જોરદાર છે આ કલેકટર, પોતાની ઓફિસનું એસી-કુલર કાઢીને લગાવી દીધું બાળકોની હોસ્પિટલમાં, જાણો વધુ વિગત, શેર જરૂર કરજો.

0
911

ભોપાલ ૭ જુન ૨૦૧૯, કલેકટર સ્વરોચીષ સોમવંશીએ જે કર્યું છે, તે એક ઉદાહરણ પણ છે અને એક શિખ પણ. આ ધોમધખતા તાપમાં જયારે ઓફિસર AC વગર એક પળ પણ નથી રહી શકતા. તે ગરમીમાં કલેકટર સોમવંશીએ પોતાની ઓફીસ માંથી એસી અને કુલર કઢાવરાવીને બાળકોની હોસ્પિટલમાં લગાવરાવી દીધા, આ સુંદર એવું કામ કર્યું છે મધ્યપ્રદેશના ઉમરિયા જીલ્લાના એક યુવાન કલેકટર સ્વરોચીષ સોમવંશીએ.

ખાસ કરીને તે હોસ્પિટલ તમામ બાળકોનું પોષણ નવજીવન કેન્દ્ર છે, જ્યાં કુપોષિત બાળકોની સારવાર થાય છે. તેમની સારવાર થાય છે અને તેને દવાઓ આપીને સામાન્ય બનાવવામાં આવે છે.

મધ્યપ્રદેશના સૌથી ગરમ જીલ્લા માંથી એક ઉમરિયામાં પણ તાપમાનનો આંકડો ૪૫ થી ઉપર છે, તે વખતે પોષણ નવજીવન કેન્દ્રો (NRC) માં ઘણી ગરમી છે. જેથી ત્યાં રહેલા બાળકોને ઘણી તકલીફ વેઠવી પડે છે. તે જોઈ ઉમરિયા જીલ્લાના કલેકટર સ્વરોચીષ સોમવંશીએ પોતાની ઓફીસ અને કચેરી હોલના કુલર અને એયર કંડીશનર દુર કરીને જીલ્લાના પોષણ નવજીવન કેન્દ્રોમાં લગાવરાવી દીધું. તેમના આ કાર્યને જોઇને જીલ્લાના લોકો તેમની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે બ્લોકમાં ચાર એનઆરસી બિલ્ડીંગ છે. જે ગરમીમાં એકદમ તપી જાય છે. તેથી ત્યાં રહેલા બાળકોને ઘણી તકલીફ વેઠવી પડે છે. ગરમીમાં રહેવાને કારણે જ તેમની તબિયત ખરાબ થવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને ઉમરિયા જીલ્લાના પોષણ નવજીવન કેન્દ્રો (NRC) માં ગરમીને કારણે કુપોષિત બાળકોની સ્થિતિ સારી ન હતી. આમ તો કલેકટરે આ કેન્દ્રોમાં AC લગાડવાનો આદેશ જાહેર કરી દીધો હતો, પરંતુ AC લગાવવામાં મોડું થઇ રહ્યું હતું.

એવી સ્થિતિમાં કલેકટર સોમવંશીએ તાત્કાલિક નિર્ણય લઈને પોતાની ઓફીસ અને ઓફીસ હોલના એસી કઢાવરાવીને નવજીવન કેન્દ્રોમાં લગાવવાનો આદેશ જાહેર કરી દીધો. કહેવામાં આવે છે કે ઉમરિયા જીલ્લો વધુ ગરમ જીલ્લા માંથી એક છે.

ઉમરિયાના કલેકટર સ્વરોચીષ સોમવંશીએ કહ્યું, આ અચાનક જ લેવામાં આવેલો નિર્ણય હતો, એનઆરસી બિલ્ડીંગની અંદર હકીકતમાં ઘણી ગરમી હતી. અમે લોકો એસીની વ્યવસ્થા કરી રહ્યા છીએ, પરંતુ અમે અનુભવ્યું કે એસી તરત લગાવવાની જરૂર છે, કેમ કે ત્યાં બાળકો હતા, એનઆરસીમાં ૪ બ્લોક છે, અમે બધામાં એસી લગાવરાવી દીધા છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી ન્યુઝ પાવર ગેમ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.