જો તમે પણ હોમલોન વિશે વિચારી રહ્યા છો, તો આ જાણકારી ફક્ત અને ફક્ત તમારા માટે જ છે.

0
220

હોમલોન લેવા જતા પહેલા જાણી લો આ ખાસ વાતો, નહીં તો તમને ધક્કા ખાતા કોઈ નહીં બચાવી શકે. કોરોના વાયરસ મહામારીને નિયંત્રણ કરવા માટે લોકડાઉન પૂર્ણ થયા પછી દેશભરમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઊથલપુથલ થઇ ગઈ છે. રેડી ટુ મુવ પ્રોપર્ટીઝની ડિમાન્ડ વધી છે. પણ આ વાત સાચી છે કે આજે પણ આ સમયમાં હોમ લોન વિના મકાન ખરીદવું લગભગ અસંભવ છે. જો તમે પણ લોન લઈને મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને જણાવી દઈએ કે શરૂઆતના સ્તરથી તમને હોમ લોનથી જોડાયેલ તમારી પાત્રતાની સાથે સાથે દસ્તાવેજોની ઉપલબ્ધતાને પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તેનું કારણે એ છે કે હોમ લોન આપતા સમયે બેન્ક તમારા અને તમારી આવક અને સંપત્તિ વિષે પૂર્ણ તપાસ કરે છે અને પુરી રીતે ખાતરી કર્યા પછી જ લોન આપે છે.

કોઈ પણ ઘર ખરીદવું એ એક મોટી આર્થિક જવાબદારી છે. આવી સ્થિતિમાં, સુરક્ષિત લોન હોવા છતાં, બેન્કો કોઈ વધારાનું જોખમ લેવાની ઇચ્છા રાખતી નથી અને આ દસ્તાવેજો સામાન્ય રીતે લોન લેનારા પાસેથી માંગવામાં આવે છે:

1) ઓળખ કાર્ડ : ઓળખ કાર્ડના રૂપમાં બેન્ક પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ, મતદાર ઓળખકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા દસ્તાવેજોની માંગ કરે છે.

2) રહેઠાણનું પ્રમાણપત્ર : સામાન્ય રીતે બેંક લોન લેનારાના રહેઠાણના પ્રમાણપત્ર તરીકે બેંક પાસબુક, મતદાર ઓળખકાર્ડ, રેશનકાર્ડ, પાસપોર્ટ, ટેલિફોન બિલ, વીજળી બિલ, પાણીનું બિલ, ગેસ બિલ, એલઆઈસી પોલિસી રસીદ જેવા દસ્તાવેજોની માંગણી કરે છે.

3) ઉંમર ચકાસણીનું પ્રમાણપત્ર : બેંકો અરજદારના વય પ્રમાણપત્ર તરીકે આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર અને 10 માંની માર્કશીટ સ્વીકારે છે.

4) પાસપોર્ટ સાઇઝ ફોટો

હવે આવક સંબંધિત દસ્તાવેજો વિશે વાત કરીએ :

પગારદાર લોકો માટે

1) એક થી બે વર્ષનું ફોર્મ-16

2) ત્રણ-છ મહિનાની પગારનું પ્રમાણપત્ર

3) છેલ્લા બે-ત્રણ વર્ષનો આવકવેરા રીટર્ન

4) નિમણૂક પત્ર, ઇન્ક્રીમેન્ટ લેટર કે પ્રેમોશન લેટર

5) રોકાણથી જોડાયેલ દસ્તાવેજ (ફિક્સ્ડ ડિપોઝીટ)

સ્વરોજગાર માટે

1) ત્રણ વર્ષનો આવકવેરા રીટર્ન

2) બેલેન્સશીટ

3) સીએ દ્વારા પ્રમાણિત કંપનીના નફા અથવા નુકસાન અંગેના એકાઉન્ટ સ્ટેટમેન્ટ.

4) વ્યાપાર લાઇસન્સની વિગતો

5) જો તમે વ્યાવસાયિક રૂપે પ્રેક્ટિસ કરો છો તો લાઇસન્સ

6) મથકોનું નોંધણીનું પ્રમાણપત્ર

7) વ્યવસાય સરનામાંનું પ્રમાણપત્ર

સંપત્તિ સંબંધિત દસ્તાવેજો

1) નોંધાયેલ વેચાણ ડીડ, ફાળવણી પત્ર અથવા બિલ્ડરના વેચાણ સાથેના સ્ટેમ્પ્ડ કરાર

2) જો ઘર રેડી ટુ મુવ છે તો ઓક્યુપેન્સી પ્રમાણપત્ર હોવું જોઈએ.

3) સંપત્તિ વેરાની રસીદ, મેન્ટેનેસ બિલ અને વીજળીનું બિલ

4) સોસાયટી અથવા બિલ્ડર તરફથી એન.ઓ.સી.

5) મકાન યોજનાની સ્વીકૃતિની નકલ

6) બિલ્ડર અથવા વેચનારને ચૂકવણીની રસીદ અને બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.