કઈ વસ્તુ ઠંડુ પાણી નાખવાથી ગરમ થઇ જાય છે? IAS ઇન્ટરવ્યૂના આવા મુશ્કેલ સવાલોથી છૂટ્યા લોકોના પરસેવા.

0
406

કયા શહેરમાં 5 સૂર્ય જોવા મળે છે? IAS ઇન્ટરવ્યૂમાં કેન્ડિડેટે આપ્યો તેનો સરળ જવાબ. કેરિયર ડેસ્ક. IAS Interview Questions in hindi/ UPSC Questions: સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ ની ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે.

IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – કાંટા ઉપર કાંટો છે અને જેટલા વાગવાના છે તેમાં એટલી જ મિનીટ બાકી છે, જણાવો ઘડીયાળમાં શું ટાઈમ થયો છે?

જવાબ – ઘડિયાળમાં 9 વાગીને 50 મિનીટનો ટાઈમ થયો છે, જેથી 10 વાગવામાં 10 મિનીટ બાકી છે.

પ્રશ્ન – રામે એક ફોટો જોઈને કહ્યું, ‘તેની માં મારા પિતાના પુત્રની પત્ની છે, મારે કોઈ ભાઈ બહેન નથી’ રામ કોનો ફોટો જોઈ રહ્યો છે?

જવાબ – દીકરીનો.

પ્રશ્ન – મોહન, ગણેશથી લાંબો છે પરંતુ નીરજથી નાનો છે, સોહન કરીમથી નાનો છે પરંતુ નીરજથી લાંબો, પાંચે મિત્રો માંથી લાંબુ કોણ છે?

જવાબ – કરીમ સૌથી લાંબો છે.

પ્રશ્ન – 100 રૂપિયાના છુટ્ટા કરાવવાથી 10 ની એક પણ નોટ ન હોય પરંતુ નોટ કુલ 10 હોય, કેવી રીતે?

જવાબ – 50+20+5+5+5+5+5+2+2+1=100

પ્રશ્ન – મહિલા કેટલા બાળકોને જન્મ આપી શકે છે?

જવાબ – લગભગ 40 બાળકોને, પરંતુ તે ત્રાસ આપવા જેવું હશે કેમ કે મહિલાનું અડધું જીવન બાળકો પેદા કરવામાં નીકળી જશે. એટલા બાળકો પેદા કરાવવા માનવ અધિકાર વિરુદ્ધ મહિલા સાથે એક નિર્દય વર્તન જેવું હશે.

પ્રશ્ન – તે કઈ વસ્તુ છે, જે આખા મહિનામાં એક વખત આવે છે અને 24 કલાક પુરા થયા પછી જતી રહે છે?

જવાબ – તારીખ.

પ્રશ્ન – સંસ્કૃત વર્ણમાળામાં કેટલા અક્ષર છે?

જવાબ – સંસ્કૃત વર્ણમાળામાં 54 અક્ષર છે.

પ્રશ્ન – એક વૃદ્ધ વ્યક્તિ તરફ ઈશારો કરતા, કુણાલે કહ્યું, તેનો પુત્ર મારા કાકા છે’ વૃદ્ધ વ્યક્તિ કુણાલ સાથે ક્યા પ્રકારે સંબંધીત છે?

જવાબ – વૃદ્ધનો પુત્ર એટલે કે મારા પુત્રના કાકા એટલે કે ભાઈ. વૃદ્ધ કુણાલના પિતા છે.

પ્રશ્ન – તે પદાર્થનું નામ જણાવો જે પાણીમાં નાખવાથી ઠંડુ ન થઈને ગરમ થઇ જાય છે?

જવાબ – ફોડ્યા વગરનો ચૂનો

પ્રશ્ન – ક્યા શહેરમાં પાંચ સૂર્ય દેખાય છે?

જવાબ – આકાશમાં એક સાથે ત્રણ કે પાંચ સૂર્ય દેખાવા, એવું દુર્લભ દ્રશ્ય ઉત્તરી ચીનના શહેર (sing nieng chu)માં જોવા મળે છે.

પ્રશ્ન – રાજેશ તેની આગળ બેઠેલી મહિલાને જણાવે છે, કે તે મારી પત્નીના પતિની માં ની દીકરી છે. તો તે મહિલાનો રાજેશ સાથે શું સંબંધ છે?

જવાબ – બહેન.

Sorting cashew fruit

પ્રશ્ન – કયુ ફળ બજારમાં નથી મળતું?

જવાબ – મહેનતનું ફળ

પ્રશ્ન – એક છોકરાને જોઇને મહિલાએ કહ્યું તેની માં મારી માં ની એક દીકરી છે, બંનેનો સંબંધ શું થયો?

જવાબ – માં-દીકરો

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.