મજેદાર જોક્સ – પતિ : તું મારી ફિલ્મમાં કામ કરીશ? પત્ની : હા, પણ સીન શું છે? તારે ધીરે-ધીરે…

0
639

આજકાલના ભાગદોડ ભરેલા આ જીવનમાં લગભગ દરેક માણસ તણાવમાં રહે છે. તણાવમાં રહેવા પર માણસને જાત-જાતની બીમારીઓ ઘેરવા લાગે છે. ડોક્ટરોનું માનીએ તો વ્યક્તિ ત્યારે જ સ્વસ્થ રહેશે જયારે તે અંદરથી ખુશ રહેશે અને તમે તે કહેવત તો સાંભળી જ હશે કે ‘laughter is the best medicine’. એટલા માટે આજની આ પોસ્ટમાં અમે તમારા માટે અમુક એવા મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યા છે. અને અમને આશા છે કે તેને વાંચ્યા પછી તમે પણ હસ્યા વગર રહી નહિ શકો. તો રાહ કોની જોવી? ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સીલસીલો.

જોક્સ 1 :

પતિએ નવી કાર ખરીદી અને વિચાર્યું કે પત્નીને સરપ્રાઈઝ આપું.

ઘરમાં પહોંચતા જ પત્નીને જોરથી અવાજ લગાવતા કહ્યું,

ડાર્લિંગ, તારું આટલા વર્ષોનું સપનું આજે પૂરું થઈ ગયું.

પત્ની દોડતી દોડતી રસોડામાંથી બહાર આવી અને બોલી,

હાય હાય, સાસુ માં ને શું થઈ ગયું, સવારે તો એકદમ સાજા હતા.

જોક્સ 2 :

એક મહિલા મંદિરમાં બેસીને રડી રહી હતી.

પૂજારી : શું થયું દીકરી?

મહિલા : બાબા, કાલે રાત્રે મારા પતિ ગુજરી ગયા.

પુજારી : અરે… ઘણું ખરાબ થયું.

તેણે મરતા મરતા કાંઈ કહ્યું દીકરી?

મહિલા : હાં, કહી રહ્યા હતા, ‘મારું ગળું છોડી દે ડાકણ.’

પુજારી બેભાન.

જોક્સ 3 :

સુખી જીવનનું રહસ્ય :

જો તમે પોતાને સિંહ સમજતા હોય,

તો પોતાની પત્નીને શેરાવાલી માતા સમજો.

જોક્સ 4 :

એક મહાકંજૂસ પોતાના દીકરાને મારી રહ્યો હતો.

પાડોશી : કેમ મારી રહ્યા છો આ નિર્દોષ બાળકને?

કંજૂસ : આ અને નિર્દોષ…

અરે! એક નંબરનો મસ્તીખોર છે આ.

મેં તેને 1-1 દાદર છોડીને ચડવા કહ્યું હતું જેથી ચપ્પલ ઓછી ઘસાય,

પણ આ નાલાયક 2-2 દાદરા છોડીને ચડ્યો,

એમાં પેન્ટ ફાડી નાખ્યું પોતાનું.

જોક્સ 5 :

આઠ-નવ લોકો જુગાર રમી રહ્યા હતા, એવામાં પોલીસ આવી ગઈ.

એક જુગારી ભાગીને સૌથી પહેલા પોલીસની ગાડીમાં બેસી ગયો.

પોલીસ : તું જાતે જ કેમ ગાડીમાં બેસી ગયો?

જુગારી : કારણ કે ગઈ વખતે પકડાયો હતો ત્યારે ગાડીમાં સીટ મળી નહતી,

છેલ્લે સુધી ઉભા રહીને જવું પડ્યું હતું.

જોક્સ 6 :

એક મિત્ર બીજા મિત્રને,

તારા જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ન હોય,

તારી આંખો ક્યારેય ભીની ન હોય,

મારી દુઆ છે તને એવી પત્ની મળે,

જેનું વજન 200 કિલોથી ઓછું ન હોય.

જોક્સ 7 :

પત્ની : બજારમાંથી દૂધનું એક પેકેટ લેતા આવજો.

અને હા બજારમાં ઈંડા દેખાય તો 6 લેતા આવજો.

પતિ 6 પેકેટ દૂધ લઈ આવ્યો.

પત્ની : 6 પેકેટ દૂધ કેમ?

પતિ : કારણ કે, બજારમાં ઈંડા દેખાઈ ગયા હતા.

હવે તમે જ જણાવો પતિ ક્યાં ખોટો છે?

જોક્સ 8 :

અરીસા સામે ઉભી રહેલી પત્નીએ પોતાના પતિદેવને પૂછ્યું,

શું હું જાડી દેખાઈ રહી છું?

પતિએ વિચાયું અને નકામા ઝગડાથી બચવા માટે કહ્યું,

ના જરાપણ નહિ.

પત્નીએ ખુશ થઈને રોમાન્ટિક અંદાજમાં કહ્યું,

ઠીક છે તો પછી મને પ્રેમથી ઊંચકીને ફ્રીઝ સુધી લઈ જાવ,

હું આઈસ્ક્રીમ ખાઇશ.

સ્થિતિ બેકાબુ થતા પતિએ કહ્યું,

ઉભી રહે, હું ફ્રીઝ જ અહિયાં લઈ આવું છું.

જોક્સ 9 :

પપ્પુ પર વીજળીનો તાર પડ્યો,

તે તડપી તડપીને મરવાનો જ હતો કે અચાનક તેને યાદ આવ્યું,

પાવર તો બે દિવસથી બંધ છે.

તે ઉભો થઈને હસતા હસતા બોલ્યો,

હે ભગવાન યાદ નહિ આવતે તો આજે મરી જ જતે.

જોક્સ 10 :

પતિ : તું મારી ફિલ્મમાં કામ કરીશ?

પત્ની : હા, પણ સીન શું છે?

પતિ : તારે ધીરે-ધીરે પાણીમાં જવાનું છે.

પત્ની : અરે વાહ, ફિલ્મનું નામ શું છે?

પતિ : ગઈ ભેંસ પાણીમાં.

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.