શહીદ થયેલા કમાન્ડરની બહેનના લગ્નમાં પહોચ્યા 100 કમાન્ડર અને પછી જોતી રહી આખી દુનિયા

0
1170

૩ જુન બિહારમાં એક લગ્ન હતા. સોસીયલ મીડિયામાં એની ખૂબ ચર્ચા થવા લાગી. આ લગ્ન શહીદ ગરુડ કમાન્ડર જ્યોતિ પ્રકાશ નિરાલાની બહેનના હતા. નિરાલા બે વર્ષ પહેલા શહીદ થયા હતા. એમના ગયા પછી ઘરની આર્થિક સ્થિતિ બરાબર નહોતી. એવામાં બહેનના લગ્નની જવાબદારી ઉપાડી નિરાલાના સાથી મિત્રોએ. 100 કમાન્ડરે દાન ભેગું કર્યું. અને નીરાલાની બહેન શશીકલાના ધામ ધુમથી લગ્ન કરાવ્યા. અને પોતે પણ લગ્નમાં ભાગ લીધો.

શશીકલાના લગ્ન બિહારના પાલી રોડ ડેહરીના રહેવાવાળા સુશીલ કુમાર સાથે થયા. આ કમાન્ડોએ દુલ્હનના વિદાય સમયે દુલ્હનના પગને જમીન પર પડવા દીધા નહિ. જ્યાં જ્યાં દુલ્હનનો પગ પડતો હતો, તે પહેલા શહીદ જવાનના મિત્રો પોતાની હથેળી ત્યાં મૂકી દેતા હતા. વાયુસેના ગરુડ કમાન્ડરની હથેળી પર પગ મુકીને વિદાય થઇ શહીદ કમાન્ડરની બહેન. શહીદના પિતા છે તેજનારાયણ સિંહ. તેમને તેને પોતાની જિંદગીનો ખુબ સારો યાદગાર સમય જણાવ્યો. તેમણે કહ્યું કે નીરલાના સથીયોએ એક ભાઈની ઉણપ જરાય અનુભવવા દીધી નથી.

કોણ છે જ્યોતિ પ્રકાશ નિરાલા

18 નવેમ્બર ૨૦૧૭ ની આ વાત છે. જમ્મુ કાશ્મીર બાંદીપુર જીલ્લાના ચાંદરનગર ગામમાં કેટલાક આતંકવાદીઓના સંતાઈ જવાની સુચના મળી હતી. આ આતંકવાદીઓ વિરુધ્ધ ઓપરેશન ચાલવાની જવાબદારી રાષ્ટીય રાઈફલ પાસે હતી. રાષ્ટીય રાઈફલની ટુકડીમાં ઈડિયન એરફોર્સ ના ગરુડ કમાન્ડર હોય છે. ગરુડ કમાન્ડર વાયુ સેનાની એક ટુકડી છે. જે જમીન ઉપર ચાલી રહેલા ઓપરશનને પોતાના લક્ષ સુધી પહોચાડે છે. રાષ્ટીય રાઈફલના જવાન અને ગરુડ કમાન્ડરની ટીમ ઘટના સ્થળ ઉપર પહોચી. આ ટીમનું નેતૃત્વ કરતા હતા જ્યોતિ પ્રકાશ નિરાલા.

જવાનોએ ચારે બાજુથી તે ઘરને કવર કરી લીધું જ્યાં આતંકવાદીઓ સંતાયેલા હતા. નિરાલા એ ઘરની એકદમ નજીક ઘાત લગાવીને ઉભા હતા. જવાનો એ આતંકવાદીઓને આત્મસમર્પણ માટે કહ્યું. પરંતુ આતંકવાદીઓ ગોળીબાર કરવા લાગ્યા. સેનાના જવાન તરફથી પણ ફાયરીંગ થવા લાગ્યું. 6 આતંકવાદીઓ ફાયરીંગ કરતા કરતા બહાર ભાગવા માટેની કોશિશ કરવા લાગ્યા. આતંકવાદીઓની ગોળી જ્યોતિ પ્રકાશને પણ વાગી ગઈ. છતાં પણ જ્યોતિ પ્રકાશ ગોળીઓ અને હથિયારથી આતંકવાદીઓ ઉપર હુમલો કરી દીધો. એકલે હાથે જ ૩ આતંકવાદીઓને મારી નાખ્યા. આ દરમિયાન આતંકવાદીઓની ગોળી વાગવાથી તે શહીદ થઇ ગયા. શ્રીનગરમાં આ ઓપરશન દરમિયાન આતંકવાદી મસુદ અજહરનો ભત્રીજો તાલ્હા રશીદ મરી ગયો હતો.

નિરાલા એક એવા ઈડિયન એરફોર્સ ના સિપાહી હતા જેમને ગ્રાઉન્ડ ઓપરશન માટે આશોક ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા.

જ્યોતિ પ્રકાશ નિરાલાની બહાદુરના કિસ્સા રાષ્ટીય રાઈફલની સાથે સાથે ઇન્ડિયન એરફોર્સ માટે પણ મિસાલ બની ગયા છે. તો આ દરમિયાન સૈનિકો અને જે સૈનિક નથી તે બધાને તેમની વીરતા અને બલિદાન માટે જે સૌથી મોટુ સમ્માન આપવામાં આવે છે તે છે અશોક ચક્ર. તેને શહીદ થાય પછી પણ આપવામાં આવે છે. નિરાલા ઇન્ડિયન એરફોર્સના પહેલા એવા સૈનિક હતા, જેમને ગ્રાઉન્ડ ઓપરેશન માટે સમ્માન કરવામાં આવ્યું.

નીરલાને અશોક ચક્રથી સમ્માનિત કરતા રાષ્ટ્રપતિ પણ ભાવુક થઇ ગયા હતા.

નિરાલા બિહારના રોહતક જીલ્લાના રહેવા વાળા હતા. 31 વર્ષમાં એમની શહીદી થતા પરિવારમાં વૃધ્ધ માતા પિતા પર આભ તૂટી પડ્યું. આ સિવાય એમની પત્ની અને એક દીકરી પણ છે. શહીદ નિરાલાની ત્રણ બહેનો પણ છે. ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ શ્રી રામનાથ કોવિંદે શહીદ જ્યોતિ પ્રકાશ નિરાલાની પત્નીને આ સમ્માન આપ્યું. સમ્માન આપતી વખતે રાષ્ટ્રપતિ ઘણા ભાવુક થઇ ગયા અને એમની આંખોમાં આંસુ આવી ગયા હતા.