જ્યોતિષ શાસ્ત્ર : અચાનક ધનલાભ માટે કરો આ ઉપાય, માં લક્ષ્મી આર્થિક પરેશાનીઓ કરશે દૂર.

0
1060

માં લક્ષ્મીના આ સરળ ઉપાય કરવાથી આર્થિક સમસ્યા દૂર થવાની સાથે થશે ધન લાભના યોગ

આ સંસારમાં દરેક વ્યક્તિને વધુ ધન લાભની કામના રહે છે, વ્યક્તિ દિવસ રાત મહેનત કરીને વધુમાં વધુ ધન કમાવાની ઈચ્છા રાખે છે પરંતુ વ્યક્તિની ઈચ્છા એટલી સરળતાથી પૂરી થઇ શકતી નથી, ઘણી વખત જોવામાં આવે છે કે આકરી મહેનત કરવા છતાં પણ વ્યક્તિને ધન પ્રાપ્તિના રસ્તામાં ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે, એવી સ્થિતિમાં તમે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા થોડા ઉપાયો અપનાવી શકો છો.

જ્યોતિષ શાસ્ત્રોમાં ધન પ્રાપ્તિ માટે થોડા એવા અસરકારક ઉપાય બતાવવામાં આવ્યા છે, જેને જો વ્યક્તિ અપનાવે છે તો તેને અચાનક ધન પ્રાપ્તિ થાય છે અને તેની તમામ મનોકામનાઓ વહેલી તકે પૂરી થાય છે, આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા વ્યક્તિ ઉપર હંમેશા જળવાયેલી રહે છે, આજે અમે તમને એવા જ થોડા સરળ ઉપાયો વિષે જાણકારી આપવાના છીએ. જે કરીને તમે તમારી મનોકામનાઓ સાથે સાથે અચાનક ધન લાભ પ્રાપ્ત કરી શકો છો.

આવો જાણીએ અચાનક ધનલાભ પ્રાપ્તિના આ ઉપાયો વિષે

અચાનક ધન લાભ પ્રાપ્ત કરવા માટે તમે કાળી હળદર અને સિંદુરના ઉપાય કરી શકો છો, તેના માટે તમારે કાળી હળદર અને સિંદુર લેવાનું રહેશે, ત્યાર પછી તમે ધૂપ દેખાડીને એક લાલ કપડાની અંદર આ બધી વસ્તુ લપેટીને તમારી તિજોરીમાં રાખી દો, તેનાથી ધન લાભ પ્રાપ્ત થવાની શક્યતા વધે છે.

જેમ કે મોટાભાગે લોકો જાણતા હશે માતા લક્ષ્મીજીને કોડીયા ઘણા પસંદ છે, કોડીયા માતા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે, તમે ૧૧ કોડીયાને શુદ્ધ કેસરમાં રંગીને પીળા કપડામાં બાંધીને ધન રાખવાના સ્થાન ઉપર રાખો, તેનાથી ધન લાભ પ્રાપ્તિના યોગ ઉભા થાય છે.

જો તમે માતા લક્ષ્મીજીનું ધ્યાન કરતા રોજ માથા ઉપર કેસરનું તિલક લગાવો છો, તો તેનાથી ધન લાભ મળે છે.

તમે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માગો છો, તો તમે મોટી શંખનું ચૂર્ણ પાણીમાં ભેળવીને રોજ નિયમિત રીતે લક્ષ્મીજીને સ્નાન કરાવો, જો તમે આ ઉપાય કરો છો, તો તેનાથી ઘણું જલ્દી ધન સંબંધિત તકલીફો માંથી છુટકારો મળે છે.

ધન લાભ પ્રાપ્ત કરવા માટે તમે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર રોજ સરસીયાના તેલનો દીવડો પ્રગટાવો, જયારે આ દીવડો બુજાઈ જાય, તો તેમાં વધેલા તેલને પીપળાના ઝાડ ઉપર અર્પણ કરો.

જો તમે તમારી મનોકામના પૂરી કરવા માગો છો, તો તેવી સ્થિતિમાં આ જ્યોતિષના ઉપાય જરૂર કરો, અચાનક ધન પ્રાપ્તિ માટે તમે તમારી મનોકામના કહીને વડના ઝાડની ઝટામાં ગાંઠ લગાવી દો, જયારે તમને ધન પ્રાપ્તિ થઇ જાય તો તમે આ ગાંઠને ખોલી દો.

માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે, એવું કહેવામાં આવે છે કે જો તેમની કૃપા દ્રષ્ટિ કોઈ વ્યક્તિ ઉપર થઇ જાય તો તે વ્યક્તિનું ભાગ્ય જ બદલાઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં ક્યારે પણ ધન સાથે જોડાયેલી સમસ્યાઓ ઉભી થતી નથી. ઉપર થોડા જ્યોતિષના ઉપાય જણાવવામાં આવ્યા છે, તમે આ ઉપાયો કરીને અચાનક ધન લાભ પ્રાપ્ત કરી શકો છો, આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારી ઉપર હંમેશા જળવાઈ રહેશે અને ધન લાભના રસ્તા ખુલશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.