જો તમને પણ સપનામાં દેખાય છે આ વસ્તુઓ, તો જલ્દી જ બનવાના છો ધનવાન.

0
312

ધનવાન બનવાના સંકેત આપે છે આ સપનાઓ, જાણો સપના આપણા જીવન પર કેવી કરે છે અસર. આ વર્ષે નવેમ્બરનો આખો મહિનો ઘણા તહેવારોથી ભરેલો છે. નવેમ્બરની શરુઆત થતા જ તહેવારોનો સમય પણ શરુ થઇ ગયો. કડવા ચોથ, ધનતેરસ, દિવાળી, ગોવર્ધન પૂજા, છઠ્ઠ પૂજા જેવા ઘણા મોટા તહેવારોની ધામધૂમ આખા દેશમાં જોવા મળી. આ કડીમાં 23 નવેમ્બરના રોજ આંબલી નવમીનું પર્વ છે.

આમ તો કારતક માસના સુદ પખવાડિયાની નોમ તિથીના રોજ આંબલી નવની કે અક્ષય નવમી મનાવવામાં આવે છે. તે પણ હિંદુ ધર્મના મોટા તહેવારમાં માનવામાં આવે છે. આ દિવસે આંબલીના ઝાડની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આંબલીના ઝાડની પૂજા કરવાથી સૌભાગ્ય, આરોગ્ય અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. આમ તો આજે અમે આંબલી નવમીના ખાસ પ્રસંગ ઉપર તમારા માટે સ્વપ્ન શાસ્ત્રમાં ઉલ્લેખિત થોડી રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. આવો જાણીએ, કઈ છે તે વાતો.

સપનામાં આંબલી ખાતા જોવા : જો ક્યારેય સુતી વખતે સપનામાં તમે તમને પોતાને આંબલી ખાતા જુવો છો, તો તેનો અર્થ છે કે આવનારા દિવસોમાં તમારી તમામ મનોકામના પૂર્ણ થશે, સાથે જ તમને તમારી કારીકીર્દીમાં સફળતા મળશે.

સપનામાં માત્ર આંબલી દેખાવી : સપનામાં આંબલી ખાવી તો સારા સંકેત છે, પરંતુ માત્ર આંબલી દેખાય એ વધુ સારું નથી માનવામાં આવતું. સ્વપ્ન શાસ્ત્ર મુજબ જો તમે માત્ર આંબલી જુવો છો તો તમારી કોઈ ઇચ્છાઓ અધુરી રહી શકે છે અને તમારે તમારી ઈચ્છાની પૂર્તિ કરવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે.

સપનામાં ખીર-પૂરી ખાતા જોવા : સ્વપ્ન શાસ્ત્ર મુજબ જો તમે સપનામાં ખીર પૂરી ખાતા જોઈ રહ્યા છો, તો તે તમારા માટે શુભ સંકેત છે. તેનો અર્થ છે કે તમને વહેલી તકે કોઈ સારા સમાચાર મળી શકે છે. સાથે જ જો તમે કોઈ સંકટથી ઘેરાયેલા છો તો વહેલી તકે જ તેમાંથી મુક્તિ મળશે. સપનામાં ખીર પૂરી ખાવી, ભાગ્યોદયના પણ સંકેત આપે છે. અને જો તમે કાંઈ નવું કરવાનું વિચારી રહ્યા છો કે નોકરી ધંધાની શોધમાં છો તો તમને સફળતા જરુર મળશે. સાથે જ આર્થિક સ્થિતિ પણ મજબુત બનશે.

સપનામાં જલેબી ખાતા જોવા : પૂરી શાકની જેમ જ જો તમે સપનામાં જલેબી ખાતા જુવો છો, તો તે પણ શુભ સંકેત છે. સ્વપ્ન શાસ્ત્ર કહે છે કે જલેબી ખાતા જોવા એ વાતનો સંકેત છે કે તમારા દુઃખોનો અંત થવાનો છે. સાથે જ જો તમે કોઈ બીમારીથી પીડિત છો, તો તેમાંથી પણ વહેલી તકે રાહત મળવાની છે. ભવિષ્યમાં તમને નવી તકોની પાપ્તી થશે અને આવકની પણ બીજી તકો ખુલશે. તે ઉપરાંત જો તમને સપનામાં માત્ર જલેબી બનતા જોવા મળે છે, તો તેનો અર્થ છે કે આવનારા દિવસોમાં તમારા ઘરે કોઈ શુભ પ્રસંગ થવાનો છે.

સપનામાં ભોજન વહેચતા જોવું : જો તમે સપનામાં ભોજન વહેચતા જોઈ રહ્યા છો, તો તે પણ ઘણું શુભ માનવામાં આવે છે, કેમ કે ભગવાને તમને ખાવાનું વહેચવા વાળા પસંદ કર્યા છે નહિ કે ખાવાનું લેવા વાળામાં. સ્વપ્ન શાસ્ત્રના માનવા મુજબ તમારી ઉપર વહેલી તકે માતા લક્ષ્મીની કૃપા થશે અને તમારા ઘરમાં ધન સંપત્તિની ખામી ક્યારેય નહિ રહે. સપનામાં ભોજન વહેચવાનો અર્થ છે કે જો તમે સંતુષ્ટ છો તો થોડું ખાવાનું ગરીબોમાં જરૂર વહેચો. આમ તો કહેવામાં આવે છે કે તમારી કમાણીનો અમુક ભાગ મદદ માટે જરૂર આપવો જોઈએ. તેથી જો તમે દાન નથી કરતા તો જરૂર કરો. તેનાથી માં લક્ષ્મીના આશીર્વાદ મળે છે.

સપનામાં કેક ખાતા જોવા : જો તમે સપનામાં તમારો જન્મ દિવસ ઉજવી રહ્યા છો અને કેક ખાતા જોવા મળી રહ્યા છો, તો તે પણ ઘણા શુભ સંકેત છે. સ્વપ્ન શાસ્ત્રના માનવા મુજબ તેનો અર્થ છે કે તમને વહેલી તકે જ તે વસ્તુ મળવાની છે, જેની તમે છેલ્લા ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા. સાથેન જ તમારી કોઈ અધુરી ઈચ્છા જે પુરી કરવામાં અડચણ આવી રહી હતી, તે પણ વહેલી તકે પૂર્ણ થવાની છે. તે ઉપરાંત જો તમે સપનામાં માત્ર કેક કાપતા જોવા મળો છો તો તેનો અર્થ છે કે તમને કોઈ એવા સમાચાર મળવાના છે, જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા.

સપનામાં આઈસ્ક્રીમ ખાતા જોવા : સપનામાં આઈસ્ક્રીમ ખાવાનો અર્થ છે તમારા દુઃખોનું નિવારણ થશે અને આવનારા દિવસોમાં તમારું જીવન આનંદમય પસાર થશે. જો તમારા કોઈ મહત્વના કામ અટકી ગયા છે તો તે પણ કોઈ પણ પ્રકારની અડચણ વગર પુરા થશે. એટલું જ નહિ પરંતુ તમને આવનારા દિવસોમાં સંતાન તરફથી કોઈ સુખદ સમાચારની પણ પ્રાપ્તિ થઇ શકે છે.

સપનામાં દૂધ પીવું : સપનામાં દૂધ પીવું પણ શુભ સંકેત છે, તેનો અર્થ છે કે આવનારા દિવસોમાં તમારા માટે આવકની તકો વધશે. ધંધા સાથે જોડાયેલા લોકો માટે પણ ધન યોગના સંકેત હોય છે. તે ઉપરાંત તમે આવનારા દિવસોમાં તમારી સુખ સુવિધા માટે ખર્ચ કરી શકો છો, સાથે જ તમારું ભાગ્ય પણ તમને સાથ આપશે.

સપનામાં થુલી જોવી : સપનામાં થુલી ખાવી સારા સંકેત માનવામાં આવે છે. તમને આવનારા દિવસોમાં ઘણી યોજનાઓમાં લાભ થશે. એ સપનામાં થુલી ખાવાનો સંકેત એ પણ હોય છે કે તમે તમારા આરોગ્યનું ધ્યાન રાખો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.