જો કરોડરજ્જુ અને ગરદનના દુઃખાવાથી બચવું છે, તો ખુરશી પર બેસવાની આ યોગ્ય રીત અપનાવો, ઓફિસવર્ક કરતા લોકો ખાસ વાંચે

0
700

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો જે લોકો ઓફિસ વર્ક કરે છે તેમજ જેમને ખુરસી પર બેઠા બેઠા કામ કરવાનું હોય છે એમનું કામ ફિલ્ડ વર્ક કરતા લોકોને આરામદાયક લાગે છે. પણ હકીકતમાં તેમણે પણ કોઈને કોઈ પ્રકારની મુશ્કેલીઓ સહન કરવી જ પડતી જ હોય છે. આજે આપણે એ કામને લગતી સમસ્યાઓની વાત નહિ કરીએ, પણ ખુરશી પર બેસી રહેવાથી થતી શારીરિક સમસ્યાથી કઈ રીતે બચી શકાય એના વિષે જાણીશું.

સ્વાભાવિક વાત છે કે ઓફિસવર્ક કરતા લોકોએ દરરોજ ઓફિસમાં ઓછામાં ઓછું 6 થી 8 કલાક સુધી ખુરશી પર બેસીને કામ કરવું પડે છે. અને લાંબા સમય સુધી આ રીતે કામ કરવાથી વ્યક્તિની કરોડરજ્જુ, પીઠ અને ગરદનમાં અનેક પ્રકારની સમસ્યાઓ પેદા થાય છે. જણાવી દઈએ કે, એવી કોઈ સમસ્યા અને દુ:ખાવો સહન ન કરવો પડે એ માટે યોગ્ય સ્થિતિ(પોશ્ચર) માં બેસવું જરૂરી છે. અને આજે અમે તમને ખુરસી પર બેસીને કામ કરતા સમયે તમારે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ એના વિષે જણાવીશું.

ઓફિસવર્ક કરતા લોકોએ જો કમ્પ્યુટર પર કામ કરવાનું હોય તો એમણે કલાકો સુધી સતત સ્ક્રીનની સામે બેસી રહેવું પડે છે. એ કારણે આંખ પર તણાવ વધે છે, તેમજ માથા અને ગરદનના મસલ્સમાં પણ દુ:ખાવો થઈ શકે છે. તો એના માટે તમે 20-20 નો નિયમ અપનાવો. જણાવી દઈએ કે, આ ખાસ નિયમ મુજબ દર 20 મિનિટે 20 સેકંડ માટે સ્ક્રીનથી નજર હટાવવાની રહે છે. તમે 20 મિનિટ પછી થોડી સેકેંડ માટે તમારી આંખો બંધ કરી દો અને પછી આંખને 20 વાર પટપટાવો. પણ આ કામ કરતી વખતે તમારી ગરદન સીધી રહેવી જોઈએ.

એ પણ જણાવી દઈએ કે, એવું જરૂરી નથી કે તમે આ નિયમનું પાલન 100% કરો. મિત્રો, આ નિયમ પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે, તમે સતત એક જ પોઝિશનમાં ન રહો. તમે તમારી પોઝિશન બદલતા રહો, અને તેમાં આ નિયમ મદદ કરી શકે છે. તમે તમારી ઈચ્છા અનુસાર આ સમયમાં ફેરફાર કરીને એને 25 અથવા 30 મિનિટ પણ કરી શકો છો.

અમે કામ કરતા સમયે વચ્ચે વચ્ચે ખુરશી પર બેઠાં-બેઠાં પણ સ્ટ્રેચિંગ કરતાં રહો. આમ કરવાથી દુ:ખાવાની સમસ્યા નહીં રહે. તમે ખાસ કરીને હાથ, પગ અને ખભાનું સ્ટ્રેચિંગ જરૂર કરો. તેમજ પાણી પીવાનો પણ નિયમ પાડો. એ તમને હાઇડ્રેટ રાખવામાં તો મદદ કરશે જ, પણ સાથે સાથે ફીટ રહેવામાં પણ તમારી મદદ કરશે. આમ કરવાથી સ્ક્રીન તેમજ ફાઇલો પરથી થોડા સમય માટે તમારી નજર હટશે અને ગરદનમાં પણ મૂવમેન્ટ થતી રહેશે.

એ સિવાય તમે દર કલાકે બે વાર ખુરશી પરથી ઊભા થવાની ટેવ રાખો. તમે 2-4 મિનિટ માટે ઓફિસમાં જ કે ઓફિસની બહાર ફ્લોર પર આંટો મારી આવો. તેમજ જ્યારે પણ કોઈ ફોન આવે તો શક્ય હોય તો ખુરશી પરથી ઊભા થઇને ચાલતાં-ચાલતાં વાત કરો. જો તમારી ઓફિસ પહેલાં, બીજા અથવા ત્રીજા માળે હોય તો લિફ્ટનો ઉપયોગ ન કરતા દિવસમાં ઓછામાં ઓછું એક-બે વાર સીડી પર ચઢઉતર કરો. અને ચાલતી વખતે હળવું સ્ટ્રેચિંગ પણ કરો.

તો મિત્રો આ થોડા નિયમો તમે અપનાવશો તો એ તમારી ઘણી મદદ કરી શકશે. આ માહિતી તમે બીજા લોકોને પણ શેયર કરો જેથી તેઓ પણ શારીરિક મુશ્કેલીથી બચી શકે.