કબુતરનો આ ક્યૂટ વિડીયો કરે છે આંખો સાથે છેતરપિંડી, ધ્યાનથી જોશો તો લાગશે શોક

0
635

તમે હંમેશા જોયું હશે કે લોકો પોતાના મજા માટે જાનવરોને પરેશાન કરતા રહે છે. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમુક લોકોએ કબૂતરને ટોપી પહેરાવી દીધી છે. પહેલી નજરમાં આ વિડીયો જોયા પછી તમારા મોં માંથી કદાચ બે શબ્દ નીકળી જાય ‘સો ક્યૂટ.’

આ વિડીયો અમેરિકાનો છે અને આને જોયા પછી ઘણા લોકોને આ વિડીયો ઘણો ક્યૂટ લાગ્યો હતો. પણ જો તમે આ વિડીયોને ધ્યાનથી જોશો તો જાણશો કે દાળમાં કઈંક કાળું તો જરૂર છે. આ વિડીયોને જયારે તમે ધ્યાનથી જોશો તો તમને સ્પષ્ટ દેખાશે કે, દાણા ચણતા કબુતરોની હેટ એટલે કે ટોપી પોતાની જગ્યાએથી હલી પણ નથી રહી. એટલે કે આ કબુતરોને ટોપી પહેરાવી નથી પણ ચિપકાવી છે.

આ વિડીયોને સોશિયલ મીડિયા પર ઘણા હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. હકીકતમાં પહેલા આ વિડીયો ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો અને એ પછી થોડા દિવસ પછી આ કબુતરનો બીજો એક વિડીયો ટ્વીટર પર પણ શેયર કરવામાં આવ્યો છે. હવે સમજવા વાળી વાત એ છે કે અમુક દિવસો પછી પણ તે ટોપી બંને કબુતરોના માથા પર ચીપકેલી છે.

જેનો અર્થ છે કે તે કોઈ ગુંદરથી ચીપકાવવામાં આવી છે, જે પક્ષીઓ માટે ઘણું હાનિકારક છે. મારિયાહ હિલમેન એક પક્ષીઓના હક માટે અવાજ ઉઠાવવા વાળી સંસ્થામાં કામ કરે છે. તે જણાવે છે કે, આ વિડીયો પર એમને એમના એક મિત્રએ ટેગ કરી હતી. તે કહે છે કે સૌથી પહેલા મગજમાં આવે છે કે, કેટલો ક્યૂટ વિડીયો છે. પણ એવું નથી.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.