જો તમારું બાળક પથારી ભીની કરવાનું છોડતું નથી તો આ રસ્તો અપનાવો.

0
2778

મોટાભાગે બાળકો પાંચ વર્ષની ઉંમર પછી પથારીમાં પેશાબ કરવાનું છોડી દે છે.

નમ્રતાની દીકરી ૭ વર્ષની થઇ ગઈ હતી, પણ રાત્રે સુતી વખતે પથારીમાં પેશાબ કરી દેતી હતી, રોજ સવારે નમ્રતા તેને સમજાવતી, ક્યારે ક્યારે ખીજાઈ જતી અને વઢતી. પણ બીજી રાત્રે ફરી તેમની તેમ. તેણે રાત્રે તેની દીકરીને જગાડવાનું શરુ કરી દીધું. તે તેને ઊંઘમાંથી ઉઠાડી. પેશાબ કરવા લઇ જતી. પેશાબ કરાવતી અને પછી સુવરાવી દેતી. એ ઉપાય કામ કરી ગયો અને દીકરીએ રાત્રે પથારીમાં પેશાબ કરવાનું છોડી દીધું.

પણ તે એક દિવસ તેની દીકરીને ડોક્ટર પાસે લઈને ગઈ. ડોકટરે નમ્રતાને જણાવ્યું કે તે એમ કરવાનું છોડી દે. દીકરીને ઊંઘમાંથી ઉઠાડીને પેશાબ ન કરાવવો જોઈએ. થોડા દિવસો પછી દીકરીનું ચેકઅપ થયું. જાણવા મળ્યું કે તેને કબજીયાત રહે છે.

ખાસ કરીને કબજીયાતને કારણે ઘણા બાળકો સુતી વખતે પેશાબ કરી દે છે. કેમ કે તે સમયે બ્લેન્ડર ઉપર ઘણું દબાણ પડે છે. થોડા સમય માટે બાળકીની દવા ચાલી. કબજીયાત ઠીક થયા પછી, તેણે પથારીમાં પેશાબ કરવાનું બંધ કરી દીધું.

હંમેશા માં-બાપ બાળકોની આ ટેવથી છુટકારો મેળવવા માટે ઘણા ઉપાયો અપનાવે છે. જેમ કે બાજુમાં –પાણીની ડોલ રાખી દેવી. તેને વચ્ચે વચ્ચે ઉઠાડી ઉઠાડીને પેશાબ કરાવી દેવો. ઘણા તો બીક બતાવીને ડરાવે છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ આવું ક્યારે પણ ન કરવું જોઈએ.

પાંચ વર્ષની ઉંમર પછી મોટાભાગે બાળકો ઊંઘમાં પથારીમાં પેશાબ કરવાનું છોડી દે છે. ૧૫% બાળકો ૧૦ વર્ષ સુધી પથારી ભીની કરે છે. પણ ત્યાર પછી ૯૫% બાળકો આવું કરવાનું છોડી દે છે.

ઘણી રીતો છે, જેમાં તમે તમારા બાળકને સુતી વખતે પેશાબ કરવાથી રોકી શકશો. પણ તે પહેલા થોડા કારણો ઉપર ધ્યાન આપવું જરૂરી છે. અમે ડોક્ટર ધાત્રી દુબે સાથે વાત કરી, તે મેક્સ હોસ્પિટલ મુંબઈમાં બાળકોના ડોક્ટર છે. તેમણે અમને પાંચ સામાન્ય કારણો જણાવ્યા.

ઘણા બાળકોને પોતાના બ્લેન્ડર ઉપર કંટ્રોલ કરવામાં સમય લાગે છે. ૧૦ વર્ષના થયા પછી પણ તે ઊંઘમાં પેશાબ કરવાનું નથી છોડતા.

જેમાં પણ એક મોટું કારણ છે. જો કોઈ બાળકના નજીકના કુટુંબમાં કોઈ એવું છે, જેને લાંબા સમય સુધી પથારી ભીની કરી હોય તો શક્યતા વધુ છે કે તે બાળકને આ ટેવ છોડવામાં સમય લાગે.

શું તમારું બાળક પૂરી ઊંઘ લઇ શકે છે? જો તેની ઊંઘમાં કોઈ કારણોસર ખલેલ પડે છે, જેમ કે નસકોરા, ટીવી, કે પાળેલા જાનવર, તે પથારી ભીની કરે છે. સાથે જ જે બાળક ગાઢ નિંદામાં ઊંઘે છે, તો પણ પથારી ભીની કરે છે.

મોટાની જેમ બાળક પણ ચિંતાતુર રહે છે. તેની ચિંતાને કારણે ઘણા અલગ થઇ શકે છે. જેમ કે સ્કુલમાં તકલીફ, કોઈ ભય, નવી જ્ગ્યાએ જવું, ભાઈ બહેનનો જન્મ વગેરે. પણ ચિંતાને કારણે બાળક હંમેશા પથારી ભીની કરી દે છે.

છેલ્લી અને સૌથી જરૂરી વાત. આરોગ્યની તકલીફ, જેવી કે કબજિયાત કે પેશાબમાં ઇન્ફેકશન થવું. ઘણા બાળકોને બ્લેન્ડર પણ ઘણા નાના હોય છે. અને અમુક બાળકોમાં પેશાબ વધુ બને છે. આ બધા કારણોથી તે અમુક ઉંમર પછી પણ પથારી ભીની કરી દે છે.

હવે આ તો થયા કારણો. પણ દરેક તકલીફની જેમ તેના ઉપાય પણ છે. અમુક રીતે જેમાં તમે તમારા બાળકને પથારી ભીની કરવાથી રોકી શકો છો.

સુવાના બરોબર પહેલા પ્રવાહી ઓછું પિવરાવો :-

ડોક્ટર ધાત્રી દુબે કહે છે કે સુતા પહેલા બાળકને પાણી, જ્યુસ, દૂધ, વગેરે ન આપો. સાથે જ સુતા પહેલા તેને પેશાબ જરૂર કરાવો.

તેને પેશાબ કરવાનો એક સમય નક્કી કરો :-

એક ચાર્ટ બનાવો. તેમાં તમારા બાળકના પેશાબ કરવાની નોંધ કરો. તેને દર બે ત્રણ કલાકમાં પેશાબ કરાવો.

અમુક ખાવા પીવાની વસ્તુ ઉપર પ્રતિબંધ લગાવો :-

અમુક વસ્તુ એવી હોય છે, જે બ્લેન્ડરને ઇરીટેટ કરે છે. તે ખાવા પીવાથી બાળક વારંવાર પેશાબ કરે છે. જેવી કે કેફીન જે ચોકલેટ કે ચોકલેટ મિલ્કમાં હોય છે. સાથે જ લીંબુ કે સંતરાનું જ્યુસ.

આર્ટીફીશીયલ શુગર, આર્ટીફીશીયલ ફલેવરીંગ વગેરે ન આપો.

વધુમાં વધુ તરસ્યા ન રહેવા દો :-

જો બાળક સ્કુલ જાય છે તો તેને સલાહ આપો કે તે થોડી થોડી વારે પાણી પીવે. જેથી સ્કુલ પછી વધુ તરસ ન લાગે. વધુ સમય સુધી તરસ્યા રહ્યા પછી જો બાળક એકસાથે વધુ પાણી પીશે તો તેને પેશાબ પણ વધુ લાગશે.

ડોક્ટરને દેખાડો :-

જો તમામ પદ્ધતિઓ અપનાવ્યા પછી પણ બાળક પેશાબ કરવાનું છોડતો નથી તો એ વાતને હળવાશથી ન લેવી. ડોક્ટરને જરૂર દેખાડો. ઘણી દવાઓ છે જે તમારા બાળકને કામ આવી શકે છે.

પણ હવે પછી તમારું બાળક પથારી ભીની કરે તો તેને ખીજાશો નહિ, ન તો મારશો.

આ માહિતી ઓડ નારી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.