જેમની ઈચ્છા વિના વારાણસીમાં નથી કરી શકતું કોઈ નિવાસ, કહેવાય છે કાશીના કોટવાલ.

0
183

વારાણસીની રક્ષા કરે છે કાલ ભૈરવ, ત્યાં રહેવા પહેલા લેવી પડે છે તેમની પરવાનગી. કહેવામાં આવે છે કે જે ભયથી મુક્તિ અપાવે છે તે કાલ ભૈરવ છે. જેમના માથા પર ભૈરવના આશીર્વાદ હોય છે તેમનું કાળ પણ કાંઈ બગાડી શકતો નથી. શિવનું સ્વરૂપ કહેવાતા કાલ ભૈરવની ઉત્પત્તિ શિવને કારણે જ થઈ હતી. તેમના રૌદ્ર રૂપથી કાલ ભૈરવની ઉત્પત્તિ થઈ હતી. પણ શું તમે તેની સાથે જોડાયેલી એક વિશેષ વાત જાણો છો? તે વાત એ છે કે, જો તમારે કાશીમાં રહેવું હોય તો કાલ ભૈરવની પરવાનગી લેવી જરૂરી માનવામાં આવે છે. તેમની ઈચ્છા વગર કોઈ પણ વ્યક્તિ કાશીમાં નિવાસ નથી કરી શકતું.

અહીં સુધી કે કાલ ભૈરવને કાશીના કોટવાલ પણ કહેવામાં આવે છે. જે સદીઓથી કાશી એટલે કે વારાણસીની રક્ષા કરી રહ્યા છે. કહેવામાં આવે છે કે, કાશીમાં રહેવા પહેલા તેમની પરવાનગી પણ લેવી પડે છે, અને તેમની આજ્ઞા મળ્યા પછી જ કાશીમાં રહી શકાય છે. જણાવી દઈએ કે, જલ્દી જ કાલ ભૈરવની જયંતિ પણ આવવાની છે અને આ દિવસે કાલ ભૈરવની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે.

ક્યારે છે કાલ ભૈરવ જયંતિ? ગુજરાતી કેલેન્ડર પ્રમાણે દર વર્ષે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ પર કાલ ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ 7 ડિસેમ્બરે આવી રહી છે. કાશીમાં તેમના મહત્વનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, અહીં કાશી વિશ્વનાથના દર્શન પહેલા કાલ ભૈરવના દર્શન ઘણા જરૂરી હોય છે.

કાલ ભૈરવની ઉત્પત્તિ સાથે જોડાયેલી કથા : કહેવામાં આવે છે કે એકવાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતા એ વાતને લઈને ચર્ચા કરી રહ્યા હતા કે, ત્રણેયમાંથી સૌથી શ્રેષ્ઠ કોણ છે. આ દરમિયાન બ્રહ્માજીએ ભગવાન શિવને કડવા વેણ કહી દીધા જેથી શિવજી ક્રોધિત થઈ ગયા. તેમના આ રૌદ્ર રૂપથી શિવજી એ કાલ ભૈરવની ઉત્પત્તિ કરી. તેમની ઉત્પત્તિ થયા પછી બ્રહ્માજીએ જે મુખથી શિવને અપશબ્દ કહ્યા હતા, કાલ ભૈરવે તે માથું જ કાપી નાખ્યું. આથી તેમને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. ત્યારે શિવજીએ તેમને બ્રહ્મ હત્યાના પાપથી બચવા માટે સલાહ આપી હતી.

આ રીતે કાશી પહોંચ્યા હતા કાલ ભૈરવ : શિવજીએ તેમને કહ્યું કે, તમે પૃથ્વી લોક પર બ્રહ્માજીનું માથું લઈને જાવ. જ્યાં આ માંથી આપમેળે હાથમાંથી છૂટીને પડી જશે ત્યાં તમે પાપથી મુક્ત થઈ જશો. જયારે કાલ ભૈરવ કાશી પહોંચ્યા તો ત્યાં તેમના હાથમાંથી બ્રહ્માજીનું માથું પડી ગયું અને કાલ ભૈરવ ત્યાં જ સ્થાપિત થઈ ગયા. કાશી શિવજીની નગરી માનવામાં એ છે. અહીં પર શિવજી કાશી વિશ્વનાથના રૂપમાં સ્થાપિત છે અને પૂજાય છે.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.