જો તમે પણ લો છો, પિરિયડ્સ ટાળવાની દવાઓ તો થઇ જાઓ સાવધાન.

0
826

ઘણી બધી મહિલાઓને તમે એવું કહેતા સાંભળ્યા હશે કે કોઈ ટ્રીપ જવું છે કે કોઈ લગ્ન અટેંડ કરવા હોય, પીરીયડ હંમેશા ખોટા સમયે આવી જાય છે. એ ફંક્શનને એંજ્વોય કરવા માટે ઘણી બધી મહિલાઓ ઘરેલું નુસખા કે દવાઓનું સેવન કરે છે, જેથી પીરીયડસ તારીખને આગળ વધારી દેવામાં આવે. એવું ક્યારે ક્યારે કરવામાં આવે તો ઠીક છે પરંતુ તમે અવાર નવાર આવું કરી રહ્યા છો, તો જાણી લો તે તમારા આરોગ્યને નુકશાન પહોચાડી શકે છે. પીરીયડસ ટાળવા વાળી દવાઓનું સેવન તમને ઘણી રીતે નુકશાન પહોચાડી શકે છે.

આ માહિતીને વધુમાં વધુ શેયર કરો, જો તમે એક માતા કે સાસુ છો અથવા પિતા કે સસરા છો અને તમારી દીકરી કે વહુ અવારનવાર આ પ્રકારે દવા લઇ રહી છે તો શેયર કરો, તમે એક પતિ છો અને તમારી પત્ની આ પ્રકારે દવા લઇ રહી છે તો જરૂર શેયર કરો. તમારી બહેન, બહેનપણી કે ગલફ્રેન્ડ માટે જરૂર શેયર કરો.

મહિલાઓ ઘણી વખત ધાર્મિક કાર્યો કે ફરવા વગેરે જવા માટે પોતાના માસિક ધર્મચક્ર સાથે છેડછાડ કરતી રહે છે. તે માસિક ચક્રને નિર્ધારિત સમય કરતા આગળ વધારવા માટે ગર્ભનિરોધક દવાઓનું સેવન કરે છે. ગર્ભનિરોધક ગોળીઓનું વારંવાર સેવન કરવાથી ઘણા પ્રકારની આડ અસર પણ થાય છે. તેનું સેવન ડોક્ટરની સલાહ લીધા વગર ન કરવું જોઈએ. આવો જાણીએ માસિકધર્મ ચક્રને આગળ વધારવાથી શું નુકશાન થાય છે.

હાર્મોન ઈમ્બલેંસ :

ઘણી વખત એવી દવાઓના સેવનથી હાર્મોન ઈમ્બલેંસ થઇ જાય છે, જેને કારણે પીરીયડસ ૨ મહીને કે તેનાથી પણ વધુ સમય પછી આવે છે. અને જો હાર્મોન ઈમ્બલેંસ થઇ જાય તો મહિલાઓને બીજી આરોગ્યની તકલીફનો સામનો પણ કરવો પડે છે. તે વખતે જેટલું બની શકે એટલુ તેના સેવનથી દુર રહેવું જોઈએ, છેવટે પ્રશ્ન તમારા આરોગ્યનો છે. જો તમે પીરીયડસ માટે કોઈ દવાઓ લેવા જ માગો છો? તો પહેલા ડોક્ટરની સલાહ લો.

અનિયમિત માસિકધર્મ :

માસિકધર્મના સમયને આગળ વધારવા વાળી દવાઓના સેવનથી ઘણી વખત અનિયમિત માસિકધર્મની સમસ્યા ઉભી થાય છે. ૨૮-૩૦ દિવસનું ચક્ર બગડવાથી ઓવ્યુલેશન ગડબડ થઇ જાય છે અને તે પ્રજનન પ્રણાલી ઉપર પણ અસર કરે છે.

બીમારીમાં રીએક્શન :

જો તમારી ઉંમર ૩૦ વર્ષથી વધુ છે અને તમને ડાયાબીટીસ કે મોટાપાની સમસ્યા છે, તો આવા પ્રકારની દવાઓનું રીએક્શન પણ થઇ શકે છે. જે મહિલાઓને માઈગ્રેન કે તીવ્ર માથાના દુ:ખાવાની તકલીફ રહે છે, તેના માટે પણ તેનું સેવન મુશ્કેલી ઉભી કરી શકે છે. છતાં પણ તમારે લેવાની જરૂરિયાત હોય, તો તમે એક ડોક્ટરની સલાહ લઇ લો.

વધુ બ્લીડીંગ :

ઘણી વખત આ પ્રકારની દવાનું સેવન કર્યા પછી પણ પીરીયડસ શરુ થવાનું જોખમ રહે છે. પરંતુ તે શરીરને નુકશાન પહોચાડી શકે છે. ખાસ કરીને પીરીયડસ બંધ કરવા વાળી દવાઓનું સેવન બંધ કરવાથી ઘણી મહિલાઓને વધુ બ્લીડીંગ અને અતિશય દુઃખાવાની તકલીફ થઇ જાય છે.

માઈગ્રેનની તકલીફ :

અને જે મહિલાઓને માઈગ્રેન કે અતિશય માથાના દુઃખાવાની તકલીફ રહે છે, તેણે આ દવાઓનું સેવન કરવાથી દુર રહેવું જોઈએ કેમ કે આ તમારા માટે વધુ તકલીફ ઉભી કરી શકે છે. જો લઇ પણ રહ્યા છો, તો પહેલા સારા ડોક્ટર્સની સલાહ લો.

બીજી આડ અસર :

કુટુંબમાં જો કોઈને લોહીના ગઠ્ઠા બનવા સંબંધિત તકલીફ છે, તો તમે આવા પ્રકારની ગોળીઓનો ઉપયોગ ન કરો. તે તમારી તકલીફને વધારી શકે છે. માથાનો દુઃખાવો, ચક્કર આવવા અને પેટમાં બગાડ થવો ઘણી સામાન્ય આડ અસર છે.

આ માહિતી આકરતી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.