મંદિરમાં જઈને આ ઉપાય જરૂર કરો. આ ઉપાય કરવાથી કાલસર્પ દોષ હંમેશા માટે દુર થઇ જશે.

આવો જાણીએ કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવવાના ઉપાય :

કાલસર્પ દોષ જો કોઈ વ્યક્તિની કુંડળીમાં છે, તો તેને કારણે જ વ્યક્તિ હંમેશા માનસિક રીતે દુઃખી રહે છે. એટલું જ નહિ તેને ઘણા ક્ષેત્રોમાં પણ તકલીફોનો સામનો કરવો પડે છે. જો તમે તેનાથી છુટકારો મેળવવા માગો છો, તો તેના માટે આ ઉપાય રોજ નિયમિત રીતે સતત ૨૧ દિવસ સુધી કરો. તમે સમય અને સુવિધા મુજબ આ ઉપાય સવારે અને સાંજના સમયે કરી શકો છો. આ ઉપાય સરળ હોવાની સાથે સાથે મફત છે.

તમે આ ઉપાયને કોઈ પણ શનિવારે કે મંગળવારના દિવસે શરુ કરો. પણ તમારે ૨૧ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે. સવારે અને સાંજે ઉપાય કરતા પહેલા ગાયના ઘી નો એક દીવડો પ્રગટાવી લો. પ્રથમ અને છેલ્લા દિવસ દરમિયાન ૨૧ દિવસ વચ્ચે જેટલા પણ શનિવાર અને મંગળવાર આવશે તે દિવસોમાં તમે વિશેષ રીતે આંકડાના ૧૧ પાંદડાની માળા તમારા હાથમાં લાલ દોરામાં પરોવીને ધારણ કરો. જો શક્ય હોય તો તમે આ ઉપાય સવારે ૮ વાગ્યા પહેલા અને રાત્રે ૯ વાગ્યા પહેલા કરો.

જો તમે તમામ નિયમોનું પાલન કરો છો, તો તેનાથી તમને જલ્દી ફાયદો મળશે. તમામ નિયમોનું પાલન કરતા તમે શુદ્ધ અને પવિત્ર થઈને તમારા ઘરની આસ પાસ કોઈ પણ હનુમાન મંદિરમાં જાવ અને ત્યાં સૌથી પહેલા એક દોવડો પ્રગટાવી ‘ઓમ હનુમંતે નમઃ’ મંત્રનો ૧૦૮ વખત જાપ કરો. તમારે આ મંત્રોના જાપ સવારે અને સાંજના સમયે કરવાના રહેશે.

જયારે તમે આ મંત્રના જાપ કરી રહ્યા છો તો તે દરમિયાન તમે હનુમાનજી પાસે કાલસર્પમાંથી તરત છુટકારો મેળવવાની પ્રાર્થના મનમાં ને મનમાં કરો. આ મંત્રના જાપ કર્યા પછી તમે હનુમાન ચાલીસાના પાઠ સવારમાં પાંચ વખત અને સાંજના સમયે બે વખત કરો. એટલે કે તમારે બધા મળીને ૧ દિવસમાં ૭ વખત હનુમાન ચાલીસાના પાઠ કરવાના રહેશે.

તમારે આ ઉપાય સતત ૨૧ દિવસ સુધી કરવાના રહેશે. જો તમે આ ઉપાયને નિયમિત રીતે કરો છો, તો તેનાથી તમારા કાલસર્પ દોષ માંથી હંમેશા માટે છુટકારો મળશે અને બજરંગબલીની કૃપા તમારી ઉપર હંમેશા જળવાયેલી રહેશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.