કાજુ કતરી બનાવવાની એકદમ સરળ રીત નોંધી લો, આ રીતથી મિનિટોમાં બનીને તૈયાર થઇ જાય છે

0
6668

ભારતમાં બનતી મીઠાઈઓમાં કાજુ કતરી વધારે પસંદ કરવામાં આવતી મીઠાઈ છે. અને તહેવારોમાં ખાસ કરીને કાજુ કતરીનું વેચાણ ખુબ વધી જાય છે. અને કાજુ કતરીનું તો નામ સાંભળતા જ ઘણા લોકોના મોંમાં પાણી આવી જાય છે. અને આપણે ગુજરાતીઓ મીઠાઈ પણ વધુ ખાઈએ છીએ. નાના અવસર પર પણ આપણા ઘરોમાં મીઠાઈ આવતી હોય છે. એટલા માટે આજે અમે તમારા માટે કાજુ કતરી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ.

આ રેસિપીની મદદથી તમને જયારે ઈચ્છા થાય ત્યારે તમે કાજુકતરી બનાવી શકો છો અને એ પણ એકદમ શુદ્ધ. તો આજે જાણી લો કાજુ કતરી બનાવવાની સરળ રેસિપી.

કાજુ કતરી બનાવવા માટે જરૂરી સામગ્રી :

250 ગ્રામ કાજુ,

1/2 કપ ખાંડ,

1/2 કપ દુધનો પાવડર,

4 ચમચી દૂધ,

1/2 ચમચી ઘી,

1 ચમચી કેવડાનું પાણી,

2 નંગ પ્લાસ્ટિક શીટ,

ચાંદીની વરખ (કતરી સજાવવા માટે, તમારી ઈચ્છા હોય તો).

કાજુ કતરી બનાવવાની સરળ રીત :

કાજુ કતરી બનાવવા માટે સૌથી પહેલા તમે ફ્રેશ કાજુ લઇ લો. તમે શેકેલા કાજુ પણ લઇ શકો છો. એને મિક્સરની મદદથી પાવડર જેવું દળી લો. પછી એને ચારણીથી ચાળી લો, જેથી કાજુના મોટા ટુકડા રહી ગયા હોય તો એને ફરીથી ક્રશ કરી શકાય. હવે બધો પાવડર એક વાસણમાં ભેગો કરી તેમાં ખાંડને પણ પીસીને ઉમેરો. પછી તે મિશ્રણમાં દૂધનો પાવડર, ઘી અને કેવડાનું પાણી ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરો.

આ તૈયાર કરેલા મિશ્રણમાં એક ચમચી દૂધ ઉમેરો અને એને બરાબર મિક્સ કરો. અને જો એમ છતાં પણ મિશ્રણ બરોબર ના થયું હોય તો થોડું દૂધ ફરીથી ઉમેરી શકો છો. ધ્યાન રહે કે કાજુ કતરીનું આ મિશ્રણ વધારે નરમ ના હોવું જોઈએ. હવે આ મિશ્રણ તૈયાર છે. તમે એના બે ભાગ કરો અને પ્લાસ્ટિક સીટ પર થોડું ઘી લગાવો, પછી મિશ્રણના લુવા પર પ્લાસ્ટિક શીટ પાથરો અને તેને વેલણની મદદથી વણી લો. તમે એની તમારી ઈચ્છા અનુસાર જાડાઈ રાખી શકો છો.

વણાઈ જાય પછી એની ઉપરથી પ્લાસ્ટિક સીટ હટાવી લો, અને તેના પર ચાંદીનું વરખ લગાવો. જો તમે ચાંદીનું વરખ લગાવવા ન માંગતા હોય તો એમજ રહેવા દો. એનાથી સ્વાદમાં કોઈ ફરક પડતો નથી. હવે એને સક્કરપારાના શેપમાં કાપી લો. તમે ઈચ્છો તો અલગ અલગ શેપમાં પણ કાપી શકો છો. તો તૈયાર છે તમારી શુદ્ધ અને ટેસ્ટી કાજુકતરી.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.