જો માણસ પર વીજળી પડી જાય તો શું થાય છે? જાણો વિગત.

0
664

વીજળીની ચમકવું, પડવું અને ગરજવું.. દુનિયાના ભાગ્યે જ કોઈ હોય જેમણે તે થતું ન જોયું હોય, દુનિયાની સૌથી વધુ બનતી કુદરતી ઘટના છે આ.

આપણે આગળ વધીએ તે પહેલા એ જાણવું જરૂરી છે કે વીજળીનું પડવું અને વીજળીનું ચમકવું બંને અલગ અલગ બાબત છે.

દરેક વખતે વીજળી ચમકવી, વીજળી પડે તેવું નથી હોતું, વીજળી જો આકાશમાં જ રહે તો તે માત્ર વીજળી ચમકવી કે ગરજવી કહેવામાં આવશે, પરંતુ વીજળી જો પૃથ્વી કે પૃથ્વી ઉપર પડીને કોઈ વસ્તુ સાથે અથડાય તો તે વીજળી ચમકવી – ગરજવું તો થશે જ સાથે સાથે તે વીજળીનું પડવું પણ કહેવામાં આવશે.

તો આજે આપણે જાણીએ કે આકાશમાં વીજળીનું ચમકવું કેવી રીતે બની શકે છે. તેના માટે પહેલા આપણે સ્ટેટીક-ચાર્જને સમજી લઈએ.

સ્ટેટીક ચાર્જ :-

દુનિયાની દરેક વસ્તુનું સૌથી પહેલા બેઝીક બિલ્ડીંગ બ્લોક એટમ એટલે અણુ છે. એટલે કે તે જો કોઈ પદાર્થને ‘અણુ’ ના લેવલ સુધી તોડવામાં આવે, તો તે પદાર્થના અણુના પડ તે ગુણ હશે, જે તે મૂળ પદાર્થના હતા.

લોખંડને નાનું કરતા કરતા જો આપણે તેના એક અણુ સુધી પહોચી જઈએ તો તે એકલા અણુ પણ લોખંડ જ કહેવાશે. હવે જો અણુથી પણ વધુ નાના ટુકડા કરી દેવામાં આવે તો પછી તે ટુકડા લોખંડ નહિ કહેવામાં આવે.

તો આ બિલ્ડીંગ બ્લોક, એટલે અણુમાં ત્રણ વસ્તુ હોય છે. પ્રોટોન, ન્યુટ્રોન અને ઈલેક્ટ્રોન, ન્યુટ્રોનમાં કોઈ ચાર્જ થતો નથી પરંતુ પ્રોટોન અને ઈલેક્ટ્રોનમાં બરોબર ચાર્જ થાય છે. પ્રોટોન પાસે ઘટનાત્મક (+) અને ઈલેક્ટ્રોન પાસે ઋણાત્મક (-). એટલા માટે જ અણુનો કુલ ચાર્જ ઝીરો રહે છે. અને એટલા માટે જ સામાન્ય પરિસ્થિતિઓમાં દરેક વસ્તુનું ચાર્જ શૂન્ય રહે છે.

પરંતુ જયારે બે પદાર્થની લેયર્સમાં ઘર્ષણ થાય છે, તો ઈલેક્ટ્રોન એક મટીરીયલ્સ માંથી બીજા મટીરીયલ્સમાં જતું રહે છે, અને પોતાની સાથે લઇ જાય છે. થોડું થોડું નેગેટીવ ચાર્જ. અને તે થોડું થોડું એકઠું થઈને ઘણું મોટું બની જાય છે. અને તેને લીધે બંને મટીરીયલમાં થોડું ચાર્જ એકઠું થઇ જાય છે. એકમાં પોઝેટીવ અને બીજામાં નેગેટીવ.

જયારે તમે પ્લાસ્ટિકનો દાંતિયો તમારા વાળ ઉપર ફેરવો છો, તો તેમાંથી થોડા ઈલેક્ટ્રોન છૂટીને તમારા વાળમાં સમાઈ જાય છે, તે દાંતિયા પાસે નેગેટીવ ચાર્જ ઓછું થઇ જાય છે, તો તેની ઉપર બની જાય છે પોઝેટીવ ચાર્જ. આ સ્ટેટીક ચાર્જ છે. આ પોઝેટીવ ચાર્જને લઈને તે ન્યુટ્રલ ચાર્જ વાળા કાગળના નાના નાના ટુકડાને પોતાની તરફ ખેંચે છે.

સ્ટેટીક ચાર્જ બે પ્રકારના હોય છે. જે પદાર્થમાં ઈલેક્ટ્રોન વધુ હશે તેમાં સ્ટેટીક નેગેટીવ ચાર્જ અને જેમાં પ્રોટોન વધુ હશે તેમાં સ્ટેટીક પોઝેટીવ ચાર્જ.

હવે થાય છે એ પ્રશ્ન કે વીજળી ચમકે છે કેવી રીતે?

જુવો, વાદળા કેવી રીતે બને છે? તે તો આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. છતાંપણ રીવીઝન કરી લઈએ છીએ. દરિયાનું પાણી વરાળ બનીને ઉપર આવે છે અને જેમ જેમ ઉપર આવે છે, ઠંડુ થવા લાગે છે, ઠંડુ થઈને પાણીના નાના નાના ટીપાના રૂપમાં જમા થઈને વાદળાનું સ્વરૂપ ધારણ કરવા લાગે છે.

તેમ છતાંપણ તેનું મોટું થતું રહેવું અને ઠંડુ થતું રહેવું ચાલુ રહે છે. વાદળાની ઉપરનો ભાગ તો એટલો ઠંડો જ બની જાય છે કે નાના નાના બરફના કણ બનવા લાગે છે. તે બરફના કણ હવાના કણ સાથે ઘર્ષણ કરે છે અને આ ઘર્ષણ માંથી ઉત્પન્ન થાય છે – સ્ટેટીક ચાર્જ.

હવે પ્રોટોન અને ઈલેક્ટ્રોનમાં ખરેખર ચાર્જ બરોબર હોય પરંતુ વજન ઈલેક્ટ્રોનનું વધુ હોય છે. એટલા માટે બધું પોઝેટીવ ચાર્જ વાદળોની ઉપરના ભાગમાં જમા થઇ જાય છે અને સંપૂર્ણ નેગેટીવ ચાર્જ નીચેના ભાગમાં.

તો આમ વાદળાની નીચે વાળા ભાગમાં સ્ટેટીક નેગેટીવ ચાર્જ બની જાય છે,

હવે એ જાણવા જેવી વાત છે કે આકાશની વીજળી ખરેખર એ વીજળી હોય છે, જેનાથી આપણું ઘર પ્રકાશિત થાય છે. અને આપણા ઘરની વીજળી હોય કે આકાશમાંથી પડતી વીજળી બંને ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રોન્સની ગતીથી. કેમ કે દરેક ઈલેક્ટ્રોનમાં એક નેગેટીવ ચાર્જ હોય છે. આમ તો વીજળીનું કડકવું ત્રણ પ્રકારથી થાય છે. (આપણે ઉપર ચર્ચા કરી હતી કે વીજળી પડવી અને વીજળી કડકવીમાં અંતર છે, તો તેને વધુ એક્સપ્લેન કરીશું)

૧. વાદળાની અંદર

એક વાદળામાં પોઝેટીવ ચાર્જ પણ થાય છે અને નેગેટીવ પણ. જયારે આ એક બીજાની પાસે એક સાથે મોટા પ્રમાણમાં આવે છે. તો ઇલેક્ટ્રિકસીટી ઉત્પન્ન થાય છે. તેને જ વાદળોની અંદર વીજળી ચમકવી કહે છે.

૨. વાદળોની વચ્ચે

એક વાદળાનો નેગેટીવ ચાર્જ જયારે બીજા નેગેટીવ ચાર્જની નજીક આવે છે. તો બસ એવી જ રીતે ઇલેક્ટ્રિકસીટી ઉત્પન્ન થાય છે, જેમ કે વાદળાની અંદર. (આ બંને જ વીજળી કડકવું છે. ત્રીજું છે, વીજળીનું ચમકવું – કડકવા સાથે સાથે વીજળીનું પડવું.)

૩. વાદળા અને જમીન વચ્ચે

વાદળાનું નેગેટીવ ચાર્જ જયારે ધરતીમાં ડીસ્ચાર્જ થાય છે, તો તે વીજળી પડવી કહે છે. જયારે વીજળી જમીન ઉપર પડે છે. તો તેની શક્તિ દસ કરોડ વોલ્ટ હોય છે. તે કેટલી ભીષણ છે. તેને તેના ઉપરથી નક્કી કરી શકાય છે કે આપણા ઘરમાં આવતી વીજળીની શક્તિ ૨૨૦ વોલ્ટ હોય છે.

થોડી મજાની વાત

સાચું ખોટું અને તેની વચ્ચેનું કાંઈક જુવો, વીજળી કડકવાના સંપૂર્ણ વિજ્ઞાન વિષે ચોક્કસ રીતે કોઈ કાંઈ નથી કહી શકતા. વીજળી કડકવાની શોધ પણ ચાલુ છે. અને શોધની એ આશાને ‘ફૂલ્મીગોલોજી’ કહેવામાં આવે છે.

CG માં જે પ્રકાશ આપણે જોઈએ છીએ તે હકીકતમાં એક રીટર્ન સ્ટ્રોક છે

સૌથી પહેલા વિદ્યુત વાદળાથી પૃથ્વી તરફ વહે છે, જે રસ્તેથી તે વહે છે તેને ‘સ્ટેપફ લીડર’ કહેવામાં આવે છે. ‘સ્ટેપડ લીડર’ નો પ્રકાશ ઓછો હોય છે અને તે આંખોથી જોઈ શકાતો નથી. જયારે ‘સ્ટેપડ લીડર’ જમીનની જરૂરિયાત મુજબ નજીક હોય છે બસ તે સમયે એક ‘સ્ટેપડ લીડર’ જમીનમાંથી વાદળ તરફ પણ બને છે.

જયારે આ બંને એકબીજાને મળે છે, તો એક હાઈ વોલ્ટેજનો કરંટ ડીસ્ચાર્જ થાય છે અને એકબીજા સાથે જમીન તરફ વહે છે. કરંટનું આ ડીસ્ચાર્જ એક ઉજ્વળ પ્રકાશ ઉત્પન્ન કરે છે જે ‘સ્ટેપડ લીડર’ ના રસ્તે પાછી મોકલે છે.

આ પાછા ફરતા પ્રકાશને જોઇને આપણે વિચારીએ છીએ કે કદાચ વીજળી નીચેની દિશામાં જઈ રહી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે તે ઉપરની દિશામાં ભ્રમણ કરી રહી હતી.

અવાજ

વીજળી પડતી વખતે અવાજ કેમ થાય છે. તે સમજવા માટે એક બીજી મજાની વાત જણાવીએ છીએ. આકાશમાં જે વીજળી પડે છે, તેનું તાપમાન સુરજના તાપથી પાંચ ગણું વધુ હોય છે. એટલે કે જયારે તે જમીન ઉપર પડે છે. તો પોતાના સંપૂર્ણ રસ્તાને તે ખુબ ઓછા સમયમાં વધુ ગરમ કરી દે છે.

એટલા માટે પસાર થતા રસ્તાની હવા પહેલા તો ખુબ ઝડપથી સંકુચિત થાય છે, પછી વાયુમંડળના દબાણને લઈને ઝડપથી એક્સપેંડ. તે એટલી ઝડપથી એક્સપેંડ થાય છે કે તેને ફેલાતી નથી. તેને ફાટવી કહેવામાં આવી શકાય છે. અને તે ફાટવાને લીધે ઘણો મોટો અવાજ – ધડાકો થાય છે.

અવાજ અને પ્રકાશ

હવે એ તો બધા જાણે જ છે કે આપણા સુધી વીજળી ચકવાતા પહેલા તેનો પ્રકાશ પાછળથી અવાજ એટલા માટે પહોચે છે કેમ કે પ્રકાશ અવાજથી ઘણો ઝડપી ચાલે છે. પરંતુ તે બંને વચ્ચેના અંતરથી તમે એ જાણી શકો છો કે વીજળી કેટલે દુર પડી.

અમુક ગણતરી પછી તે પરિણામ આવે છે કે જો વીજળીનો પ્રકાશ ૫ સેકન્ડ પછી અવાજ સંભળાય છે, તો વીજળી ૧ માઈલ દુર પડી કે ચમકી હશે. એ હિસાબે જ જો ૧૦ સેકન્ડ પછી અવાજ સંભળાય છે, તો વીજળી બે માઈલ દુર પડશે.

હવે તમે કહેશો કે એટલે દુરથી વીજળી દેખાશે શું? તો તે જાણી લો કે વીજળીનું કડકવું ૧૦૦ માઈલ દુર સુધી જોવા મળી શકે છે. પરનું અવાજ વધુમાં વધુ ૧૨ માઈલ સુધી જ જઈ શકે છે.

માણસ ઉપર વીજળી પડવાથી શું થશે

જેટલા લોકો ઉપર આજ સુધી વીજળી પડી છે તેમાંથી માત્ર ૧૦ ટકા લોકો જ મરે છે. કેમ કે આકાશમાંથી પડતી વીજળીનું તાપમાન અને કરંટ ભલે ઘણો વધુ હોય પરંતુ એ રહે છે સેકન્ડના હજારથી લઈને પાંચ સો માં ભાગ સુધી જ. તે એવું જ છે. જેમ કે કોઈ ગરમ તાવડીને ફટાફટ સ્પર્શ કરીને તેની ઉપરથી હાથ દુર કરી લેવો.

તેમ છતાંપણ આકાશમાંથી પડતી વીજળી પોતાની શક્તિને લઈને, જેની સરખામણી આપણે ગરમ તાવડી સાથે નહિ સૂર્યના પ્રકાશ સાથે કરી હતી. ઘણું વધુ નુકશાન કરી દે છે. સૌથી પહેલા તો તે શરીના જે ભાગમાંથી પસાર થાય છે ત્યાંથી લઈને જે ભાગમાંથી નીકળે છે ત્યાં સુધી સ્કીનમાં એક નિશાન પડી જાય છે. આ નિશાન કોઈ ઝાડના મૂળના ‘ટેટુ’ જેવું લાગે છે. તેને ‘લીચટેનબર્ગ ફિગર’ કહેવામાં આવે છે.

સાથે જ આ દસ ટકા કેસોમાં જેમાં વીજળી પડ્યા પછી માણસ નથી બચી શકતા, હ્રદય બંધ પડી જવું મહત્વની ભૂમિકા ભજવે છે.

વીજળી પડતા દરમિયાન મગજ પણ એક ક્ષણ માટે ઝંણઝણાતી મચી જાય છે. ખાસ કરીને ત્યારે જયારે વીજળી માથા ઉપર પડી હોય.

પરંતુ તે ૯૦ ટકા વ્યક્તિ જે સર્વાઇવ કરી જાય છે, તેને પણ ઘણી મુશ્કેલી આવી શકે છે, જેમ કે વધુ અવાજ આવવાથી કાન ફાટી જવા, શરીરના કોઈ અંગ કે આખા શરીરમાં લકવા મારી જવો. સાથે જ વીજળી પડવાના તરત પછી અમુક માનસિક મુશ્કેલી પણ પડવા લાગે છે. જેને એક બે કલાક સુધી સેટ લાગવા જેવી નાની મોટી માનસિક અસરથી લઈને, ડીપ્રેશન અને આત્મહત્યા જેવા ઘણા ખરાબ પરિણામ જોડાયેલા છે.

ઝાડ ઉપર વીજળી પડવાથી શું થશે?

જો વીજળી કોઈ ઝાડ ઉપર પડે છે, તો ઝાડમાં વિસ્ફોટ થઇ શકે છે. એવું એટલા માટે થાય છે. જયારે વીજળી પડવાથી ઉત્પન્ન મોટા પ્રમાણમાં ગરમી. ઝાડની અંદર રહેલા ભેજનું બાષ્પીભવન કરે છે અને વરાળ ઉત્પન્ન કરે છે, જે ઝાડના થડને ફાડીને ઝડપથી બહાર નીકળે છે.

પરંતુ વીજળી પડવી ઝાડો માટે ક્યારે ક્યારે નુકશાનકારક અને ક્યારેક લાભદાયક હોય છે. તે એટલા માટે કેમ કે વીજળી કડકવા દરમિયાન તેની ગરમીને લઈને નાઈટ્રોજન અને ઓક્સીજન બ્રોન્ડ બનીને નાઈટ્રોજન ઓક્સાઈડ બનાવે છે. અને તે દરમિયાન જે વરસાદ ઝાડ ઉપર પડે છે, તેમાં નાઈટ્રેટનું વધુ પ્રમાણ હોય છે. નાઈટ્રેટ ઝાડ છોડ અને પાક માટે લાભદાયક હોય છે.

ફલ્ગુરાઈટ :-

જયારે એક ખુબ શક્તિશાળી વીજળી એક ખડક કે રેતી ઉપર પડે છે, તો તેમાંથી ઉત્પન્ન થતી ગરમીનું વધુ પ્રમાણ હોવાથી ખડક કે રેતીના મિનરલ્સ અંદરોઅંદર ફ્યુઝ બની જાય છે. તેને કારણે ફ્યુજલ એક ટ્યુબના રૂપમાં હોય છે. જેને ફલ્ગુરાઈટના નામથી ઓળખવામાં આવે છે. તેને વીજળીના ‘જીવાશ્મ’ તરીકે પણ ઓળખવામાં આવે છે અને અપેક્ષા મુજબ દુર્લભ હોવા છતાંપણ દુનિયાના દરેક ખૂણામાં જોવા મળી શકે છે.

એસ્ટ્રાફોબીયા :-

વીજળી પડવાના ડરીને એક્સ્ટ્રાફોબિયા કહેવામાં આવે છે. અને છેલ્લે એક વાત બીજી, તે ખોટી માન્યતા છે કે એક વખત જ્યાં વીજળી પડી જાય ત્યાં ફરી વખત નથી પડતી.

આ માહિતી ધ લલ્લનટોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.