આ સ્ટાર્ટઅપમાં નોકરી કરનારને મળે છે BMW, KTM જેવી બાઈકો, દુબઈમાં પણ લઇ જવાના છે.

0
105

નોકરી જોઈન કરવા પર મળી રહી છે BMW, KTM, Jawa જેવી બાઈક્સ, આ ભારતીય સ્ટાર્ટઅપની અનોખી પહેલ.

પોતાના વ્યવસાયનો વિકાસ કરવા માટે બિઝનેસમેન ઘણી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. જેમાં કર્મચારીઓને મોટો પગાર આપવાની સાથે ઘણા પ્રકારના ફાયદા આપવા શામેલ છે. પણ પોતાની ધંધાકીય યોજનાઓનો ખુબ ઝડપથી વિસ્તાર કરવા માટે, ભારતપે (BharatPe) નામના એક ટેક સ્ટાર્ટઅપે ટેકનોલોજીના ધુરંધર ‘ટેકીઝ’ (કુશળ ટેક્નિકલ એન્જીનીયર, એક્સપર્ટ) ને આકર્ષવા માટે એક અસામાન્ય રીતે જાહેરાત કરી છે. આ સ્ટાર્ટઅપ તેમને ત્યાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા નવા કર્મચારીઓને જોઈનીંગ અને રેફરલ ભથ્થાની એક રેંજની રજૂઆત કરી રહી છે.

BharatPe પ્રીમીયમ બાઈકની એક સીરીઝની રજૂઆત કરી રહી છે, જે તેમની ‘બાઈક પેકેજ’ યોજનાનો ભાગ છે. તે ઉપરાંત જેમને બાઈક સાથે પ્રેમ નથી અને તે ટેકનોલોજીના શોખીન છે, તો તેમના માટે ‘ગેજેટ પેકેજ’ યોજના પણ છે. અને નોકરી જોઈન કરવા વાળા કર્મચારી કોઈ પણ પેકેજ પસંદ કરી શકે છે.

100 લોકોને નોકરી :

ભારતપે એ એક નિવેદનમાં જણાવ્યું કે, કંપની, જે મર્ચેન્ટ અને કન્ઝ્યુમર લેન્ડિંગ સ્પેસમાં ઘણા ઉત્પાદન લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, તે પોતાની ટેકનોલોજી ટીમની સંખ્યા વધારીને ત્રણ ગણી કરી દેશે અને 100 વધુ લોકોને કામ ઉપર રાખશે.

આ બાઈક મળી રહી છે :

બાઈક પેકેજ ઓપ્શન હેઠળ રજુ કરવામાં આવેલા મોડલ્સમાં પાંચ મોટરસાયકલોની એક સીરીઝ શામેલ છે. તેમાં BMW G310R (બીએમડબ્લ્યુ જી 310 આર), KTM Duke 390 (કેટીએમ કયુક 390), Jawa Perak (જાવા પેરક), KTM RC 390 (કેટીએમ આરસી 390) અને Royal Enfield Himalayan (રોયલ એનફિલ્ડ હિમાલયન) જેવી બાઈક્સ શામેલ છે. આ તમામ બાઈક્સ પ્રીમીયમ કેટેગરીની છે જેમાં કેટીએમ આરસી 390 ની કિંમત સૌથી વધુ 2.77 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી) છે. બીએમડબ્લ્યુ જી 310 આરની કિંમત પણ તેની આસપાસ છે અને તેની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 2.50 લાખ રૂપિયાથી શરુ થાય છે.

ગેજેટ પેકેજમાં મળે છે આ ગેજેટ :

તેની સાથે જ, જે લોકોએ ગેજેટ પેકેટ પસંદ કર્યું છે તે પણ નિરાશ નહિ થાય. ગેજેટ પેકેજના ભાગમાં બોસ હેડફોન, એપ્પલ આઈપેડ પ્રો, હરમન કાર્ડન સ્પીકર, WHF ડેસ્ક અને ખુરશી, સેમસંગ ગેલેક્સી વોચ, અને ફાયરફોકસ ટાઈકુન 27.5 ડી સાયકલ શામેલ છે.

T20 વર્લ્ડ કપ જોવાની તક :

એટલું જ નહિ, ભારતપે 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર, 2021 સુધી આઈસીસી મેંસ T20 વર્લ્ડ કપ માટે દુબઈમાં તેમની આખી ટેક ટીમને મજા કરાવશે. ટેક ટીમના સભ્યોને આઈસીસી મેંસ T20 વર્લ્ડ કપ મેચ જોવા અને તેની પસંદગીની ટીમ માટે ચીયર કરવાની તક મળશે.

મોટો ફાયદો :

તે ઉપરાંત ટીમ માટે વાર્ષિક પગાર વધારો 8 મહિના પહેલા કરી દેવામાં આવ્યો છે અને ટીમને 1 જુલાઈ, 2021 થી પ્રભાવી સીટીસી અને ઈંક્રીમેંટલ ઈએસઓપી વચ્ચે 75 ટકા પગાર વધારો મળ્યો છે. બાઈક પેકેજ અને ગેજેટ પેકેજ કંપની માટે ટેક ટેલેન્ટને રેફર કરવા વાળા કોઈ પણ વ્યક્તિ માટે ઉપલબ્ધ છે. અને આ ઓફર આખી ટીમની સાથે સાથે ભારતપેના પૂર્વ વિદ્યાર્થીઓ (એલ્યુમીની) માટે પણ ખુલ્લી છે.

બેસ્ટ ટેલેન્ટને મહત્વ :

આ અનોખી પહેલ ઉપર પ્રતિક્રિયા આપતા ભારતપેના સહ સંસ્થાપક અને સીઈઓ, અશનીર ગ્રોવરે જણાવ્યું કે, ભારતપે એક ટેકનોલોજી ફર્સ્ટ ફીનટેક છે. જેમ કે આપણે ભારતમાં બેન્કિંગની આવનારી પેઢીનું નિર્માણ કરી રહ્યા છીએ, અમે મોટા પાયે બજારમાં અગ્રણી ઉત્પાદનોના નિર્માણ ઉપર અમારી સાથે કામ કરવા માટે ટેકનોલોજીની સર્વશ્રેષ્ઠ પ્રતિભાઓને આમંત્રિત કરવા અને ઉત્સાહિત કરવા માંગીએ છીએ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.