જુનો મોબાઈલ વેચવો થયો જીવલેણ, મહિલાનો અશ્લીલ ફોટો થયો વાયરલ તો બરબાદ થયા 3 ઘર.

0
1214

મોબાઈલ આજકાલ લોકો માટે ઘણું જરૂરી સાધન ગણવામાં આવે છે, અને છે પણ કેમ કે વિશ્વના કોઈપણ ખૂણામાં સમાચાર મોકલવા કે મેળવવામાં થોડી જ સેકન્ડમાં આપ લે થઇ શકે છે. પરંતુ તે જ મોબાઈલ ઘણી વખત મુશ્કેલી પણ ઉભી કરી શકે છે, જો આપણે નાની એવી બેદરકારી રાખીએ તો. આવો આજે આપણે તેના વિષે જાણીએ.

શુભમ અને મહિલા વચ્ચે સંબંધ હતા પરંતુ તેના ફોટા શુભમના જુના મોબાઈલમાં હતા.

મેરઠમાં એક મોબાઈલ વેચ્યા પછી ત્રણ પરિવારોની ખુશીઓને અસર કરી ગઈ. મોબાઈલ ખરીદવા વાળાએ તેમાંથી મળેલા અશ્લીલ ફોટા વાયરલ કરી દીધા. મહિલાના પ્રેમીએ ફોટા વાયરલ કરવા વાળાની હત્યા કરી દીધી. હત્યાના ગુનેગારને પોલીસે જેલમાં મોકલી દીધો. ત્યાં પીડિત મહિલાએ દીકરી સાથે નહેરમાં છલાંગ લગાવી દીધી. દીકરીને બચાવી લેવામાં આવી, પરંતુ મહિલાની ભાળ મળી શકી નથી.

મેરઠના કંકરખેડાના નંગલાતાશીના રહેવાસી રીક્ષા ડ્રાયવર અનુજ (૨૦) એ પોતાના પાડોશી શુભમ પાસેથી થોડા દિવસ પહેલા સ્ક્રીન તૂટેલો એક મોબાઈલ ખરીદ્યો હતો. નવી સ્ક્રીન નખાવી તો એક મહિલાના અશ્લીશ ફોટા નીકળ્યા. અનુજે આ ફોટાને પોતાના મિત્રને મોકલ્યા. વાયરલ થતા ફોટા મહિલા સુધી પણ પહોચી ગયા. પોલીસના જણાવ્યા મુજબ મહિલાની શુભમ સાથે મિત્રતા હતી.

શુભમને લાગ્યું કે અનુજ ફોટાના બળ ઉપર મહિલાને બ્લેકમેલ કરી તેની સાથે સંબંધ બાંધવા માંગે છે. ત્યાં મહિલાએ પણ શુભમને ઉશ્કેર્યો. ગઈ ૨૩ મે ના રોજ શુભમ પાંચ મિત્રો અને સંબંધિઓ સાથે મળીને અનુજડિફેંસ એનક્લેવની પાછળ સુંદરનગર લઇ ગયો. ત્યાં બધાએ બીયર પીધી. ત્યાર પછી શુભમે અનુજને ગોળી મારી દીધી.

ઇન્સ્પેકટર આનંદ પ્રકાશ મિશ્રે જણાવ્યું કે અનુજની હત્યા પાછળ મહિલાના અશ્લીશ ફોટા વાયરલ કરવાનું કારણ સામે આવ્યું છે. હત્યારા શુભમને જેલ મોકલી દેવામાં આવ્યો છે.

ત્યાં ફોટા વાયરલ થવા અને પોતાની ઓળખાણ ખુલ્લી પડવાથી મહિલાએ પોતાની બાળકી સાથે ૨૫ મે ના રોજ ખતોલીની ગંગ નહેરમાં છલાંગ લગાવી દીધી. બાળકીને સ્થાનિક લોકોએ બચાવી લીધી, પરંતુ મહિલાની કોઈ ભાળ ન મળી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.