વધેલા કડાઈ પનીરમાંથી બનાવો ટેસ્ટી પિઝા, આંગળીઓ ચાટતા રહી જશે બધા.

0
173

કડાઈ પનીર વધ્યું છે, તો આ રીતે કરો તેનો ઉપયોગ, ઘરે બનાવો એકદમ ટેસ્ટી કડાઈ પનીર પિઝા. પનીરમાંથી બનતી વાનગીઓને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવે છે, અને વાત જયારે પનીરથી બનતા પિઝાની હોય તો શું કહેવું. હવે તમને એ પૂછીએ કે, શું તમે ક્યારેય કડાઈ પનીર (Kadai Paneer) પિઝા ખાધા છે. જો ના તો આજે તેની રેસિપી જાણી લો અને ઘરે જ ટેસ્ટી પિઝાની મજા માણો. નીચે જણાવેલી રીતથી વધેલા કડાઈ પનીરમાંથી ટેસ્ટી પિઝા તૈયાર કરો, જેને ખાધા પછી બાળકોથી લઈને મોટા દરેક પોતાની આંગળી ચાટતા રહી જશે.

જરુરી સામગ્રી :

1 મલ્ટીગ્રેન પિઝા ક્રસ્ટ (પિઝાનો રોટલો)

100 ગ્રામ મોઝરેલા ચીઝ

2 ટેબલસ્પૂન પિઝા સોસ અથવા સેઝવાન સોસ

ગાર્નિશિંગ માટે થોડા ઓલીવ્સ

1 ટામેટું – લાંબી સ્લાઈસમાં કાપેલું

1 ડુંગળી – લાંબી સ્લાઈસમાં કાપેલી

1 વાટકી વધેલું કડાઈ પનીર

1 ટીસ્પૂન ઓરેગાનો પાવડર

1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ

થોડું મીઠું

બનાવવાની રીત :

સૌથી પહેલા પિઝાના રોટલા પર સોસ લગાવો

હવે તેના પર છીણેલું મોઝરેલા ચીઝ નાખો.

ત્યારબાદ તેના પર વધેલું કડાઈ પનીર પાથરો.

હવે બીજી સામગ્રી એક એક કરીને નાખો.

હવે એક વાર ફરીથી મોઝરેલા ચીઝ નાખો.

ઓવનને 200 ડિગ્રી પર પ્રીહીટ કરો અને લગભગ 20-25 મિનિટ સુધી તેમાં પિઝાને બેક કરો.

હવે તેની ઉપર ઓરેગાનો પાવડર, મીઠું, કાળા મરી અને ચીલી ફ્લેક્સ નાખીને ગરમાગરમ સર્વ કરો.

જરૂરી ટિપ્સ : જો તમે કડાઈ પનીરમાં પહેલાથી ડુંગળી અને સિમલા મરચા છે તો તમે પોતાના સ્વાદ અનુસાર પીઝા માટે શાકભાજીની માત્રાના ટોપિંગ્સ તૈયાર કરી શકો છો. સ્વીટ કોર્ન અને બેબી કોર્નની સીઝનમાં તેને ઉમેરવાનું ના ભૂલતા.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.