કાગડા આપણને આપે છે ઘન અને મૃત્યુનો સંકેત, જો ધ્યાન આપશો તો તમને મળશે ખજાનો.

0
3387

મિત્રો, તમે બધા જાણો છો કે હિંદુ ધર્મમાં કાગડાને અશુભ પક્ષી માનવામાં આવે છે. તે જયારે કોઈના ઘરની છત પર બેસીને અવાજ કરે ત્યારે લોકો કહે છે કે, આજે કંઈક અશુભ થવાનું છે. અને એટલું જ નહિ, શાસ્ત્રોમાં પણ કાગડાને યમના દૂત પણ જણાવવામાં આવ્યા છે. જૂની માન્યતાઓ અનુસાર એવું કહેવામાં આવે છે કે, કાગડો યમલોક જઈને પૃથ્વી વાસી વિષે યમરાજને જણાવે છે. અને શકુન શાસ્ત્ર અનુસાર, કાગડો મનુષ્યનો દૂત છે એવું જણાવવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે, કાગડો યમરાજની સાથે સાથે મનુષ્યને પણ શુભ-અશુભ સંકેત આપે છે. અને આજે અમે તમને એ સંકેત વિષે જણાવવાના છીએ. તો આવો જાણીએ કે, ક્યારે અને કેવી રીતે કાગડા આપણને સંકેત આપે છે.

મિત્રો, એવું કહેવામાં આવે છે કે, આપણા મૃત પૂર્વજો કાગડા દ્વારા આપણી સાથે સંપર્ક કરતા હોય છે, અને આપણને આવનારી ઘટનાઓ વિષે સૂચિત કરતા હોય છે.

એવું માનવામાં આવે છે કે, જો બપોર પહેલા ઝાડ પર બેસેલા કાગડાનો અવાજ ઉત્તર દિશામાં સંભળાય, તો તમારો દિવસ સારો જવાનો છે. અને આને પત્ની સુખનો પણ સંકેત માનવામાં આવ્યો છે.

તેમજ કાગડો જો કોઈ ઘરના ધાબા પર આવીને, દક્ષિણ દિશા તરફ મોં કરીને બોલે તો એ અશુભ સંકેત માનવામાં આવે છે. કારણ કે એવું કહેવામાં આવે છે કે, આ ઘરના કોઈ સભ્યના મૃત્યુ થવાનો સંકેત છે.

આપણા દેશમાં એવું માનવામાં આવે છે કે, કાગડાનું ટોળું આવીને તમારા ધાબા પર બેસે અને એક બીજા સાથે લડવા લાગે, તો સમજવું કે ઘરના મલિક પર વિપત્તિ આવવાની છે.

તમે કોઈ જગ્યાએ જઈ રહ્યા છો, અને તમને કાગડો કોઈ વાસણમાં પાણી પિતા દેખાઈ જાય, તો સમજી લેવું કે તમને ધન લાભ થવાનું છે. અને જો તમે કોઈ જરૂરી કામ માટે બહાર જઈ રહ્યા છે તે સફળ થઇ જશે.

અને જો કોઈ કાગડો કોઈ વ્યક્તિ પર ચરકે છે, તો એ પણ શુભ માનવામાં આવે છે.

પણ જો કાગડો કોઈ વ્યક્તિના માથા પર આવીને બેસે છે, તો એ અશુભ સંકેત ગણાય છે. એવું માનવામાં આવે છે કે આવું થવા પર તે વ્યક્તિના ખરાબ દિવસ આવી જાય છે. તેમજ એવી પણ માન્યતા છે કે તે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે.

જો તમને કોઈ કાગડો જોવા મળે જેના મોંમાં રોટલીનો ટુકડો કે માંસનો ટુકડો હોય, તો સમજી લો કે તમારી કોઈ મોટી ઈચ્છા પુરી થવાની છે.

મિત્રો જો તમે સવારમાં ક્યાંક જઈ રહ્યા છો અને કાગડો ઉડતા ઉડતા તમારા પગને સ્પર્સ કરી જાય, તો આ એક ઘણો જ શુભ સંકેત માનવામાં આવે છે. આનાથી વ્યક્તિને જીવનમાં પ્રગતિ મળે છે.

અને જો કાગડો સવારે કોઈ વ્યક્તિની આગળ લાલ રંગની વસ્તુ નાખી દે, તો આ એ વાતનો સંકેત છે કે એને જેલ થવાની છે. એટલે એની સાથે અશુભ થવાનું છે.