જો મધમાખીએ માર્યો હોય ડંખ, તો તરત જ કરો આ 3 ઉપચાર, નહિ ફેલાય ઝેર, તમને કાઈ નહી થાય.

0
2336

મિત્રો, એ વાત તો બધા જાણે જ છે કે મધમાખીને હની બી પણ કહેવામાં આવે છે. તે મધપૂડો બનાવીને એમાં રહે છે. હંમેશા મધમાખી પોતાનો મધપૂડો ઘરની છત અથવા ઝાડની ડાળીઓ પર બનાવે છે. અને ઘણી વાર તમારા સંપર્કમાં આવવાથી મધમાખી તમને ડંખ મારી દે છે. મધમાખીનો ડંખ ખુબ ઝેરીલો હોય છે. એના ડંખ મારવાથી ખુબ દુ:ખાવો થાય છે અને બળતરા પણ થાય છે. તેમજ ડંખ વાળી જગ્યા પર સોજો પણ આવી જાય છે.

પરંતુ સમય રહેતા આ ડંખને નીકાળી દેવામાં આવે, અને સાથે જ કેટલાક ઘરેલુ ઉપાય કરવામાં આવે તો બળતરા અને એનું ફેલાવા વાળું ઝેર ઓછું કરી શકાય છે. જો તમને પણ ક્યારેય મધમાખી ડંખ મારે, તો એની અસર ઓછી કરવા માટે તમે કેટલીક રીતોને આપવાની શકો છે. અને આજે અમે તમને આ લેખના માધ્યમથી એ રીતો વિષે જણાવવાના છીએ. તો આવો જાણીએ મધમાખી ડંખ મારે ત્યારે કેવા ઉપચાર કરવા.

ડંખ બહાર કાઢો :

મધમાખીના કરડવા પર સૌથી પહેલા તો ડંખને શરીરના એ ભાગ પરથી તરત બહાર કાઢી નાખો. અને આ કામ કરતા સમયે એક વાતનું ધ્યાન રાખવું કે, ડંખને પોતાના હાથથી બહાર કાઢવાનો પ્રયત્ન ન કરવો. કારણ કે આનાથી હાથમાં ઝેર ફેલાઈ જાય છે. કોઈ કાર્ડ અથવા ધાતુનો ઉપયોગ કરી ડંખને બહાર કાઢો.

ઠંડુ પાણી અથવા બરફ વાપરો :

જાણકારી માટે જણાવી દઈએ કે, મધમાખીના કરડવા પર ઠંડુ પાણી ખુબ જ ફાયદાકારક હોય છે. ડંખ લાગવા પર ડંખ વાળી જગ્યાને તરત જ ઠંડા પાણીમાં ઓછા માં ઓછું 5 મિનિટ માટે રાખો. કારણ કે ઠંડક રક્ત વાહિકાઓને સંકોચે છે અને બળતરાને શાંત કરી દે છે. મધમાખીના ડંખ મારવા પર ડંખ વાળા ભાગ પર બરફને કપડામાં બાંધીને લગભગ 10 મિનિટ માટે હલકું હલકું લગાવો આનાથી તમને તરત રાહત મળશે.

મધનો ઉપયોગ :

જાણીને નવાઈ લાગશે પણ મધમાખી દ્વારા બનતું મધ પણ એના ડંખ મારવા પર ઇલાજના રૂપમાં કામ લાગે છે. મધમાખીના કરડવા પર મધ પોતાના એન્ટી-બેક્ટીરિયલ ગુણોના કારણે ડંખની અસરને ખતમ કરી નાખે છે. આના માટે ડંખ વાળા ભાગ પર મધને સારી રીતે લગાવી દો. આનું ઠંડો અને સુખદાયક પ્રભાવ ડંખની અસરને ઘણી હદ સુધી ઓછો કરી નાખે છે.

ગલગોટાના ફૂલ પણ છે ઉપયોગી :

જાણકારી માટે જણાવી દઈએ કે, ગલગોટાનાં ફૂલના રસમાં એન્ટીફન્ગલ તત્વ હોય છે. આનો ઉપયોગ મધમાખીના ડંખ પર કરવાથી ડંખથી થનારી બળતરા અને સોજાને ઓછું કરી શકાય છે. આના ફૂલના રસને મધમાખીના ડંખ વાળા ભાગ પર સીધું લગાવવાથી લાભ મળે છે.

ટૂથપેસ્ટ લગાવો :

મિત્રો, મધમાખીના ડંખથી ફેલવા વાળું ઝેર ઓછું કરવામાં ટૂથપેસ્ટ પણ મદદ કરે છે. આના માટે મધમાખીના ડંખ વાળી જગ્યાને સંપૂર્ણ રીતે ટૂથપેસ્ટથી લેપ કરીને ઢાંકી દેવું જોઈએ. આ ઉપાયને દિવસમાં ઓછા માં ઓછું ત્રણ થી ચાર વાર કરો.

કૈલામાઇન લોશન :

જાણકારી માટે જણાવી દઈએ કે, મધમાખીના ડંખ માટે કૈલામાઈન લોશન પણ ખુબ સારું છે. ડંખની અસરને ઓછી કરવા માટે પ્રભાવિત ભાગ પર કૈલામાઇન લોશન લગાવીને 40 મિનિટ માટે એમ જ છોડી દો, અને ચાર કલાકના પછી પાછું આને લગાવી દો. તમને રાહત મળશે.

ચૂનો છે ઉપયોગી :

મિત્રો, ચૂનો એક સૌથી સારું અલ્કોલાઇડ છે, જે એસિડની અસરને તરત ઓછી કરે છે. જણાવી દઈએ કે, ચૂનો મધમાખીના કરડવા પર એના ઝેરને શરીરમાં ફેલાવાવાથી રોકે છે. આની સાથે જ તે ઝેરની અસરને પણ તરત ખત્મ કરે છે. ડંખની અસરને ઓછી કરવા માટે ચૂનામાં થોડું પાણી મિક્ષ કરીને પેસ્ટ બનાવી લો અને ડંખ વાળા લગાવો.