મજેદાર જોક્સ : પત્ની – હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ – હું પણ મરી જઈશ, પત્ની – હું તો બીમાર છું એટલે…

0
700

મજેદાર જોક્સ : પત્ની – હું બચી શકીશ નહિ, મરી જઈશ… પતિ – હું પણ મરી જઈશ, પત્ની – હું તો બીમાર છું એટલે…

આજકાલના ભાગદોડ ભરેલા જીવનમાં લગભગ દરેક વ્યક્તિ તણાવમાં રહે છે. તણાવમાં રહેવા પર માણસને જાત-જાતના વિચારો ઘેરવા લાગે છે. ડોકટરોનું માનીએ તો વ્યક્તિ ત્યારે સ્વસ્થ રહેશે જયારે તે અંદરથી ખુશ રહેશે. અને તે કહેવત તો તમે સાંભળી હશે કે ‘laughter is the best medicine’. એટલા માટે આજની આ પોસ્ટમાં અમે તમારા માટે અમુક એવા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ, જે આજકાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે. અને અમને વિશ્વાસ છે કે તેને વાંચ્યા પછી તમે પણ હસ્યા વિના રહી નહીં શકો. તો રાહ કોની જોવી? ચાલો શરુ કરીએ હસવા હસાવવાનો સિલસિલો.

જોક્સ 1 :

પત્ની : હું તમને કેટલી સારી લાગુ છું?

પતિ : ઘણી વધારે.

પત્ની : તો પણ જણાવો કેટલી સારી લાગુ છું?

પતિ : એટલી બધી કે મન થાય છે કે, તારા જેવી બીજી લઇ આવું.

જોક્સ 2 :

પિતાએ જોયું કે દીકરો જીન્સનું બટન સીવી રહ્યો હતો.

પિતા : દીકરા, અમે તારા લગ્ન કરાવી દીધા, વહુ ઘરે આવી ગઈ છે,

છતાં પણ તું પોતાની જીન્સનું બટન પોતે જ સીવી રહ્યો છે?

દીકરો : પપ્પા, તમે ખોટું વિચારી રહ્યા છો,

હકીકતમાં આ તેનું જ જીન્સ છે.

જોક્સ 3 :

એક છોકરો અને છોકરી એક રેસ્ટોરેન્ટમાં ગયા.

વેટર : મેડમ, તમે કંઈક લેશો.

છોકરી : ભાઈ એક શાક વાળી રોટલી લઇ આવો.

વેટર : શું?

છોકરો : એ ગામડેથી આવી છે, પીઝા માંગી રહી છે.

જોક્સ 4 :

મેડમ (બાળકોને) : જે પણ મારા સવાલના જવાબ આપશે, તેને હું ઘરે જવા દઈશ.

પપ્પુ એ તરત પોતાનું બેગ બારીની બહાર ફેંકી દીધું.

મેડમે પૂછ્યું : આ બેગ કોણે બહાર ફેંક્યું?

પપ્પુ : મેં બહાર ફેંક્યું છે. અને હવે હું ઘરે જઈ રહ્યો છું, કારણ કે મેં તમારા સવાલનો જવાબ આપી દીધો છે.

મેડમ બેભાન…

જોક્સ 5 :

ચેન સ્નેચિંગવાળા મહિલાના ગળામાંથી હાર ખેંચીને લઇ ગયા.

બીજા દિવસે ન્યુઝ પેપર વાંચ્યા પછી તે મહિલા ઘણી વધારે દુઃખી થઈ ગઈ.

હાર માટે નહિ, પણ ન્યુઝ પેપર વાળાએ છાપેલા ન્યુઝને કારણે.

તેમણે લખ્યું હતું, વૃદ્ધ મહિલાના ગળામાંથી હાર છીનવીને ભાગ્યા ચેન સ્નેચર.

જોક્સ 6 :

પપ્પુની તપસ્યાથી ખુશ થઈને ભગવાન બોલ્યા : વર માંગ વત્સ.

પપ્પુ : પ્રભુ! તમે જેવું વિચારી રહ્યા છો હું એવો નથી.

મારે વર નહિ વધુ જોઈએ છે.

જોક્સ 7 :

પતિએ પત્નીને મેસેજ મોકલ્યો,

મારું જીવન આટલું પ્રેમાળ, આટલું સુંદર બનાવવા માટે તારો આભાર.

હું આજે જે પણ છું, ફક્ત તારા કારણે જ છું.

તું મારા જીવનમાં એક દેવદૂત બનીને આવી છે,

અને તેં જ મને જીવવાનો હેતુ દેખાડયો છે.

લવ યુ ડાર્લિંગ.

પત્નીએ રીપ્લાય આપ્યો,

મારી લીધો ચોથો પેક, આવી જાવ ઘરે કાંઈ નહિ કહું તમને.

જોક્સ 8 :

દર્દી : ડોકટર, હું ખાવાનું નહિ ખાવ, તો મને ભૂખ લાગી જાય છે,

વધારે કામ કરું છું, તો થાકી જાઉં છું,

મોડે સુધી જાગેલો રહું તો ઊંઘ આવી જાય છે, હું શું કરું?

ડોક્ટર : આખી રાત તડકામાં બેસો, બધું સારું થઇ જશે.

જોક્સ 9 :

કર્મચારી : સર, ઘણો વરસાદ પડી રહ્યો છે,

શું આજે ઓફિસ આવવાનું છે?

બોસ : જાતે જ નક્કી કરી લો,

તમારે આખો દિવસ કોની પાસે અપમાન કરાવવું છે,

મારી પાસે કે પત્ની પાસે?

કર્મચારી : સારું સર, હું આવી રહ્યો છું.

જોક્સ 10 :

પત્ની : હું બચી શકીશ નહિ, મરી જઈશ…

પતિ : હું પણ મરી જઈશ…

પત્ની : હું તો બીમાર છું એટલે મરી જઈશ, પણ તમે કેમ મરી જશો?

પતિ : કારણ કે, હું આટલી બધી ખુશી સહન નહિ કરી શકું.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.