આ સરળ અને બધાથી અલગ રીતે બનાવો મસાલેદાર કચોરી ચાટ, ખાવાની મજા પડી જશે

0
1742

ભારતમાં ખાવાની વાતમાં કોઈ પાછળ પડે એમ નથી. અહીં લોકો રોજ નવી નવી વાનગીઓ ખાવાના શોખીન છે. આ કારણે ઘરની મહિલાઓ રોજ નાસ્તામાં શું બનાવવું? જમવામાં શું બનાવવું? એ નક્કી નથી કરી શકતા. અને જો તમે સવારે મસાલેદાર નાસ્તો ખાવાના શોખીન છો, તો આજે અમે તમારા માટે એક નવી રેસિપી લઈને આવ્યા છીએ. આજે અમે તમારા માટે કચોરીની રેસીપી લઇને આવ્યા છીએ. તમે ઘણી વખત સાદી કચોરી બનાવી હશે. પરંતુ શું તમે ક્યારેય મસાલાથી અને દહીંથી ભરપૂર કચોરી ચાટ ટ્રાય કરી છે. જો ના તો આવો તમને જણાવીએ કે કેવી રીતે બનાવાય કચોરી ચાટ.

જરૂરી સામગ્રી :

100 ગ્રામ મેંદો

4 ચમચી મિક્સ ડ્રાય ફ્રૂટ

2 ચમચી તેલ

1/2 ચમચી વરિયાળી

1/2 ચમચી ખસખસ

1/2 ચમચી હળદર

1/2 ચમચી ધાણા

1/2 ચમચી લાલ મરચું

1 ચમચી આંબલીની ચટણી

1/2 ચમચી આમચૂર પાવડર

1 ચમચી પીસેલી ખાંડ

1 ચમચી ગરમ મસાલો

તળવા માટે તેલ

સ્વાદાનુસાર મીઠું.

ચાટ માટે જરૂરી સામગ્રી :

દહીં

1 નંગ સમારેલું ટામેટું

1 નંગ સમારેલી ડુંગળી

આંબલીની ચટણી

1 નંગ લીલુ મરચું

ટોમેટો સૉસ

ઝીણી સેવ.

બનાવવાની રીત :

કચોરી બનાવવા માટે સૌથી પહેલા મેંદામાં તેલ અને મીઠુ નાખીને બરાબર મિક્સ કરીને એનો લોટ બાંધી દો. ત્યારબાદ એક કડાઇ ગરમ કરીને તેમાં વરિયાળી, ધાણા, તલ, ખસખસ, ડ્રાય ફ્રૂ્ટ્સ નાખીને શેકી લો. ત્યારબાદ તેમાં મીઠુ, હળદર, લાલ મરચુ, ગરમ મસાલો, આમચૂર, ખાંડનો પાવડર, આંબલીની ચટણી મિક્સ કરીને એને આંચ પરથી ઉતારી લો. હવે મેંદાથી તૈયાર કરેલા લોટમાંથી નાની પુરીઓ વણી લો. તેમાં એક-એક ચમચી અંદર ભરવા માટે બનાવેલું મિશ્રણ ઉમેરીને કચોરીની જેમ તેને બંધ કરી લો. હવે તેલ ગરમ કરો અને તેમાં કચોરી તળી લો. તે પછી તેને એક પ્લેટમાં કાઢી બધી કચોરીને વચ્ચેથી તોડીને રાખો. ત્યારબાદ તેમાં ઉપરથી ડુંગળી, ટામેટા, લીલા મરચાં, કોથમીર ઉમેરી લો. ત્યારબાદ ઉપરથી આંબલીની ચટણી, દહીં, અને ટોમેટો સૉસ ઉમેરીને એને સેવથી ગાર્નિશ કરો.

આ રીતે તમે જાતે જ મસાલેદાર કચોરી ચાટ બનાવીને તમારા પરિવારના સભ્યો અને મહેમાનોને ખવડાવી શકો છો. આ રીતે કચોરી બનાવવી એકદમ સરળ છે. અને આનો સ્વાદ તમને બહાર બજારમાં મળતી કચોરી જેવો જ લાગશે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.