જયારે દાદીની વર્ષોથી બંધ પડેલી દુકાન ખોલી, ત્યારે ચમકી ગયું તેમનું નસીબ, જાણો કેવી રીતે.

0
2136

આપણે આપણા ભવિષ્ય વિષે સચોટ માહિતી નથી મેળવી શકતા. ભવિષ્યમાં આપણી સાથે શું થવાનું છે આપણે જાણતા નથી હોતા. કોઈની સાથે ક્યારે, શું થઇ જાય એ કહી શકાય નહિ. ઘણા લોકો નશીબ પર ભરોસો રાખે છે, અને ઘણા લોકો નસીબ જેવી વસ્તુ પર ભરોસો રાખતા નથી.

મિત્રો, અમે અહીં ભરોસો કરવાની કે ના કરવાની વાત કરતા નથી. પણ ઘણી વાર નસીબ જેવું કંઈક હોય છે, એના ઉદાહરણ આપણી આસપાસ જ મળી જાય છે. અને દુનિયામાં એવી ઘણી ઘટનાઓ થતી રહે છે, જેનાથી આ વાતની ખબર પડે છે કે નશીબ જેવું પણ કાંઈ હોય છે.

નશીબ સારું હોય તો માણસ બની જાય રાતો રાત અમીર :

તમને આ સાંભળીને ભલે એની પર ભરોસો નહિ થાય, પણ જણાવી દઈએ કે આ ઘટના સત્ય ઘટના છે. હંમેશા તમે લોકોને જોયા હશે કે, જે પહેલા ખુબ ગરીબ હોય પરંતુ અચાનક જ તે અમિર બની જાય છે. આને તમે નશીબ નહિ કહેશો તો શું કહેશો? નશીબ સારા હોવાના કારણે જ એક ગરીબ વ્યક્તિ એક જ રાતમાં અમિર બની જાય છે. જો તમે ક્યાય રસ્તામાં જઈ રહ્યા છો, અને તમને એક નોટોથી ભરેલ બેગ મળે તો તમને આને સારા નસીબ જ કહેશો ને.

પરિવાર વાળાએ દુકાનને વધારે મહત્વ આપ્યું નહિ :

ઘણી વાર એવી ઘટના સામે આવે છે કે, લોકોને કોઈ જગ્યા પર કંઈક ખુબ કિંમતી વસ્તુ મળી જાય છે, જેને તે જગ્યા પર મળવાની કોઈ આશા હોતી નથી. અને આજે અમે તમારી સમક્ષ એક એવો જ કિસ્સો લઈને આવ્યા છીએ. અમેરિકામાં એક પરિવારને પરદાદીની વસિયતના કારણે એક ખુબ જૂની દુકાન મળી. તે સમયે આ પરિવારે દુકાનને વધારે મહત્વ આપ્યું નહિ. પરંતુ જયારે વર્ષો પછી તે દુકાનને ખોલવામાં આવી, તો તેમાં જે મળ્યું જેને જોઈને તે લોકો ચકિત થઇ ગયા.

તબિયત ખરાબ હોવાના કારણે બંધ કરી હતી દુકાન :

મળેલી જાણકારી અનુસાર, અમેરિકાનાં આ પરિવારને એક દુકાન વસિયતમાં મળી હતી. આ દુકાન 1940 થી 1960 વચ્ચે ખુલી હતી. જયારે પરદાદીની તબિયત ખરાબ રહેવા લાગી, તો આ દુકાનને બંધ કરી દેવામાં આવી. અને પરિવારના સભ્યોને જયારે ખબર પડી કે, તેમની પરદાદીએ આ દુકાન તેમના માટે છોડી છે, તો તે સમયે તે લોકોને એ દુકાન જોવાનું પણ ઉચિત લાગ્યું નહિ.

તેમને લાગ્યું કે એટલી જૂની દુકાનનું આપણે શું કરશું? પછી થોડા વર્ષો પછી પરિવારે એક વાર એ દુકાનને જોવાનું નક્કી કર્યુ. જ્યારે તેમણે એ દુકાન ખોલી તો દુકાન આખી ધૂળથી ભરેલ હતી.

આ વિંટેજ બુટની કિંમત છે ખુબ વધારે :

પણ જયારે તેમણે ધીરે ધીરે પોતાને વસિયતમાં મળેલી એ દુકાનની સાફ સફાઈ કરવાની શરુ કરી, અને તેમાં રહેલી વસ્તુ જોતા ગયા તો તેમની ખુશીનો પાર રહ્યો નહિ. આ જૂની દુકાનમાં તેમને ઘણા એવા બુટ મળ્યા જે ખુબ સારી હાલતમાં હતા. તે સમયે આ બુટ આજના સમય કરતા ખુબ વધારે કિંમતના હતા. અને તે નવી પેઢી માટે વિંટેજ બની ગયા હતા. હવે વિંટેજ વસ્તુઓની બજારમાં ઘણી કિંમત હોય છે. અને એમાંથી મોટાભાગના બુટ એકદમ નવા હતા. તો એને વેચવા પર એમને ઘણો મોટો ફાયદો થયો. અને એમનું તો જાણે નસીબ જ બદલાય ગયું.