જુવાનીમાં આટલા ખરાબ દેખાતા હતા કપિલ શર્મા, સફળતાની સીડી ચઢતા ગયા અને ફરી હેન્ડસમ બનતા ગયા.

0
233

કપિલ શર્મા જવાનીમાં જ ગુમાવી બેઠા હતા માથાના વાળ, સફળતા મળવાની સાથે આવ્યા વાળ. દેશના નહિ પરંતુ દુનિયાના પ્રસિદ્ધ કોમેડિયન તરીકે ઓળખાતા કપિલ શર્મા હાલના દિવસોમાં તેના લુકને લઈને સોશિયલ મીડિયા ઉપર સમાચારોમાં રહેલા છે. થોડા દિવસોથી કપિલ શર્મા ઘણા ફીટ જોવા મળી રહ્યા છે. તે પહેલા તે લોકડાઉન પછીથી થોડા જાડા થઇ ગયા હતાં, આમ તો હવે કપિલે પોતાને ફીટ કરી લીધા છે અને સોશિયલ મીડિયા ઉપર તેની જોરદાર ચર્ચા થઇ રહી છે.

આમ તો કોમેડિયન કપિલ શર્મા જયારે ઇન્ડસ્ટ્રીમાં નવા હતા તો તે આજના લુકથી એકદમ અલગ દેખાતા હતા. તે ઘણા દુબળા પાતળા હતા. તેનો રંગ પણ વધુ સ્વચ્છ ન હતો અને ન તો તેના માથાના આગળના ભાગ ઉપર આટલા લાંબા વાળ હતા, જેટલા આજે છે. જે પણ હોય કપિલ શર્માનો આ નવો લુક દરેકને પસંદ આવી રહ્યો છે. કપિલના જુના અને આજના ફોટાની સરખામણી કરીએ તો કપિલ શર્મા એકદમ બદલાઈ ગયા છે.

કપિલ શર્મા માથાના વાળની સાથે જ તેના ચહેરાનો રંગ તેનું વજન અને તેનો પહેરવેશ આજે એકદમ બદલાઈ ગયા છે. તે લોકડાઉન દરમિયાન અને અત્યારની વાત કરવામાં આવે તો ત્યારથી લઈને અત્યાર સુધીના સમયગાળામાં પણ કપિલ શર્માએ તેના શરીર ઉપર ઘણું કામ કર્યું છે અને તે દરમિયાન તેમણે તેનું 11 કિલો વજન ઓછું કરી લીધું છે. કપિલે તેની ઘણી તસ્વીરો શેર પણ કરી છે.

તેની મહેનત અને ધગશને લઈને કપિલ શર્મા આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સૌથી ચર્ચિત અને પ્રસિદ્ધ વ્યક્તિમાં સામેલ છે. થોડા દિવસો પહેલા સુધી 92 કિલોના કપિલ શર્મા હવે તેના શરીર ઉપર ધ્યાન આપવાથી 81 કિલોના થઇ ગયા છે. આવો આજે એક નજર કરીએ કપિલ શર્માની કારકિર્દીની શરુઆતની તેની થોડી તસ્વીરો ઉપર. જયારે કપિલની તમે જૂની તસ્વીરો જોશો તો તમે આજના કપિલ શર્માને કદાચ ભૂલી જશો. આમ તો તસ્વીરો આજના પ્રમાણમાં કોઈ વિશેષ નથી. પરંતુ ફોટા જોઇને તમે રોમાંચિત જરૂર થઇ ઉઠશો.

શો ની નિયમિત મહેમાન અર્ચના પૂરન સિંહ પણ કપિલના નવા લુકથી ઘણી ખુશ અને પ્રભાવિત જોવા મળી છે. હાલમાં જ અર્ચના પુરન સિંહે કપિલના ફેરફાર વિષે લોકોને જણાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો શેર કર્યો હતો. લોકડાઉન દરમિયાન જ્યાં દેશ દુનિયાના તમામ કામ અસ્ત વ્યસ્ત થઇ ગયા હતા, તો તેવામાં કપિલ શર્મા શો પણ લગભગ 4 મહિના સુધી બંધ હતો.

કપિલ શર્માનો શો ફરી વખત શરુ થયો તો શો કોરના મહામારીના નિયમોને લઈને એકદમ બદલાઈ ગયો. દર્શકોને હજુ સુધી કોરોનાના નિયમોને લીધે શોમાં એન્ટ્રી નથી આપવામાં આવી. શો માં કપિલ શર્માની ટીમ અને માત્ર મહેમાનો જ હોય છે. દર્શકોની ખાલી જગ્યા ભરવા માટે મેકર્સે કાર્ડબોર્ડનો સહારો લીધો છે.

કપિલ શર્મા તે સમયમાં સમાચારોમાં આવ્યા હતા જયાએ તેમણે વર્ષ 2006 માં કોમેડી શો ‘હંસ દે હંસા’ માં કામ કર્યું હતું. ત્યાર પછી પછીના વર્ષે તે વર્ષ 2૦૦7માં ‘ધ ગ્રેટ ઇન્ડીયન લાફટર ચેલેન્જ’ માં જોવા મળ્યા હતા. અહિયાંથી કપિલને પહેલો મોટો બ્રેક મળ્યો. તેમણે અહિયાં સફળતાના શિખરો સર કર્યા અને તે આ શો ના વિનર બન્યા.

કપિલ શર્મા આગળ વધતા ગયા અને તેની સફળતા પણ આગળ વધતી ગઈ. વર્ષ 2010-13 વચ્ચે કપિલ ‘કોમેડી સર્કસ’ ના સતત છ સીઝનના વિજેતા પસંદ થયા. કોમેડીની દુનિયામાં એક મોટી સિદ્ધી પ્રાપ્ત કર્યા પછી કપિલે કાંઈક અલગ કરવાનું વિચાર્યું અને વર્ષ 2013 માં તેમણે પોતાનો શો શરુ કરી દીધો. જેનું નામ રાખ્યું ‘કોમેડી નાઈટ્સ વિદ કપિલ શર્મા’. કપિલ શર્માનો આ શો આગળ જઈને બંધ થઇ ગયો હતો, પરંતુ ફરી તેમણે તેનો શો ફરી વખત શરુ કર્યો અને આ વખતે શોનું નવું નામ ‘ધ કપિલ શર્મા શો’ કરી રહ્યા છે. જે ઘણા દિવસોથી લોકોને હસાવી રહ્યો છે. કપિલનો આ શો ટીવીના સૌથી ચર્ચિત શો માંથી એક છે.

કપિલ આજે જે સ્થાન ઉપર છે ત્યાં સુધી પહોચવા માટે તેમને ઘણા સંઘર્ષ માંથી પસાર થવું પડ્યું છે. કપિલ શર્માએ વર્ષ 2018 માં ગીન્ની ચતરથ સાથે લગ્ન કરી લીધા હતા. આજે આ કપલને એક દીકરી છે અને કપિલ તેની માં અને તેની પત્ની સાથે રહે છે. સમાચાર છે કે વહેલી તકે જ કપિલ અને ગીન્ની બીજા સંતાનના માતા પિતા બની શકે છે. આમ તો હજુ કોઈ સત્તાવાર માહિતી તેના વિષે મળી શકી નથી.

આ માહિતી ઇન્ડિયાફીડ્સઅને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે