જો પતિ પત્નીના આ રીતના ઝગડા થાય છે, તો બને છે સંબંધ મજબૂત.

0
1376

પ્રેમની જયારે જયારે શરુઆતમાં થાય છે, તો તેને લઈને લોકો ઘણા જ જાગૃત રહે છે. પ્રેમની શરુઆતના સમયમાં પાર્ટનર સાથે સમય પસાર કરવા સાથે જ તેને સરપ્રાઈઝ આપવી તે બધી વાતો સામાન્ય હોય છે. પરંતુ જેમ જેમ સંબંધો આગળ વધતા જાય છે, તે બધી વાતો તમને બોર કરવા લાગે છે, જો કે કોઈપણ દ્રષ્ટીએ તમારા સંબંધો માટે સારી નથી હોતી. તેવામાં બોલાચાલીની શક્યતાઓ વધી જાય છે.

પરંતુ શું તમે જાણો છો કે પ્રેમમાં ઝગડા થવા પણ પ્રેમની નિશાની છે? જો તમારા સંબંધોમાં ઝગડા નથી થતા, તો તમારા સંબંધ પુરા થઇ જાય છે. તો આવો જાણીએ કે ખરેખર કયા ઝગડા તેની તરફ ઈશારો કરે છે કે તમારો પ્રેમ સાચો છે?

પ્રેમમાં બોલાચાલી થવી જરૂરી છે. શું તમે જાણો છો કે તમારો પ્રેમ સાચો અને મજબુત છે? જો હા તો તેના માટે તમને અમારી આ પોસ્ટ છેલ્લે સુધી વાંચવો પડશે, ત્યારે તમને ખબર પડશે કે તમારો પ્રેમ સાચો છે કે નહિ? ઘણી વખત પ્રેમના નામ ઉપર લોકો તમને દગો પણ આપે છે, તો તે સમયે તમે અહિયાં એ પણ જાણી શકો છો કે તે તમારા પાર્ટનર તમને છેતરી તો નથી રહ્યા ને, જે તમારા માટે દુઃખદાયી બની શકે છે.

પ્રેમના આ ઝગડા સંબંધોને કરે છે મજબુત :-

પ્રેમમાં ઝગડા થવા ઘણા જરૂરી છે, એટલે જો તમારા પાર્ટનર તમારી સાથે ઝગડતા નથી તો તેમનો પ્રેમ માત્ર ટાઈમ પાસ માટે હોય છે, જેમ કે આજના સમયમાં એકદમ સામાન્ય બની ગયું છે. તો આવો જાણીએ કેવા પ્રકારના આગળ તમારા સંબંધોને મજબુત થવા તરફ ઈશારો કરે છે?

જેમ સંબંધો આગળ વધતા જાય છે, તેમ તેમ સંબંધોમાંથી પ્રેમ દુર થવા લાગે છે. તે વખતે જો તમારા પાર્ટનરને તમારા માટે એવું લાગે કે બદલાઈ ગયા હોય, તો તેની પાછળ તમારી દલીલ હોય છે કે કામ વધી ગયું છે કે કાંઈ પણ હોઈ શકે છે. તે વાતને લઈને બન્નેની અંદર બોલાચાલી થવી મજબુત સંબંધોની નિશાની છે. તેનાથી એ સાબિત થાય છે કે તમારા પાર્ટનર તમારી સાથે અપાર પ્રેમ કરે છે.

જો તમારા પાર્ટનર તમારા ખોટા ખર્ચાને લઈને તમને સમજાવે તો તમને તે ગમતું નથી. તેનાથી ઝગડા થવા સ્વભાવિક છે. પરંતુ તેની પાછળ તમારા પાર્ટનરની ભાવના તમને દુઃખી કરવાની નથી હોતી. પરંતુ તેને તમારી ચિંતા હોય છે, જે એક સારા સંબંધ તરફ ઈશારો કરે છે.

ઘણી વખત તમે એક બીજાના ઘરવાળાની નકલ કરીને મજાક કરો છો. ત્યાર પછી બન્નેમાં બોલાચાલી થવા લાગે છે. પરંતુ તે બોલાચાલી હંમેશા પ્રેમમાં આવીને બદલાઈ જાય છે. એ વાતનું ધ્યાન રાખો કે મજાક એક મર્યાદાની અંદર જ કરો, કેમ કે મનમાં જો વાતની ચોટ લાગી ગઈ તો સંબંધો તૂટવાની શક્યતા વધી જાય છે.

જો તમે કોઇ પાર્ટી કે મિત્રો સાથે ફરવા જઈ રહ્યા છો, તો તમારા પાર્ટનરને ખોટ લાગવું સંબંધોને મજબુત હોવા તરફ ઈશારો કરે છે. આમ તો તમને એવું કરવું સારું લાગે છે, જેને કારણે જ બન્ને વચ્ચે ઝગડા થવા લાગે છે. પરંતુ અહિયાં અમે તમને જણાવી આપીએ કે તમારા પાર્ટનરને ખોટું એટલા માટે લાગે છે કેમ કે તે તે તમારા પ્રેમ અને સમયને કોઈ બીજા સાથે વહેચવાનું ગમતું નથી હોતું. એટલે કે તે માણસ તમારી સાથે ખુબ પ્રેમ કરે છે.

ઘણી વખત મુડ ખરાબ હોવાથી પર્સનલ સ્પેસ જરૂરી હોય છે, પરંતુ તે વખતે જો તમારા પાર્ટનર તમને એકલા ન મૂકીને તમારી સાથે જ રહે છે, તો તમારા માટે આનંદની વાત છે. આમ તો એ વાતને લઈને તમે ઘણો જ વધુ ઝગડો કરવા લાગો છો, કેમ કે તેનો અર્થ એ હોય છે કે જો ક્યારે પણ મુશ્કેલી આવે તો તમારો સાથ નહિ છોડે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.