મિત્રો, એ તો તમે બધા સારી રીતે જાણો છો કે, ગુજરાતમાં વાયુ નામના વાવાઝોડાનો પ્રકોપ શરુ થઇ ગયો છે. પણ એ પોતાની અસર સાથે ગુજરાતમાં ફેલાય, એના કરતા પહેલા તો એના પર બનેલા જોક્સ ફેલાય ગયા છે. નીચે તમને વાયુ વાવાઝોડા પર બનેલા જોક્સ વાંચવા મળશે, જે અત્યારે ઈન્ટરનેટ પર ઘણા વાયરલ થઇ રહ્યા છે.
જોક્સ : 1
શેઠ બ્રધર્સ વાળા 400-500 કિલો “કાયમચૂર્ણ” દરિયામાં નાખી દયે તો “વાયુ” ઓછોનો થઈ જાય?
તંત્ર ક્યારે જાગશે?
જોક્સ : 2
જે ઘેરેથી સોમનાથનું કહી દીવ ગુડાણા છો, એ ટાણાંસર ઘર ભેગા થઈ જાજો.
# વાયુ.
જોક્સ : 3
કેલેન્ડરમાં ભીમ અગિયારસની રજા જાહેર ન થતા ભીમ ગુસ્સે. વાવાઝોડા સ્વરૂપે રજા જાહેર કરાવી.
ભીમ એટલે ભીમ હો.
જોક્સ : 4
ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, અત્યંત જરૂરી હોય તેવી વસ્તુઓ હાથવગી રાખવી.
જેવી કે કાચી 135 અને ચૂનો.
જોક્સ : 5
માણસો ધ્વારા છોડાયેલો ‘વાયુ’ આકાશમાં ગયા પછી ફરીથી ‘વાવાઝોડા’ સ્વરૂપે પાછો આવી રહ્યો છે.
જોક્સ : 6
કાલે online ના આવું તો સમજી લેજો દોસ્તો…..
ક્યાંક ૫ડીપડી ફૂડપેકેટ ખાતી હોઈશ.
જોક્સ : 7
ક્યાં ગયા ઓલા………..
જે કેતા તા કે જીસ તુફાન મેં લોગો કે ઝુપડે ઉડ જાતે હૈ ઉસ મેં હમ અપની ખમીસ સુખાતે હૈં.
તેને ક્યો ડોહુ વેરાવળથી નિકળી ગયુ છે.
જોક્સ : 8
હં..અ.. લે.. એમ કાંઇ ચાલે…?
બીજા બધાને “કેટરીના” અને “ફૅની” આવે અને ગુજરાતને “વાયુ”.
જોક્સ : 9
હવે કોઈ કવિને કહો આ વાયુને બાયુથી ના સરખાવે..
એ બાયુ એવા હજાર વાયુ તેની ભીતર સમાવીને બેઠી છે.
જોક્સ : 10
વાંઢા જ વાવઝોડાથી ડરે
પરણેલા સાથે લઈ ફરે
જોક્સ : 11
વાયુ નામના વાવાઝોડાથી બીક નથી સાહેબ પણ….
આ બાયુ નામનું વાવાઝોડું હેરાન કરે.
જોક્સ : 12
બ્રેકિંગ ન્યુઝ :
ગુજરાતના પતિઓ ખૂબ જ ચિતામાં પડી ગયા છે,
કેમ કે એક સાથે 2 વાવાઝોડા આવી રહ્યા છે. એક તો “વાયુ” અને બીજું પિયરથી છોકરાઓ સાથે વેકેશન પતાવીને આવતું “બૈરું”.
જોક્સ : 13
આ ઇશ્કનું વાવાઝોડું તો ગજબનું હોય છે…!!
પણ હવે વાયુનું વાવાઝોડું પણ જોઈ લઈ.
જોક્સ : 14
જેમ તેમ હમજતા નૈ હો…
ગરમી સહનનો થાય તો પવન ખાવા ‘વાયુ’ (વાવાઝોડું) તાણી આવે ઈ ગુજરાતી હો !
જોક્સ : 15
દરેક ચેનલ પર છવાયું છે,
હા, ખતરનાક છે એ જેનું નામ વાયુ છે…
એટલામાં એક કાકા :
બંધ થા, તું ખુલ્લા ગગનનો જટાયુ છે,
અમારે તો ઘેર જ બાયું છે.
આ તો થઈ મજાક મસ્તીની વાત. હવે તમે વાવાઝોડા સમયે કેવા પગલા ભરવા એના વિષે આ લેખ વિષે જાણી લો>>>>વાવાઝોડા સમયે શું કરવું અને શું જ કરવું એ જાણી લો, જેથી તમે પોતાને અને પરિવારને સુરક્ષિત રાખી શકો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.