ન રેતી, ન સિમેન્ટ, ન ઈંટ… જુગાડથી બનાવી દીધું 3 માળનું ઘર, જાણો વધુ વિગત

0
528

અમેરિકાના ડિઝાઈનર અને આર્કિટેક્ટ વીલ બ્રેક્સએ રેતી, સિમેન્ટ અને ઈંટો વિના ત્રણ માળનું સુંદર ઘર તૈયાર કરી દીધુ છે. તેમણે એવો જુગાડ લગાવ્યો છે કે, હવે તેમને કોઈ પ્રકારની સમસ્યા થઈ શકશે નહિ. આવો જાણીએ કે વીલે એવું તે શું કરી દીધું? કે જેનાથી તેના સપનાનું મકાન તૈયાર થઈ ગયું એ પણ રેતી, ઈંટ, સિમેન્ટ વગેરે વાપર્યા વિના.

વીલ બ્રેક્સએ એક મેગેઝીનમાં વાંચ્યું હતું કે શિપિંગ કન્ટેનર્સથી ઘર બનાવી શકાય છે. એ પછી તેમણે પોતાના ઘરનું થ્રિડી સ્કેચ તૈયાર કર્યું. પછી 11 શિપિંગ કન્ટેનર્સની મદદથી 2500 સ્ક્વેર ફૂટ ક્ષેત્રફળમાં ત્રણ માળનું ઘર બનાવી લીધું.

બહારથી વધારે સુંદર ઘરની અંદરનો નજારો આવો છે :

વીલ બ્રેક્સના ઘરમાં બહારથી વધારે અંદરનો ભાગ સુંદર છે. વીલ બ્રેક્સ જણાવે છે કે, તે ઘણા સમય પહેલા જ અલગ ઘર બનાવવા માંગતા હતા. પરંતુ પૈસાની કમીના કારણે તે આવું કરી શક્યા નહોતા. ઘર બનાવવા માટે તે પૈસા જોડવાનો પ્રયાસ કરવા લાગ્યા. જયારે પણ તેમની પાસે પૈસા જમા થઈ જતા હતા તે ઘરના ઇન્ટિરિયર પર કામ કરવાનું શરુ કરી દેતા હતા.

2017 થી જ ચર્ચાનો વિષય બનેલું છે આ ઘર :

વીલએ જણાવ્યું કે 2017 થી જ તે ઘર ચર્ચાનું વિષય બનેલુ છે. વીલ જણાવે છે કે ત્યારથી લઈને હજુ સીધી લોકો આ ઘર વિષે કમેન્ટ પણ કરે છે. પરંતુ હું તેમના પર ધ્યાન આપતો નથી. આના પછી મેં પોતાના ઘરની જાણકારીઓને બ્લોગમાં લખવાનું શરુ કરી દીધું.

આ ઘર ખુબ જ સુરક્ષિત અને મજબૂત છે :

વીલનો દાવો છે કે, આ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને મજબૂત છે. આનો ત્રીજો માળ પણ આગ અને વાવાજોડુંનો સામનો કરવામાં સક્ષમ છે. આનો પાયો ખુબ મજબૂત છે. આને બીજી જગ્યાએ લઇ જવું ખુબ મુશ્કેલ છે. બધી દીવાલોને સારી રીતે સીલ કરવામાં આવી છે.

ઘરમાં બારીઓ પણ છે :

શિપિંગ કંટેસનર્સથી બનેલ આ ત્રણ માળના ઘરમાં બારીઓ પણ છે. એક માળથી બીજા માળ પર જવા માટે અંદરની તરફ લાકડા અને લોખંડની દાદર પણ બનાવ્યા છે. વીલ બ્રેક્સ જણાવે છે કે, તેમણે આ ઘરનું પ્લાનિંગ 2011 માં જ શરુ કરી દીધું હતું. છેવટે વીલે અમેરિકાના હયુસ્તનના મીડટાઉનમાં ઘર બનાવવા માટે જગ્યા મળી ગઈ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.