પોતાના નામના અક્ષરોને આ રીતે ઉમેરીને જાણો પોતાનો લકી નંબર અને ખાસ વાતો.

0
536

પોતાનો લકી નંબર અને તેની સાથે જોડાયેલી ખાસ વાતો જાણવી હોય તો પોતાના નામના અક્ષરોને આ રીતે જોડો. A થી Z સુધી દરેક આલ્ફાબેટ માટે અલગ-અલગ નંબર (અંક) જણાવવામાં આવ્યા છે. અંક જ્યોતિષ અનુસાર વ્યક્તિના નામના આલ્ફાબેટ (મૂળાક્ષરો) ને જોડીને ભાગ્યશાળી અંક જાણી શકાય છે. તે અંકોને જોડીને ખાસ અંક જાણી શકાય છે. અહીં જાણો કીરોની અંક વિદ્યા અનુસાર નામના આલ્ફાબેટ કઈ રીતે જોડવામાં આવે છે.

A = 1, B = 2

C = 3, D =4

E = 5, F = 8

G = 3, H = 5

I = 1, J = 1

K = 2, L = 3

M = 4, N = 5

O = 7, P = 8

Q = 1, R = 2

S = 3, T= 4

U = 6, V = 6

W = 6, X = 5

Y = 1, Z = 7

આવી રીતે જોડો પોતાના નામના અક્ષર :

માનીલો કે કોઈ વ્યક્તિનું નામ રામ છે.

રામના આલ્ફાબેટ છે RAM,

R = 2

A = 1

M = 4

2 + 1 + 4 = 7

આ રીતે રામ નામનો લકી અંક 7 છે. જો કોઈ વ્યક્તિના નામના યોગ બે અંકોમાં આવી રહ્યા છે, ઉદાહરણ તરીકે 26, તો 2 + 6 = 8 કરવું એટલે તેમનો શુભ અંક 8 હશે.

અંક 1 : જે લોકોના નામના આલ્ફાબેટ જોડાવાથી 1 આવે છે, તેમની ઈચ્છાઓ ઘણી વધારે હોય છે. આ લોકો પોતાના કામમાં આવી રહેલી મુશ્કેલીઓને દૂર કરી દે છે.

અંક 2 : જો નામના આલ્ફાબેટ જોડાવાથી 2 આવે છે, તો તે વ્યક્તિમાં ક્યારેક ક્યારેક આત્મવિશ્વાસની ખોટ જોવા મળે છે, જેથી તેઓ કામમાં મુશ્કેલીનો સામનો કરે છે.

અંક 3 : આ અંકવાળા લોકો વિશેષ યોગ્યતા ધરાવે છે. તેઓ દરેક કામને પોતાના અલગ અંદાજમાં કરવાનું પસંદ કરે છે. આ લોકો સખત મહેનત કરીને પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે.

અંક 4 : જે લોકોના નામના આલ્ફાબેટ જોડાવાથી 4 આવે છે, તેઓ કોઈ વ્યક્તિ સાથે સરળતાથી દોસ્તી નથી કરતા. અને એકવાર દોસ્તી કરે છે તો સંપૂર્ણ ઈમાનદારીથી નિભાવે છે.

અંક 5 : આ અંક વાળા લોકો બુદ્ધિમાન હોય છે અને કોઈ કામમાં જલ્દી નિર્ણય લઇ લે છે. આ લોકો એવા કામોથી બચે છે જેમાં સમય વધારે લાગે છે.

અંક 6 : જે લોકોના નામના આલ્ફાબેટ જોડાવાથી 6 આવી રહ્યો હોય, એવા વ્યક્તિ પોતાના જીવનસાથી અથવા પ્રેમ તરફ વધારે નમેલા રહે છે. આવા લોકો સુખ સુવિધાઓ સાથે જીવન પસાર કરે છે.

અંક 7 : આ અંકવાળા લોકો કલ્પના સાથે જોડાયેલા કામ કરવાનું વધારે પસંદ કરે છે. કલ્પના સાથે જોડાયેલા કામ જેવા કે પેઇન્ટિંગ, લેખન વગેરે. આ લોકોની રુચિ જૂની પરંપરાઓમાં નથી હોતી.

અંક 8 : જે લોકોના નામના આલ્ફાબેટ જોડાવાથી 8 આવે છે, તે ધર્મ તરફ વધારે નમેલા રહે છે. તે પોતાની જવાબદારીઓ સારી રીતે ભજવે છે.

અંક 9 : આ લોકોને ગુસ્સો ઘણો જલ્દી આવે છે, પણ શાંત પણ થઈ જાય છે. આ લોકો જે કામ હાથમાં લે છે, તેને પૂરું કરીને જ રાહતનો શ્વાસ લે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.