જો કોઈએ તમારી પ્રોપર્ટી પર કરી લીધો છે કબ્જો, તો કોર્ટ ગયા વિના આવી રીતે કરાવો ખાલી

0
2318

પ્રોપર્ટી ઉપર ગેરકાયદેસર કબજો ખાલી કરાવવા માટે સ્પેસીફીક રીલીફ એક્ટની ધારા ૫ હેઠળ સુવિધા પૂરી પાડવામાં આવી છે. આમ તો પ્રોપર્ટીના વિવાદમાં સૌથી પહેલા સ્ટે લેવો જોઈએ, જેથી કબજો કરવા વાળા વ્યક્તિ તેની પ્રોપર્ટી ઉપર બાંધકામ ન કરી શકે અને ન તો તેણે વેચી શકે.

જો તમારા ઘર કે જમીન ઉપર કોઈએ કબજો કરી લીધો છે, તો તમે કોર્ટમાં ગયા વગર તેણે ખાલી કરાવી શકો છો. તે બાબતમાં સુપ્રીમ કોર્ટે પોતાની નિર્ણય સંભળાવ્યો છે.

પુનારામ વિરુદ્ધ મોતીરામના કેસમાં નિર્ણય સંભળાવતા ઉપલી કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિ બીજાની સંપત્તિ ઉપર ગેરકાયદેસર રીતે કબજો નથી લઇ શકતો. જો કોઈ બીજાની પ્રોપર્ટીમાં એવી રીતે કબજો કરી લે છે, તો પીડિત પક્ષ બળપૂર્વક પોતે જ કબજો ખાલી કરાવી શકે છે. આમ તો તેના માટે જરૂરી છે કે તમે તે પ્રોપર્ટીના માલિક હો અને તમારા નામે જ એટલે તે પ્રોપર્ટીનું ટાઈટલ તમારી પાસે હોવું જોઈએ.

પુના રામ વુંરુદ્ધ મોતીરામ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો તમારી પાસે પ્રોપર્ટીનું ટાઈટલ છે, તો તમે ૧૨ વર્ષ પછી પણ બળપૂર્વક પણ તમારી પ્રોપર્ટીનો કબજો ખાલી કરાવી શકો છો. તેના માટે કોર્ટમાં કેસ દાખલ કરવાની જરૂર નથી. હા જો પ્રોપર્ટીનું ટાઈટલ તમારી પાસે નથી અને કબ્જાના ૧૨ વર્ષ થઇ ગયા છે, તો તમારે કોર્ટમાં કેસ કરવો પડશે. એવા કેસની કાયદેસર કાર્યવાહી માટે સ્પેસીફિક રીલીફ એક્ટ 1963 (Specific Relief Act 1963) બનાવવામાં આવ્યો છે.

પ્રોપર્ટી ઉપર ગેરકાયદેસર કબજો ખાલી કરાવવા માટે સ્પેસીફિક રીલીફ એક્ટની ધારા ૫ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે. આમ તો પ્રોપર્ટી વિવાદમાં સૌથી પહેલા સ્ટે લઇ લેવો જોઈએ. જેથી કબજો કરવા વાળા વ્યક્તિ તે પ્રોપર્ટી ઉપર બાંધકામ ન કરી શકે અને ન તો તેને વેચી શકે.

સ્પેસીફિક રીલીફ એક્ટની ધારા ૫ હેઠળ જો કોઈ પ્રોપર્ટી તમારા નામે છે એટલે તે પ્રોપર્ટીનું ટાઈટલ તમાટી પાસે છે અને કોઈએ તે પ્રોપર્ટી ઉપર ગેરકાયદેસર કબજો કરી લીધો છે, તો તેણે ખાલી કરાવવા માટે સિવિલ પ્રક્રિયા સંહિતા (સીપીસી) હેઠળ કેસ દાખલ કરવાનો હોય છે.

શું હતો પુના રામ વિરુદ્ધ મોટી રામની બાબત :-

પુના રામ રાજસ્થાનના બાડમેરના રહેવાસી છે. તેણે વર્ષ ૧૯૬૬માં એક જમીનદાર પાસેથી જમીન ખરીદી હતી, જે એક સ્થળે ન હતી, પરંતુ જુદી જુદી ઘણી જગ્યાએ હતી. જયારે તે જમીન ઉપર માલિકીના હક્કની વાત આવી, તો તે સામે આવ્યું કે તે જમીન ઉપર મોતી રામ નામના એક વ્યક્તિનો કબજો છે. આમ તો મોતી રામ પાસે જમીનના કોઈ કાયદેસર દસ્તાવેજ ન હતા. ત્યાર પછી પુના રામે જમીન ઉપર કબજો મેળવવા માટે કોર્ટમાં કેસ કર્યો. કેસમાં ટ્રાયલ કોર્ટે પુના રામના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો અને મોતી રામને કબજો ખાલી કરવાનો આદેશ આપ્યા પછી મોતી રામે કેસની અપીલ રાજસ્થાન હાઈકોર્ટમાં કરી. તે કેસમાં સુનાવણી કરતા હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટને નિર્ણયને ફેરવી દીધો અને મોતી રામના કબ્જાને કેન્સલ કરી દીધો. ત્યાર પછી પુના રામેં રાજસ્થાન કોર્ટમાં નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી, જેની ઉપર કોર્ટે પુના રામના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો અને કહ્યું જમીનનું ટાઈટલ રાખવા વાળા વ્યક્તિ જમીન ઉપરથી બળજબરી પૂર્વક ખાલી કરાવી શકે છે.

આ કેસમાં મોતી રામે દલીલ કરી કે તે જમીન ઉપર તેનો ૧૨ વર્ષથી વધુ સમયથી કબજો છે, લેમિનેટેશન એક્ટની ધારા ૬૪ કહે છે કે જો જમીન ઉપર કોઈનો ૧૨ વર્ષથી વધુ સમયથી કબજો છે, તો તેને ખાલી નથી કરવી શકતા. આમ તો સુપ્રીમ કોર્ટે મોતી રામની દલીલ રદ કરી દીધી. ઉપરી કોર્ટે કહ્યું કે આ કાયદો એ બાબતમાં લાગુ પડે છે, જે જમીનના કોઈ માલિક નથી, પરંતુ જે જમીનના કોઈ બીજા માલિક છે અને તેની પાસે તે જમીનનું ટાઈટલ છે, તો તેણે ૧૨ વર્ષ પછી પણ બળજબરીપૂર્વક ખાલી કરવી શકાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.