મજેદાર જોક્સ : એક મહિલા પોતાના બોયફ્રેન્ડ સાથે બજારમાં ફરી રહી હતી, ત્યારે તેનો પતિ બંનેને જોઈ ગયો…

0
439

અમે તમારા માટે અમુક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય નહિ અટકે. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ 1 :

એક નવા ટીચરે ક્લાસમાં પૂછ્યું : ભારતના એક મહાન વૈજ્ઞાનિકનું નામ જણાવો?

એક વિદ્યાર્થી : સર, આલિયા ભટ્ટ.

ટીચર : સોટી લઈને… બસ આજ શીખ્યા છો?

બીજો વિદ્યાર્થી : એ તોતડો છે સર.. એ આર્યભટ્ટ બોલી રહ્યો છે.

જોક્સ 2 :

જેમની પત્ની સુંદર હોય છે તેમણે પત્નીનો જન્મદિવસ યાદ રાખવાની જરૂર નથી હોતી.

કારણ કે, તેમના મિત્રો બધું યાદ રાખે છે.

જોક્સ 3 :

સોનુ : તને સૌથી વધારે ઈજ્જત કોણ આપે છે?

મોનુ : કબાટમાં રાખેલા કપડાં.

સોનુ : એ કઈ રીતે?

મોનુ : જયારે પણ કબાટ ખોલું છું, તો 2-3 કપડાં આવીને મને પગે પડે છે.

જોક્સ 4 :

ઇન્સ્પેકટર : આટલો બધો દારૂ કેમ પીધો છે?

દારૂડિયો : મજબૂરી છે ભાઈ.

ઇન્સ્પેકટર : કેવી મજબૂરી?

દારૂડિયો : બોટલનું ઢાંકણ ખોવાઈ ગયું હતું.

જોક્સ 5 :

પત્નીની સુંદર પરિભાષા :

જે મહિલા પોતાના પતિ પાસેથી 5000 રૂપિયા લઈને તેને 6000 હજારનો હિસાબ દેખાડે,

તેમજ 2000 હજાર રૂપિયા પોતાની પાસે બચાવી લે તેને જ પત્ની કહેવાય છે.

જોક્સ 6 :

છોકરો : તને મારી અંદર સૌથી સારી વાત કઈ લાગે છે?

છોકરી : લોકો સમય સાથે બદલાઈ જાય છે પણ તું નથી બદલાયો.

છોકરો : કઈ રીતે?

છોકરી : જ્યારે તું મને મળ્યો હતો ત્યારે પણ બેરોજગાર હતો અને આજે પણ બેરોજગાર છે.

જોક્સ 7 :

દારૂડિયો મરવાનો જ હતો કે તેની સામે ભગવાન પ્રગટ થયા.

ભગવાન : તારી કોઈ અંતિમ ઈચ્છા હોય તો જણાવ.

દારૂડિયો : ભગવાન આવતા જન્મમાં દાંત ભલે એક જ આપજો,

પણ લીવર પુરા 32 આપજો.

જોક્સ 8 :

પપ્પુ સમોસું ખોલીને અંદરનો મસાલો ખાઈ રહ્યો હતો.

આ જોઈ રાજુ બોલ્યો : અરે! તું આખું સમોસું કેમ નથી ખાતો?

પપ્પુ : અરે હું બિમારું છું એટલે ડોક્ટરે બહારની વસ્તુ ખાવાની ના પાડી છે.

જોક્સ 9 :

એક વકીલે નવી ઓફિસ ખોલી, બીજા દિવસે તેને પહેલો ક્લાયન્ટ આવતો દેખાયો.

ક્લાયન્ટ જેવો જ ઓફિસમાં પ્રવેશ કરવાનો હતો કે, વકીલે ટેલિફોન ઉંચકીને ક્લાયન્ટની સામે હોંશિયારી મારતા કહ્યું,

સાંભળો મગનલાલ, તમે હરજીભાઈને કહો કે તે કેસ જીતી ગયા છે.

પછી ઓફિસમાં આવેલા તે વ્યક્તિ તરફ જોઈને બોલ્યા : જી કહો, હું તમારી શું સેવા કરી શકું છું.

વ્યક્તિએ થોડું અચકાઈને કહ્યું : મારે કાંઈ નથી કરાવવું,

હું તો ખાલી તમારો ટેલિફોન રિપેયર કરવા આવ્યો છું.

જોક્સ 10 :

એક મહિલા પોતાના બોયફ્રેન્ડ સાથે બજારમાં ફરી રહી હતી, ત્યારે તેનો પતિ તેમને જોઈ ગયો.

પતિએ તે બંનેને જોતા જ પત્નીના બોયફ્રેન્ડને મારવાનું શરુ કરી દીધું.

પત્ની : મારો હજી મારો, પોતાની પત્નીને ક્યારેય ફરવા લઈ જતો નથી અને બીજાની પત્નીઓને ફરવા લઈ જાય છે.

ત્યારે પત્નીના બોયફ્રેન્ડને જોશ આવ્યો અને તેના પતિને જ મારવાનું શરુ કરી દીધું.

પત્ની : મારો હજી મારો, પોતે તો ક્યારેય ફરવા લઈ નથી જતા અને બીજાને પણ ફરાવવા નથી દેતા.

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને લાઈક અને શેયર જરૂર કરો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.