હર્ષ-ભારતી કેસ બાબતે જૉની લીવરનું મોટું નિવેદન, કહ્યું – હું પણ ઘણો દારૂ પીતો હતો, પણ….

0
311

કોમેડિયન જોની લીવરે હર્ષ અને ભારતી કેસ પર વાત કરતા કહી દીધી આ મોટી વાત. NCB ની હાલની કાર્યવાહીએ ટીવી જગત સહીત બોલીવુડ ઇન્ડસ્ટ્રીને પણ એકવાર ફરીથી ચકિત કરી દીધી છે. શનિવારે એનસીબીની ટીમે પ્રખ્યાત કોમેડિયન ભારતી અને તેના પતિ હર્ષના મુંબઈમાં આવેલા ઘરે છાપો માર્યો હતો. તેમણે ડ્રગ પેડલર પાસેથી મળેલી જાણકારી પર એક્શન લઈને છાપો માર્યો, અને ટીમને ભારતીના ઘરમાંથી લગભગ 86 ગ્રામ ગાંજો પણ મળ્યો હતો.

શનિવારે કાર્યવાહી કર્યા પછી કોમેડિયન ભારતી સિંહની ધરપકડ કરી લેવામાં આવી હતી, જયારે રવિવારે સાંજે તેના પતિ હર્ષ લીમ્બાચીયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, ભારતી અને હર્ષ બંનેએ જ ગાંજો લેવાની વાત કબૂલી હતી. બંનેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

ભારતી અને તેના પતિ હર્ષ વિરુદ્ધ થયેલી આ મોટી કાર્યવાહીને લઈને સોશિયલ મીડિયા પર લોકો આ બંને કલાકારો અને ટીવી તેમજ બોલીવુડ ઇન્ડસ્ટ્રીને બરાબર ટ્રોલ કરી રહ્યા છે. એવામાં હિંદી સિનેમાના દિગ્ગજ કલાકાર જોની લીવરે પણ ભારતી અને હર્ષ લીમ્બાચીયાને લઈને મોટું નિવેદન આપ્યું છે. બોલીવુડના દિગ્ગજ અભિનેતા જોની લીવરે હર્ષ અને ભારતીને કહ્યું કે, પોતાની ભૂલ સ્વીકારીને ડ્રગ્સ છોડવાની કસમ ખાવ.

બોલીવુડના પ્રખ્યાત કલાકાર જોની લીવરે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હું ભારતી અને હર્ષને ફક્ત એક જ વાત કહેવા માંગીશ કે, એક વાર જયારે તમે લોકો બહાર આવી જાવ, ત્યારે પોતાના સાથીઓને, યુવાઓ અને વૃદ્ધ બંનેને ડ્રગ્સ ન લેવા માટે કહો. સંજય દત્તને જુઓ, તેમણે દુનિયાની સામે કબૂલી લીધું. તમે કયું મોટું ઉદાહરણ ઈચ્છો છો? પોતાની ભુલ સ્વીકારો અને ડ્રગ્સ છોડવાનો સંકલ્પ લો. કોઈ પણ તમને આ બાબતમાં ફૂલોની કલગી આપવા નહિ આવે.

બોલીવુડમાં સતત ખુલી રહેલા ડ્રગ્સના રહસ્યને લઈને જોની લીવર ઘણા ચિંતિત દેખાઈ રહ્યાં છે અને તેમણે કહ્યું કે, દારૂની જેમ ડ્રગ્સ એક સામાન્ય વાત થઈ ગઈ છે. જો આ અટક્યું નહિ તો ઇન્ડસ્ટ્રી ખરાબ થઈ જશે. જોની લીવરે ડ્રગ્સને નબળાઈનું નિશાન જણાવવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ નુકશાનકારક જણાવ્યું છે.

પોતાની આપવીતી પણ જણાવી : જોની લીવરે આ દરમિયાન પોતાની વધારે દારૂ પીવાની વાત પણ કહી. તેમણે કહ્યું કે, હું પણ દારૂનો બંધાણી હતો. પણ જયારે મને ખબર પડી કે તેનાથી શરીરને નુકશાન પહોંચે છે તો મેં તેનાથી અંતર બનાવી લીધું. જોની લીવરે કહ્યું કે, એક વાર કલ્યાણજીએ તેમને કહ્યું હતું કે, જોની ભાઈ દારૂ ના પીશો, ટેલેન્ટમાં આટલો નશો છે તેને પીઓ.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.