મજેદાર જોક્સ : જજ : તમારી પત્નીની ફરિયાદ છે કે તમે 5 વર્ષમાં પત્ની જોડે વાત નથી કરી. પપ્પુ : યોર ઓનર, હું….

0
361

જોક્સ 1 :

ટીના : અલી બીના, તારા ઘરમાં બધું ઠીકઠાક તો છે ને?

બીના : ના, મારો પતિ બીમાર છે અને એને ડર છે કે એ મરી જશે.

અને મને ડર છે કે એ જીવી જશે. આ મહોકાણમાં ઘરમાં ગમગીનીનો માહોલ છે.

જોક્સ 2 :

એક પાર્ટીમાં

ટીના : તમે મારા પતિના બોસ છો ને?

બોસ : હા, સાચી વાત, પણ આપણે ક્યારેય મળ્યા નથી તો તમને કેવી રીતે ખબર પડી?

ટીના : મારો વર છોકરાઓને હસાવવા તમારી પરફેકટ નકલ કરે છે,

એટલે તમને જોઈને જ હું ઓળખી ગઈ.

જોક્સ 3 :

પોસ્ટની સિસ્ટમથી અજ્ઞાત ટીના પોસ્ટઓફિસમાં ગઈ.

પોસ્ટ માસ્ટર : બોલો બહેન, શું ફરિયાદ છે તમારી?

ટીના : પોસ્ટ માસ્ટરજી મારા પતિ કલકત્તા ગયા છે. પણ તેઓ જે પોસ્ટકાર્ડ લખીને મોકલે છે,

એના ઉપર ટપાલખાતું સીમલાની મહોર લગાવે છે. એટલે મારે જાણવું છે તે ખરેખર ક્યાં છે.

પોસ્ટ માસ્ટર બેભાન થઈ ગયા.

જોક્સ 4 :

પપ્પુ : દોસ્ત કમાલ છે! તે તારી સાસુને છેલ્લા દસ વર્ષથી તારી સાથે રાખી છે,

અને એ તારી સાથે બોલતી પણ નથી.

ટપ્પુ : એ બોલતી નથી એટલે જ મેં દસ વર્ષથી સાથે રાખી છે.

જોક્સ 5 :

ટીના વકીલની ઓફિસમાં ગઈ.

ટીના : મારા ઉપર રોજ ધમકી આપતા પત્રો આવતા રહે છે.

મારે શું કરવું જોઈએ? મને સાચું માર્ગદર્શન આપો.

વકીલ : મેડમ એ કહો આ પત્રો કોણ લખે છે?

ટીના : મારા બોયફ્રેન્ડની પત્ની.

વકીલને હાર્ટ અટેક આવતા આવતા રહી ગયો.

જોક્સ 6 :

પપ્પુ જમી રહ્યો હતો ત્યારે,

ટીના : હું જે પૂછું તેનો સાચો જવાબ આપજો.

પપ્પુ : હા, પૂછ.

ટીના : આજે સૂપ કેવો લાગ્યો?

પપ્પુ : જો તે સાચો જવાબ આપવા કહ્યું છે ને!

ટીના : હા, કહો કેવો લાગ્યો?

પપ્પુ : ડુક્કરને પીવા લાયક લાગ્યો.

ટીના : તો થોડો બીજો લેશો?

પપ્પુ બેભાન થઈ ગયો.

જોક્સ 7 :

પપ્પુ : આજકાલની મોર્ડન છોકરીઓની જેમ તું શરાબની શોખીન છે?

ટીના : ના.

પપ્પુ : સિગારેટ ની?

ટીના : ના રે.

પપ્પુ : પત્તા? જુગાર?

ટીના : ઉંહુ….

પપ્પુ : તારામાં કોઈ જ ખરાબ આદત નથી?

ટીના : છે ને… એક ખરાબ આદત છે.

પપ્પુ : કઈ?

ટીના : જૂઠું બોલવાની.

જોક્સ 8 :

જ્યોતિષ : બહેન, તમે સાચવજો, તમારા ગ્રહો કહે છે કે તમારા માથા ઉપરનું છત્ર તમે ખોઈ દેશો.

ટીના : એમાં સાચવવાનું શું? મારી પાસે બે છત્રી એક્સ્ટ્રા છે.

જોક્સ 9 :

ટીના પપ્પુનું પ્રપોઝલ સ્વીકાર કરતા પહેલા.

ટીના : તારા પ્રેમની હું ખૂબ ખૂબ કદર કરું છું. પણ મારે તને કહેવું જોઈએ કે,

મારા એક દૂરના સગાને વર્ષો પહેલા ફાંસી મળેલી.

પપ્પુ : અરે પાગલ, એ બધી ચિંતા છોડ.

હું મારા ઘણા નજીકના સગાઓને ઓળખું છું, જે આજે ફાંસીએ લટકાવવા લાયક છે.

જોક્સ 10 :

જજ : તમારી પત્નીની ફરિયાદ છે કે તમે 5 વર્ષમાં પત્ની જોડે વાત નથી કરી.

પપ્પુ : યોર ઓનર, હું એક જેન્ટલમેન છું. સ્ત્રી બોલતી હોય તો વચમાં બોલતો નથી.

જોક્સ 11 :

પોલીસ : તમે ચોરને હોકીથી ફટકારી હોસ્પિટલ ભેગો કરી દીધો?

આટલી હિંમત? વાહ!

ટીના : રાતના બે વાગ્યા હતા અને મારા વરની રાહ જોતા હું થાકી હતી.

ચોરને હું મારો વર સમજી અને બિચારો પીટાઈ ગયો.

જોક્સ 12 :

સ્વીટી : મમ્મી તું ડેડી સાથે શા માટે પરણેલી?

ટીના : અચ્છા તો તારા મગજમાં પણ આ સવાલ ઉઠવા લાગ્યો.

જોક્સ 13 :

એકદમ વરસાદ તૂટી પડતા પપ્પુએ વ્યક્ત કરેલી ચિંતા :

“હે ભગવાન, પત્ની છત્રી વગર ગઈ છે અને વરસાદ તૂટી પડ્યો છે, એ કોઈ સ્ટોરમાં ઘુસી ગઈ તો આફત!!”