કંઈક બીજું આપો કે ન આપો પણ ડુંગળી આપો… લગ્નના સ્ટેજ પર લાગી ટોપલીઓની લાઈન

0
587

ડુંગળીની કિંમતોમાં લાગેલ આગની અસર એવી થઇ કે હવે તો લગ્નમાં દહેજ અને ગિફ્ટની જગ્યા પર ડુંગળી આપવામાં આવી રહી છે. યુપીના ઝાંસીમાં થયેલ લગ્નમાં લોકો પૈસા અને ગિફ્ટની જગ્યા પર વરરાજા અને કન્યાને ડુંગળી આપી રહી છે.

મામલો ઝાંસીના ડેલીનો છે. જ્યાં કાનપુરની જાન આવી હતી. વરમાળા સમયે વરરાજા અને કન્યા સ્ટેજ પર હતા. આ દરમિયાન લોકોએ તેમને ડુંગળી આપવાનું શરુ કરી દીધું.

એક સંબંધીએ નવ વિવાહિત જોડીને 5 કિલો ડુંગળી ગિફ્ટ આપી. આટલું જ નહિ આ ગિફ્ટ મેળવીને તેમના ઘરના લોકો ખુબ ખુશ દેખાયા. દુલ્હનની બહેને જણાવ્યું કે લગ્નમાં બધા લોકો કંઈક ને કંઈક ગિફ્ટ આપ્યા કરે છે પણ કોઈએ એવી વિચાર્યું પણ નહિ હશે કે ડુંગળી ગિફ્ટમાં મળશે.

તેણે જણાવ્યું કે મારી બહેનને રસોઈ બનાવામાં કોઈ તકલીફ ન થાય એટલા માટે ડુંગળી ગિફ્ટ આપવામાં આવી રહી છે.

વરરાજા પણ છે ખુશ :

આ દરમિયાન વરરાજા પણ ખુશ દેખાયો, તેમણે જણાવ્યું મને ડુંગળી ગિફ્ટમાં મળી હું ખુબ ખુશ છું, તેમણે જણાવ્યું દહેજ મને બીજું આપો કે ન આપો પણ ડુંગળી આપો..

બીજી બાજુ વરરાજા પક્ષના લોકો પણ આ ઘટનાને લઈને ખુશ દેખાઈ રહ્યા છે. આ લગ્ન અને લગ્નમાં મળેલ દહેજ નજીકના વિસ્તારોમાં ચર્ચામાં બની રહ્યો છે.

આ પહેલો મામલો નથી જ્યાં ડુંગળીનો તડકો લગાવવામાં આવ્યો. આનાથી પહેલા વારાણસીમાં એક એવો જ મામલો સામે આવ્યો, જ્યાં વરરાજા અને કન્યાએ એકબીજાને ડુંગળી-લસણની વરમાળા પહેરાવી જયારે મહેમાનોએ પણ ડુંગળીની ટોકરી ગિફ્ટ કરી છે.

વારાણસીમાં એક લગ્ન દરમિયાન જોડીએ ડુંગળીના કિંમત વિરુદ્ધ વિરોધ દર્જ કરતા અલગ રીત કાઢી. લગ્નમાં આવેલ એક સંબંધીએ જણાવ્યું કે લોકો ડુંગળીને સોનાની જેમ અનમોલ માનવા લાગ્યા છે.

તેના પછી વરમાળા દરમિયાન વરરાજા અને કન્યાએ ડુંગળી અને લસણની વરમાળા એકબીજાને પહેરાવી. તેના ફોટો પણ સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ ગયો.

એટલું જ નહિ, વારાણસીની જ એક હોટલમાં એક પોસ્ટર લગાવામાં આવ્યું જેમાં લખવામાં આવ્યું કે ‘કૃપયા ડુંગળી માંગીને શર્મિંદા કરશો નહિ’ આની જ સાથે બીજા એક પોસ્ટરમાં લખ્યું છે, ‘ડુંગરીની જગ્યાએ મૂળાથી કામ ચલાવી લેવું’

હોટલના માલિકનું કહેવાનું છે કે આકાશ ચુમતી કિંમતના કારણે અમે ડુંગરીનો ઉપયોગ કરવાનું ઓછું કરી દીધું. અને એટલા માટે આ પોસ્ટર ચીપકાવામાં આવ્યું છે.

કિંમતોમાં આવી નરમી :

આ બાજુ ભારતમાં ડુંગળીની આવક વધવાથી દેશની રાજધાની દિલ્હી સમેત ઉત્તર ભારતના બજારોમાં કિંમતમાં ઝડપથી બ્રેક લાગી શકે છે. દિલ્હીમાં પાછલા અઠવાડિયા કરતા આ અઠવાડિયે કિંમતની વાત કરીએ તો 15 રૂપિયા પ્રતિ કિલો નરમી આવી છે.

કેમ આવી કિંમતમાં નરમી :

કારોબારીઓએ જણાવ્યું કે અફઘાનીસ્તાન સિવાય તુર્કી અને મિસ્રથી પણ વ્યાપારિક સ્ત્રોત પર ડુંગરીની આપૂર્તિ થઇ રહી છે. જેનાથી કિંમતમાં થોડી નરમી આવી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.