જ્યોતિષ વિશેષ : તમારો જન્મનો મહિનો જણાવે છે, તમારા સ્વભાવ અને કેરિયરની દિશા વિષે, જાણો વધુ વિગત

0
1060

જ્યોતિષ વિદ્યાના જાણકારો અનુસાર જે રીતે વ્યક્તિના જન્મની તારીખ મહત્વપૂર્ણ છે, એવી જ રીતે એમના જન્મનો મહિનો પણ મહત્વપૂર્ણ હોય છે. અને દરેક મહિનાની પોતાની એક અલગ વિશેષતા હોય છે, જેની અસર તે મહિનામાં જન્મ લેવાવાળા વ્યક્તિના સ્વભાવ પર જોવા મળે છે. એવી માન્યતા છે કે જન્મનો મહિનો કેરિયરથી લઈને સ્વભાવ સુધી ઘણી વસ્તુઓને પ્રભાવિત કરે છે. આવો જાણીએ તમારા જન્મના મહિના અનુસાર તમારા સ્વભાવ અને કેરિયર વિષે.

જાન્યુઆરી મહિનો :

વર્ષના પહેલા મહિનામાં જન્મેલા લોકો પર સૂર્ય અને શનિનો વિશેષ પ્રભાવ રહે છે. તેમજ એવું પણ જોવા મળે છે કે, જાન્યુઆરી મહીનામાં જન્મેલા લોકો પોતાના કામમાં ક્યારેક ક્યારેક બેદરકારી કરતા હોય છે. આ લોકો પોતાના કામમાં ઘણા ઉતાવળા રહે છે, અને એ કારણે તે પોતાનું જ નુકશાન કરે છે. એવું જોવા મળ્યું છે કે, આ મહિનામાં જન્મેલા લોકો કળાના ક્ષેત્રમાં કુશળ હોય છે. જ્યોતિષના જણાવ્યા અનુસાર, આ મહિનામાં જન્મેલા લોકો જો સૂર્યને જળ ચડાવે તો એમની ઉપરના બધા સંકટ દુર થઈ જાય છે.

ફેબ્રુઆરી મહિનો :

મિત્રો, તમે ફેબ્રુઆરીમાં જન્મ્યા છો તો તમે નસીબદાર છો, કારણ કે ફેબ્રુઆરી મહિનામાં જન્મેલા લોકો પર શુક્રદેવની વિશેષ કૃપા હોય છે. અને જ્યોતિષના જાણકારો અનુસાર કોઈ પણ વ્યક્તિના જીવનમાં શુક્ર ગ્રહ ભૌતિક સુખ સુવિધાઓનો કારક માનવામાં આવે છે. આ મહિનામાં જન્મ લેવા વાળા લોકો ઘણા મહેનતી પણ હોય છે. તેમજ હંમેશા એવું જોવામાં આવે છે કે, આ મહિનામાં જન્મેલા લોકો પોતાની કળા અને વાણીથી બીજાને પોતાની તરફ આકર્ષિત કરી લે છે.

એટલું જ નહિ ફેબ્રુઆરી મહિનામાં જન્મેલા લોકો કોઈ પણ કામને ઘણી સરળતાથી પુરા કરી લેતા છે. પણ આ લોકો સાથે એક સમસ્યા હોય છે કે, તે પોતાની જાતને સમય અનુસાર બદલી નથી શકતા. અને આ બાબત જે કયારેક એમના માટે મુશ્કેલી બની જાય છે. જણાવી દઈએ કે, તમારે તમારી આ ખામીને દુર કરવાં માટે ભગવાન શિવને રોજ પાણી ચડાવવું જોઈએ, અને લક્ષ્મીની આરાધના કરવી જોઈએ.

માર્ચ મહિનો :

જાણકારી માટે જણાવી દઈએ કે, શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે, આ મહિનો દેવતાઓના ગુરુ બૃહસ્પતિને સમર્પિત છે. આ મહિનામાં જન્મેલા લોકો ઘણા પરોપકારી હોય છે, તથા ધર્મના કાર્યોમાં આગળ રહે છે. આ મહિનામાં જન્મેલા લોકોએ ભગવાન વિષ્ણુની પૂજા જરૂર કરવી જોઈએ, અને ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામોનું ઉચ્ચારણ કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિના રોકાયેલા કામ જલ્દી જ પુરા થઈ જાય છે.

ઘણીવાર એવું જોવા મળે છે કે, આ મહિનામાં જન્મેલા લોકો હઠીલા સ્વભાવના હોય છે. તેઓ પોતાના દ્વારા કહેલી વાતોએ પથ્થરની રેખા માને છે. જો કે ઘણી વાર એમની આ જ આદત એમના માર્ગનો પથ્થર બની જાય છે.

એપ્રિલ મહિનો :

જ્યોતિષના જાણકારોના જણાવ્યા અનુસાર એપ્રિલ મહિનામાં જન્મેલા લોકો પર મંગળની વિશેષ કૃપા હોય છે. એટલે કે મંગળ આ લોકો માટે ઘણો શુભ હોય છે. એ કારણે આ મહિનામાં જન્મેલા લોકો ઉર્જાવાન હોય છે. પણ એમનો સ્વભાવ થોડો વધુ જીદ્દી હોય છે. પણ આવા લોકો રમત-ગમત વગેરે ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ કરતા જોવા મળે છે.

જણાવી દઈએ કે, આ મહિનામાં જન્મેલા લોકોએ દુર્ગા માં ની પૂજા જરૂર કરવી જોઈએ. દુર્ગા માં ની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં કયારેય પરેશાની નથી આવતી. અને સાથે સાથે આ મહિનામાં જન્મેલા લોકો જો રોજ પોતાની માં ના ચરણ સ્પર્શ કરે છે, તો એ વ્યક્તિના જીવનમાં ક્યારેય આર્થિક મુશ્કેલીઓ નથી આવતી.

મે મહિનો :

મિત્રો, આપણા શાસ્ત્રો અનુસાર એવી માન્યતા છે કે, આ મહિનામાં જન્મેલા વ્યક્તિનો સૂર્ય હંમેશા ઉચ્ચ સ્થાન પર હોય છે. અને એના ફળ સ્વરૂપે આ લોકો ઘણી સરળતાથી અને ઓછી મહેનત દ્વારા ઉચ્ચ પદ પર સ્થાન મેળવે છે. એવું જોવામાં આવ્યું છે કે, આ મહિનામાં જન્મેલા લોકોને પોતાના પર જરૂર કરતા વધારે વિશ્વાસ હોય છે, જે ઘણી વાર એમને ડુબાડી દે છે.

જુન મહિનો :

કહેવાય છે કે આ મહિનામાં જન્મેલા લોકો મનમોજી સ્વભાવના હોય છે. અને એ કારણે ઘણીવાર તેઓ પોતે જ પોતાનું નુકશાન કરે છે. એવું જોવામાં આવે છે કે, આ મહિનામાં જન્મેલા લોકો પોતાના કામ અને વાણી દ્વારા પોતાની જાતનું જ નુકશાન કરે છે. જણાવી દઈએ કે, આ મહિનામાં જન્મેલા વ્યક્તિએ ચંદ્ર અને સૂર્યને પ્રસન્ન કરવાં માટે પ્રયત્ન કરવાં જોઈએ. આ મહિનામાં જન્મેલા લોકોએ રોજ પોતાના માતા-પિતાના ચરણ સ્પર્શ કરવા જોઈએ.

જુલાઈ મહિનો :

આમ તો જુલાઈ મહિનામાં જન્મેલા લોકો ઘણા ભાવુક અને જીદ્દી સ્વભાવના હોય છે. પણ એમનું મન ઘણું સાફ હોય છે. કોઈના પ્રત્યે એમના મનમાં ક્રોધ વગેરે જેવી ભાવના નથી હોતી. આવા લોકોને ખાનગી નોકરી ઘણી જલ્દી મળી જાય છે. સાથે તે નોકરીમાં ઘણી જલ્દી પ્રગતિ પણ કરે છે. આ મહિનામાં જન્મેલા લોકોએ ભગવાન શિવની સ્તુતિ કરવી જોઈએ.

સાથે સાથે જુલાઈ મહિનામાં જન્મેલા દરેક લોકોએ પોતાના માં-બાપને ખુશ રાખવા જોઈએ. એમણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, તે કોઈ પણ એવું કામ ન કરે જેને લીધે એમના માતા-પિતાને તકલીફ પહોંચે.

ઓગસ્ટ મહિનો :

ઓગસ્ટ મહિનામાં જન્મેલા લોકોની વાત કરીએ, તો એમના પર શુક્ર અને શનિનો મિશ્રિત પ્રભાવ રહે છે. આ લોકોને મીડિયા, ફિલ્મ, વકીલાત અને પ્રશાસનિક નોકરીમાં જલ્દી સફળતા મળી જાય છે. કોઈ પણ વાતને પોતાની તરફ ફેરવતા એમને સારી રીતે આવડે છે. એમની ચતુરાઈ એમની વાણી પરથી સાફ જાણી શકાય છે. પરંતુ ઘણી વાર એને કારણે જ એમને પરાજય પણ મળે છે.

અને આવા લોકો પોતાના મિત્રોના લાભ માટે કોઈનો પણ ઉપયોગ કરવાનું ઘણી સારી રીતે જાણે છે. જણાવી દઈએ કે, આ મહિનામાં જન્મેલા લોકોએ પોતાના જીવનમાં સમૃદ્ધિ મેળવવા માટે દર શનિવારે શનિદેવના મંદિરમાં જઈને એમની આરાધના કરવી જોઈએ.

સપ્ટેમ્બર મહિનો :

મિત્રો, એવું માનવામાં આવ્યું છે કે આ મહિનો ભગવાન બુધને સમર્પિત છે. અને હંમેશા એવું જોવામાં આવ્યું છે, કે આ પ્રકારના લોકો રાજનીતિમાં ઘણી ઝડપથી સફળ થાય છે. આ મહિનામાં જન્મેલા લોકો પોતાની લચ્છા વાળી વાતોથી કોઈને પણ ફેરવી શકે છે. આ મહિનામાં જન્મેલા લોકો પોતાની બુદ્ધિનો પ્રયોગ ઘણો વધારે છે. તમારે બુધવારે ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઈએ.

ઓક્ટોબર મહિનો :

જાણકારી માટે જણાવી દઈએ કે, આ મહિનામાં જન્મેલા લોકો પર ચંદ્રનો શુભ પ્રભાવ હોય છે. આથી એમનનું મન પણ ચંદ્રની જેમ શીતળ રહે છે. આવા લોકોને કળા અને અભિનય વગેરેમાં ઘણી જલ્દી સફળતા મળી જાય છે. આ લોકોએ જીવનને ઉત્તમ બનાવવાના હેતુથી ભગવાન શિવની સ્તુતિ કરવી જોઈએ. સાથે જ ભગવાન શિવના પ્રસાદને બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓમાં વહેંચવો જોઈએ.

નવેમ્બર મહિનો :

મિત્રો, નવેમ્બર મહિનામાં જન્મેલા લોકોને ઘણા પ્રબળ ખેલાડી માનવામાં આવે છે. અને એમને પોતાની વાણી પર ઘણું અભિમાન હોય છે. આવા લોકો મજાક સાથે કટાક્ષ કરવામાં કુશળ માનવામાં આવે છે. પોતાના ફાયદા માટે કોઈનો ઉપયોગ કરવો એમને સારી રીતે આવડે છે. શિક્ષણના ક્ષેત્રમાં એમને ઘણી જલ્દી સફળતા મળે છે. આ મહિનામાં જન્મેલા લોકોએ સરસ્વતી માં ની આરાધના કરવી જોઈએ.

ડિસેમ્બર મહિનો :

વર્ષના અંતિમ મહિના એટલે કે ડિસેમ્બરમાં જન્મેલા લોકો સુરક્ષાના ક્ષેત્રમાં ઘણા સફળ થઈ જાય છે. અને આમને લઈને એવી માન્યતા છે કે, આવા લોકો ઉપર શુક્ર અને મંગળનો મિશ્રિત પ્રભાવ હોય છે. આવા લોકો પ્રેમ પ્રસંગ વાળા હોય છે. તમારે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. કારણ કે હનુમાનજીની પૂજા તમારા બધા કષ્ટને દુર કરી દેશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.